________________
૨૦૮
ઉપદેશમાળા
સુજ્યેષ્ઠાને પાછી મોકલી. પછી ચેલણાએ શ્રેણિક રાજાને કહ્યું કે “હે સ્વામિનું! અહીંથી જલદી ચાલો. જો કોઈ જાણશે તો બહુ વિપરીત થશે.” એ પ્રમાણે ભય બતાવી તેઓ સુરંગમાંથી બહાર નીકળી ગયા. પછી સુજ્યેષ્ઠા ત્યાં આવી અને બધી હકીકત જાણી. એટલે તેણે ચિંતવ્યું કે “પ્રાણથી પણ વધારે પ્રિય એવી મારી બહેન ચેલણાએ મારી સાથે આવું કપટ રચ્યું, માટે કેવળ સ્વાર્થમાં રચીપચી રહેલા કુટુંબવર્ગથી સર્યું અને સર્પની ફણા જેવા વિષયોને પણ ધિક્કાર છે.” એ પ્રમાણે વૈરાગ્ય થવાથી સુષ્ઠાએ પાણિગ્રહણ ન કરતાં ચંદનબાળા સાધ્વી પાસે જઈને ચારિત્ર ગ્રહણ કર્યું.
છ અઠ્ઠમ આદિ અનેક પ્રકારનાં તપ કરતી તે એક દિવસ આતાપના ગ્રહણ કરીને રહી હતી. તે સમયે પેઢાલ નામના વિદ્યારે તેને જોઈ. એટલે તે મનમાં વિચારવા લાગ્યો કે “આ સતી ધ્યાનમાં સ્થિત છે અને તે મહા રૂપવતી છે, તેથી જ હું આ સાધ્વીની કુક્ષિમાં પુત્રને ઉત્પન્ન કરું તો તે પુત્ર મારી વિદ્યાનું પાત્ર થાય.” એ પ્રમાણે વિચાર કરીને વિદ્યાના બળથી અંઘકાર વિદુર્વા, તે ન જાણે એવી રીતે ભ્રમરનું રૂપ કરી તેને ભોગવી તેની યોનિમાં વીર્ય મૂક્યું. પછી તેની કુક્ષિમાં ઉત્પન્ન થયેલો જીવ અનુક્રમે વઘવા લાગ્યો, તેથી સુચેષ્ઠા સાધ્વીને મનમાં સંદેહ ઉત્પન્ન થયો. તેણે તે સંબંધી જ્ઞાનીને પૂછ્યું એટલે જ્ઞાનીએ તેનો સંદેહ ભાંગીને કહ્યું કે “એમાં તારો દોષ નથી, તું તો સતી છે.' અનુક્રમે તે સાધ્વીને પુત્ર થયો. તેનું નામ સત્યકી પાડવામાં આવ્યું. તે સાધ્વીના ઉપાશ્રયમાં મોટો થયો. ત્યાં સાધ્વીના મુખથી આગમોનું શ્રવણ કરતાં તેને સર્વ આગમો મોઢે થઈ ગયા.
એક દિવસ સુજ્યેષ્ઠા વીરભગવાનને વાંદવા માટે સમવસરણમાં ગઈ. સત્યકી પણ તેની માતા સાથે ગયો. તે અવસરે કાલસંદીપક નામના વિદ્યાઘરે ભગવાનને પૂછ્યું કે હે ભગવન્! મને કોનાથી ભય છે?” ભગવાને કહ્યું કે “તને આ સત્યકી બાળકથી ભય છે.” તે સાંભળીને કાલસંદીપકે સત્યકીની અવજ્ઞા કરીને તેને પોતાના પગમાં પાડી દીઘો તેથી સત્યકી તેના ઉપર ક્રોધિત થયો.
પછી સત્યકીના પિતા પેઢાલ વિદ્યાઘરે તેને રોહિણી વિદ્યા આપી. તે વિદ્યાને સાઘતાં સત્યકીને કાલસંદીપક વિધ્ધ કરવા લાગ્યો. તે વખતે રોહિણી વિદ્યાએ જ કાલસંદીપકને તેમ કરતાં અટકાવ્યો; કારણ કે સત્યકીના જીવે પ્રથમ પાંચ ભવમાં રોહિણી વિદ્યાને સાઘતાં મરણ પ્રાપ્ત કર્યું હતું. છઠ્ઠું ભવે રોહિણી વિદ્યાને સાઘતાં તેના આયુષ્યમાં છ માસ જ બાકી રહેલા હોવાથી રોહિણી વિદ્યાએ પ્રત્યક્ષ થઈને કહ્યું હતું કે “હે સત્યકી! તારા આયુષ્યમાં માત્ર છ માસ જ બાકી રહ્યા છે, તેથી તે જો કહેતો હોય તો આ ભવમાં હું સિદ્ધ થાઉં, નહીં તો આવતા ભવમાં હું સિદ્ધ થઈશ.” ત્યારે સત્યકીના જીવે કહ્યું હતું કે “જો મારું આયુષ્ય થોડુંક જ બાકી હોય