________________
૨૧૧
(૫૧) શ્રીકૃષ્ણ કથા
• શ્રીકૃષ્ણ કથા એકદા વિહાર કરતાં કરતાં શ્રી નેમિનાથ ભગવાન દ્વારિકામાં સમવસર્યા. તેમને વાંદવા માટે શ્રીકૃષ્ણ પરિવાર સહિત આવ્યા. તેને મનમાં એવી ઇચ્છા થઈ કે આજે હું આ અઢાર હજાર સાઘુઓમાંના દરેકને દ્વાદશાવર્ત વંદનથી વાંદું. એ પ્રમાણે વિચારી પોતાના ભક્ત વીરા સાળવી સાથે સર્વ સાધુઓને ઉપર પ્રમાણે વંદન કર્યા. પછી શ્રમાતુર થયેલા કૃષ્ણ ભગવાન પાસે આવી બોલ્યા કે હે ભગવન! આજ હું અઢાર હજાર સાધુઓને વાંદવાથી અતિ શ્રમિત થયો છું. મેં આજ સુધીમાં ત્રણસો ને સાઠ યુદ્ધ કર્યા તેમાં કોઈ વખત હું આટલો શ્રમિત થયો નહોતો.” એટલે ભગવાને કહ્યું કે “હે મહાનુભાવ! જેમ વંદન કરવાથી તું ઘણો શ્રમિત થયો છે તેમ તેં લાભ પણ ઘણો મેળવ્યો છે. કારણ કે ભાવપૂર્વક વંદન કરવાથી તે ક્ષાયિક સમતિ મેળવ્યું છે અને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું છે. વળી યુદ્ધ કરીને સાતમી નરકભૂમિને યોગ્ય જે કર્મ બાંધ્યું હતું તેને ખપાવીને ત્રીજી નરકભૂમિને યોગ્ય કર્મ રહેવા દીધું છે. એટલો લાભ તને થયો છે. તે સાંભળીને કુણે કહ્યું કે “ફરીથી અઢાર હજાર મુનિને વાંદીને ત્રીજી નરકભૂમિને યોગ્ય કર્મ પણ ખપાવી દઉં.” ત્યારે ભગવાને કહ્યું કે હે કૃષ્ણ! હવે તેવો ભાવ આવે નહીં, કારણકે હવે તમે લોભમાં પ્રવેશ કરેલો છે. કૃષ્ણ ફરીથી પૂછ્યું કે “મને જ્યારે આટલો બઘો લાભ થયો છે ત્યારે મારા અનુયાયી વીરા સાળવીને કેટલો લાભ થયો છે?” ભગવાને કહ્યું કે “એને તો માત્ર કાયક્લેશ થયો છે, કારણ કે એણે તો માત્ર તારું અનુકરણ કરવારૂપે વંદન કર્યું છે. ભાવ વિના કાંઈ ફળ મળતું નથી.” આ પ્રમાણે બીજાઓએ સાધુઓની પૂજાભક્તિ વગેરે ભાવપૂર્વક કરવી. છે. માન-વળ-ન–સા ડિપુજીળા તા.
- વિરાંતિય પિ માં, લપો વિરતા પુરા૧૬ઠ્ઠા 1 - અર્થ–“અભિગમને તે સન્મુખ જવું, વંદન તે વંદના કરવી, નમસણ તે
સામાન્ય નમસ્કાર કરવો, અને પડિપુછણ તે શરીરના નિરાબાઘપણા વગેરેની પૃચ્છા કરવી-સાઘુને એટલા વાના કરવાથી ચિરસંચિત એટલે ઘણા ભવનું ઉપાર્જન કરેલું કર્મ પણ ક્ષણમાત્રમાં વિરલપણાને પામે છે અર્થાત્ ક્ષય થાય છે.”
केइ सुसीला सुहमाइ, सजणा गुरुजणस्स वि सुसीसा।
विउलं जणंति सद्धं, जह सीसो चंडरुहस्स ॥१६७॥ ' અર્થ–“કોઈક સુશીલ એટલે નિર્મળ સ્વભાવવાળા, સુઘર્મા એટલે અતિશય ઘર્મવાળા અને સર્જન એટલે સર્વની ઉપર મૈત્રીભાવવાળા એવા સશિષ્યો, પોતાના ગુરુની પણ શ્રદ્ધાને વિસ્તીર્ણ કરે છે, અર્થાત્ ચંડરુદ્ર આચાર્યના શિષ્યની જેમ આસ્તિક્ય લક્ષણવાળી શ્રદ્ધાને વૃઢ કરે છે.”