________________
(૨૯) સુનક્ષત્ર મુનિનું દ્રષ્ટાંત
૧૪૫ વૃદ્ધ ઘણા વાર્યા તોપણ તેઓએ તે શિખર તોડ્યું, તો તેમાંથી અતિ ભયંકર દ્રષ્ટિવિષ સર્પ નીકળ્યો. તેણે સૂર્ય સામું જોઈ તેમની ઉપર દૃષ્ટિ ફેંકી, જેથી તે બધા ભસ્મ થઈ ગયા. પેલો વૃદ્ધ વાણીઓ બચ્યો. તેવી રીતે હે આનંદ!તારો ઘર્માચાર્ય પણ પોતાની ઋદ્ધિથી તૃપ્ત ન થતાં મારી ઈર્ષ્યા કરે છે તેથી હું તેને બાળીને ભસ્મ કરી નાખીશ. પરંતુ તું તેને હિતોપદેશ દેનાર હોવાથી તેને હું બાળીશ નહીં.”
એ પ્રમાણે સાંભળીને ભયભીત થયેલા આનંદે ભગવાનને સર્વ હકીકત કહી અને ગૌતમ આદિ મુનિઓને તે વાત જણાવી. પછી ભગવાનની આજ્ઞાથી તેઓ સર્વ ભગવંતની દૂર પોતપોતાને સ્થાને બેસી ગયા. એટલામાં ગોશાલક ત્યાં આવી પ્રભુને કહેવા લાગ્યો કે હે કાશ્યપ! તું મને પોતાનો શિષ્ય કહે છે તે ખોટું છે. તે તારો શિષ્ય તો મરી ગયો. હું તો તેનું શરીર બળવાન જાણીને તે શરીરમાં સ્થિતિ કરીને રહ્યો છું.” એ સાંભળીને “આ ભગવાનની અવજ્ઞા કરે છે એમ જાણી ગુરુભકિતમાં અત્યંત રાગવાળા સુનક્ષત્ર નામના સાઘુએ ગોશાલકને કહ્યું કે અરે! તું તારા ઘર્માચાર્યની નિંદા કેમ કરે છે? તું તે જ ગોશાલક છે (બીજો નથી). એ સાંભળીને ગોશાલકે ક્રોઘવશ થઈ તેજોલેશ્યાથી સુનક્ષત્ર મુનિને બાળી નાખ્યા. સમાધિથી મૃત્યુ પામી તે આઠમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. એ સમયે બીજા સર્વાનુભૂતિ નામના સાઘુએ પણ સર્વ જીવોને ખમાવી અનશન કરી ગોશાલકની સન્મુખ આવીને કહ્યું કે તું સ્વઘર્માચાર્યની નિંદા કેમ કરે છે?” તેથી દુખ ગોશાલકે તેમને પણ બાળી નાંખ્યા. તે મરીને બારમા દેવલોકમાં ઉત્પન્ન થયા. - પછી ભગવાને કહ્યું કે “હે ગોશાલક! તું શા માટે તારા દેહને ગોપવે છે? જેમ કોઈ ચોર ભાગતો સતો, કોઈ પોતાને ન દેખે તેટલા માટે તરણું પોતાની આડું ઘરે છે પણ તેથી તે છાનો રહેતો નથી, તેવી રીતે તું પણ મારાથી જ બહુશ્રુત થયો છે અને મારી જ અપલાપના કરે છે.” ઇત્યાદિ વચનોથી ક્રોધિત થઈ તેણે ભગવાનની ઉપર પણ તેજલેશ્યા મૂકી. તે તેજોવેશ્યા ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરી પાછી વળીને ગોશાલકના શરીરમાં જ પેઠી. પછી ગોશાલક બોલ્યો કે હે કાશ્યપ! તું આજથી સાતમે દિવસે મરણ પામીશ'. ત્યારે ભગવાને કહ્યું કે “હું તો હજુ સોળ વર્ષ સુધી કેવળપણે વિચરીશ, પરંતુ તું તો આજથી સાતમે દિવસે મોટી વેદના ભોગવીને મરણ પામીશ.” - પછી ગોશાલક પોતાને સ્થાને આવ્યો. સાતમે દિવસે શાંત પરિણામથી તેને સમકિત ફરશ્ય તેથી તે મનમાં વિચાર કરવા લાગ્યો–“અરે! મેં આ અત્યંત વિરુદ્ધ આચરણ કર્યું. મેં ભગવાનની આજ્ઞાનો લોપ કર્યો! મેં સાધુઓનો ઘાત કર્યો! આવતા ભવમાં મારી શી ગતિ થશે? એ પ્રમાણે વિચારી શિષ્યોને બોલાવી કહ્યું કે “મારા મરણ પછી મારા મડદાને પગથી બાંધીને શ્રાવસ્તી નગરીમાં ચારે તરફ