________________
૨૧૨
ઉપદેશમાળા
અંડરુદ્રાચાર્ય કથા
મહાપુરી ઉજ્જયિનીમાં એકદા ચંડરુદ્રાચાર્ય પધાર્યા. તે અત્યંત ઈર્ષાળુ અને ક્રોધી હતા, તેથી તે પોતાનું આસન શિષ્યોથી દૂર રાખતા હતા. એક દિવસ એક નવો પરણેલો વણિકપુત્ર પોતાના મિત્રો સાથે ત્યાં આવ્યો અને તેણે સર્વ સાધુઓને વાંદ્યા. પછી તેના બાળમિત્રોએ હાંસી કરી કે ‘હે સ્વામિન્! આને તમે દીક્ષા આપો.' ત્યારે મુનિઓએ કહ્યું કે ‘હે મહાનુભાવ! જો તેને દીક્ષા ગ્રહણ કરવાનો મનોરથ હોય તો પેલા દૂર બેઠેલા અમારા ગુરુની પાસે જાઓ.' તેથી તે બાળમિત્રો વણિકપુત્ર સહિત ગુરુ પાસે આવ્યા. ત્યાં પણ ગુરુને વાંદીને તેઓ હાસ્યથી બોલ્યા કે ‘મહારાજ ! આને દીક્ષા આપો.' તે સાંભળીને આચાર્ય મૌન રહ્યા. ત્યારે મિત્રોએ ફરીથી કહ્યું કે હે સ્વામિન્! આ નવા પરણેલા અમારા મિત્રને આપ શિષ્ય કરો.’ છતાં પણ ગુરુ તો મૌન રહ્યા. ત્યારે તેઓએ ત્રીજી વાર પણ તે જ પ્રમાણે. કહ્યું એટલે ચંડરુદ્રાચાર્યને ક્રોધ ચડ્યો. તેથી બળાત્કારે તે નવા પરણેલા બાળકને પકડી, બે પગની વચ્ચે રાખી તેના કેશનો લોચ કરી નાંખ્યો. તે જોઈને બીજા બધા મિત્રો ત્યાંથી નાસી ગયા. તેઓ વિચાર કરવા લાગ્યા કે ‘અરે ! આ શું થયું ?’ એ પ્રમાણે વિલખા પડી તેઓ જોવા પણ ઊભા રહ્યા નહીં.
પછી નવદીક્ષિત શિષ્યે ગુરુને કહ્યું કે ‘હે ભગવન્ ! હવે આપણે અહીંથી અન્ય સ્થાને ચાલ્યા જઈએ. કારણ કે મારાં માતાપિતા તથા શ્વસુરપક્ષ વગેરે જો આ વાત જાણશે તો તેઓ અહીં આવી તમને મોટો ઉપદ્રવ કરશે.’ ત્યારે ગુરુએ કહ્યું કે ‘હું રાત્રે જવાને અશક્ત છું.' ત્યારે તે નવદીક્ષિત શિષ્ય ગુરુને પોતાની ખાંઘ ઉપર બેસાડીને ત્યાથી ચાલ્યો. અંધારી રાત્રે ચાલતાં તેના પગ ઊંચી નીચી ભૂમિપર પડવાથી ચંડરુદ્રાચાર્ય ક્રોધિત થઈ તેના મસ્તક ઉપર દંડનો પ્રહાર કરવા લાગ્યા. તેથી તેના માથામાંથી રુધિર નીકળ્યું અને ઘણી વેદના થવા લાગી; પણ તેના મનમાં લેશ માત્ર પણ ક્રોઘ ઉત્પન્ન થયો નહીં. તે તો તેમાં પોતાનો જ વાંક માને છે અને વિચાર કરે છે કે ‘મને પાપીને ધિક્કાર છે ! કારણ કે આ ગુરુ મારે લીધે કષ્ટ ભોગવે છે. પ્રથમ તો ગુરુમહારાજ સ્વાધ્યાય અને ઘ્યાનમાં સ્થિત થયેલા હતા. તેને મેં દુષ્ટ રાત્રે ચલાવ્યા. આ અપરાધથી હું કેવી રીતે મુક્ત થઈશ ?” આ પ્રમાણે શુભ ભાવના ભાવતાં શુભ ધ્યાનથી ઘાતીકર્મનો ક્ષય કરી તે કેવળજ્ઞાન પામ્યા.
પછી તો સર્વત્ર જ્ઞાનનો પ્રકાશ થવાથી તે સારી રીતે ચાલવા લાગ્યા. એટલે ગુરુએ પૂછ્યું કે ‘હવે તું કેમ સારી રીતે ચાલે છે? સંસારમાં દંડપ્રહાર - એ જ સારરૂપ જણાય છે. દંડમહારને લીધે જ તું માર્ગમાં સરલતાથી ચાલે છે.' ત્યારે શિષ્યે કહ્યું કે હું સરલ ગતિએ ચાલું છું તે આપનો જ પ્રસાદ છે, આપની જ કૃપા છે.’ એટલે ગુરુએ પૂછ્યું કે ‘તને કાંઈ જ્ઞાન થયું છે?’ ત્યારે શિષ્યે કહ્યું કે ‘હા