________________
(૩૧) કાલિકાચાર્યની કથા
૧૫૩
ત્યારે વળી દત્તે કહ્યું કે “તમે આવો આડો ઉત્તર કેમ આપો છો? યજ્ઞનું ફળ જેવું હોય તેવું સત્ય કહો.” ત્યારે કાલિકાચા વિચાર કર્યો કે આ રાજા છે અને યજ્ઞમાં પ્રીતિવાળો છે, છતાં જે બનવાનું હોય તે બનો પણ હું મિથ્યા બોલીશ નહીં. પ્રાણાંતે પણ મિથ્યા બોલવું કલ્યાણકારી નથી. કહ્યું છે કે
निंदन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा
न्यायात्पथः प्रविचलन्ति पदं न धीराः॥ નીતિમાં નિપુણ ગણાતા લોકો ભલે નિંદા કરો અથવા સ્તુતિ કરો, લક્ષ્મી ભલે પ્રાપ્ત થાઓ અથવા મરજી મુજબ ચાલી જાઓ, મરણ આજ થાઓ અથવા યુગને અંતે થાઓ, પરંતુ વીર પુરુષો નીતિના માર્ગથી એક પગલું પણ ખસતા નથી.”
આ પ્રમાણે વિચારી કાલિકાચાર્યે કહ્યું કે “હે દત્ત! હું નિશ્ચયપૂર્વક કહું છું કે નરકગતિ એ જ યજ્ઞનું ફળ છે.” કહ્યું છે કે
यूपं छित्वा पशून् हत्वा कृत्वा रुधिरकर्दमम् । ।
ય ગ , નર. ન | “યશસ્તંભ છેદી, પશુઓને હણી અને રુધિરનો કીચડ કરી જો સ્વર્ગે જવાતું હોય તો પછી નરકમાં કોણ જશે?”
દરે કહ્યું–‘એ કેવી રીતે જણાય? | ગુએ કહ્યું-“આજથી સાતમે દિવસે ઘોડાના પગના ડાબલાથી ઊડેલી વિણ તારા મુખમાં પડશે, અને પછી તે લોઢાની કોઠીમાં પુરાઈશ. આ અનુમાનથી તારી અવશ્ય નરકગતિ થવાની છે એમ જાણજે.”
દત્તે કહ્યું–તમારી શી ગતિ થશે?”
ગુરુએ કહ્યું- “અમે ઘર્મના પ્રભાવથી સ્વર્ગે જઈશું.” ( આ પ્રમાણે સાંભળીને ક્રોધિત થયેલા દત્તે કહ્યું કે જો સાત દિવસની અંદર આ વાક્ય પ્રમાણે નહીં બને તો પછી હું અવશ્ય આપને મારી નાંખીશ.’ આમ કહી કાલિકાચાર્યની આસપાસ રાજસેવકોને મૂકી પોતે નગરમાં આવ્યો અને આખા શહેરના તમામ રસ્તાઓ અપવિત્ર પદાર્થો કાઢી નખાવી સાફ કરાવ્યા અને સર્વ સ્થળે પુષ્પો વેરાવ્યાં. પોતે અંતઃપુરમાં જ રહ્યો. એ પ્રમાણે છ દિવસો વ્યતીત થયા. પછી આઠમા દિવસની ભ્રાંતિથી સાતમે દિવસે ક્રોઘયુક્ત બની ઘોડા ઉપર સવાર થઈ ગુરુને હણવા ચાલ્યો. તેવામાં કોઈ એક વૃદ્ધ માળી દાસ્ત જવાની હાજતથી પીડા પામવાને લીધે રસ્તામાં જ વિષ્ટા કરી તેને પુષ્પોથી ઢાંકીને ચાલ્યો ગયો. તેના