________________
'
૧૯૫
(૪૬) ચાણક્યનું વૃત્તાંત
ગયો. થાળીની અંદર રહેલા પ્રતિબિંબિત ચંદ્રનું સંપૂર્ણ પાન થયું એટલે પેલું છિદ્ર પણ પૂર્ણ ઢંકાઈ ગયું. આમ તેનો દોહદ પૂર્ણ થયો. કારણ કે તે સમજી કે ‘મેં ચંદ્રનું પાન કર્યું.’ એ પ્રમાણે તેનો દોહદ પૂર્ણ કરી ‘આ ગર્ભ રાજ્યનો અધિપતિ થશે' એમ નિશ્ચય કરી ચાણક્ય ધાતુવિદ્યા શીખવા માટે દેશાંતર ગયો.
દેશાટન કરતાં કેટલેક કાળે ચાણક્યે સ્વર્ણસિદ્ધિ મેળવી. અહીં પેલી બાઈએ પુત્ર પ્રસવ્યો, તેનું ‘ચંદ્રગુપ્ત' નામ પાડ્યું, અનુક્રમે તે આઠ વર્ષનો થયો. એટલે ગામના સરખી વયના બાળકો સાથે રમવા લાગ્યો. રમતમાં પોતે રાજા થાય છે અને કોઈને ગામ આપે છે, કોઈને દેશ આપે છે અને કોઈને કિલ્લાનું અધિપતિપણું આપે છે. તેવા વખતમાં ચાણક્યે પણ ત્યાં આવીને તે જોયું, અને તેની પાસે યાચના કરી કે હે રાજન! બધાઓને જ્યારે તું મનવાંછિત આપે છે ત્યારે મને પણ કાંઈક વાંછિત આપ.' એટલે ચંદ્રગુપ્ત બોલ્યો કે ‘આ સઘળી ગાયો હું તને આપું છું, તે તું ગ્રહણ કર.' એ પ્રમાણે સાંભળીને ચાણક્ય બોલ્યો કે ‘આ બધી પારકી ગાયો છે તે મારાથી કેમ લઈ શકાય?” ત્યારે ચંદ્રગુપ્તે કહ્યું કે ‘જે સમર્થ હોય તેની જ આ પૃથ્વી છે:' ત્યારે ચાણક્યે છોકરાઓને પૂછ્યું કે ‘આ બાળક કોનો છે?’ બાળકોએ કહ્યું કે ‘એક પરિવ્રાજકને આપેલો અને ચંદ્રપાનના દોહદથી ઉત્પન્ન થયેલો ચંદ્રગુપ્ત નામનો આ બાળક છે.' એ સાંભળીને ચાણક્યે ચંદ્રગુપ્તને કહ્યું કે હે વત્સ ! જો તારે રાજ્યની ઇચ્છા હોય તો મારી સાથે ચાલ, હું તને રાજ્ય મેળવી આપીશ.' એ પ્રમાણે કહી ચંદ્રગુપ્તને સાથે લઈને ચાલ્યો.
અનુક્રમે ઘાતુવિદ્યાવડે ઘન ઉત્પન્ન કરી થોડું સૈન્ય મેળવી પાટલીપુત્રને ઘેરો ઘાલ્યો. નંદરાજાએ પોતાના મોટા સૈન્યથી તે સૈન્યને પરાજિત કર્યું, તેથી ચાણક્ય ચંદ્રગુસંને લઈને નાસી ગયો. નંદરાજાએ તેને પકડવા માટે પાછળ સૈન્ય મોકલ્યું. તેમાંનો એક સૈનિક નજીક આવી પહોંચ્યો, ત્યારે ચંદ્રગુપ્તને સરોવરમાં રાખીને અણક્ય પોતે ધ્યાન ઘરી યોગી થઈને બેઠો. તે વખતે તે સૈનિકે આવીને પૂછ્યું કે હૈ યોગીશ્વર! નંદરાજાના વૈરી ચંદ્રગુપ્તને જતાં તમે જોયો છે?' ચાણક્યે આંગળીની સંજ્ઞાથી સરોવરમાં રહેલા ચંદ્રગુપ્તને બતાવ્યો. તેને પકડવા માટે ઘોડા ઉપરથી ઊતરીને તે સૈનિક લૂગડાં ને શસ્ત્રો ઉતારી જળમાં પ્રવેશ કરવા લાગ્યો. તેવામાં ચાણક્યે ઊઠીને તે સૈનિકનું મસ્તક તેના જ ખડ્ગથી છેદી નાંખ્યું. પછી ચંદ્રગુપ્તને બોલાવીને તેના ઘોડા ઉપર બેસાડીને તેઓ આગળ ચાલ્યા. માર્ગમાં ચાણક્ય ચંદ્રગુપ્તને પૂછ્યું કે હે વત્સ! મેં જ્યારે તને અંગુલિ સંજ્ઞાથી બતાવ્યો ત્યારે તને શો વિચાર આવ્યો ?’ ચંદ્રગુપ્તે કહ્યું ‘હે તાત! મેં વિચાર્યું કે આપે જે કર્યું હશે તે વાજબી જ કર્યું હશે.’ એ પ્રમાણે સાંભળીને ચાણક્યે ચિંતવ્યું કે ‘આ ચંદ્રગુપ્ત સુશિષ્યની પેઠે આજ્ઞાંકિત થશે.’