________________
૧૯૯
ઉપદેશમાળા ચાણક્ય અને ચંદ્રગુપ્ત એ પ્રમાણે વાતચીત કરતાં ચાલ્યા જતા હતા, તેવામાં એક બીજો સૈનિક તેઓની પાછળ આવ્યો. ફરીથી ચંદ્રગુપ્તને સરોવરમાં રાખીને લૂગડાં ઘોતા ઘોબીને ભય દેખાડી નસાડી મૂક્યો અને ચાણક્ય પોતે ઘોબી બની લૂગડાં ઘોવા લાગ્યો. એ વખતે સૈનિકે આવીને પૂછ્યું કે “ચંદ્રગુપ્ત ક્યાં છે?” ત્યારે ચાણક્ય પૂર્વવતુ અંગુલિસંજ્ઞાથી તેને તળાવમાં બતાવ્યો અને પ્રથમ પ્રમાણે તેનું પણ માથું કાપી નાખ્યું. પછી બન્ને જણ બેઉ ઘોડા ઉપર સવાર થઈ આગળ ચાલ્યા. મધ્યાહે ચંદ્રગુપ્તને ભૂખ લાગી. ત્યારે ચંદ્રગુપ્તને ગામની બહાર રાખી ચાણક્ય ગામમાં આવ્યો. તે વખતે તેની સામે દહીંભાત ખાઈને આવતો બ્રાહ્મણ મળ્યો. ચાણક્ય પૂછ્યું કે “અરે ભટજી! આપે શું ભોજન લીધું છે?” તેણે કહ્યું કે “મેં દહીંભાત ખાઘા છે.” પછી ચાણક્ય વિચાર કર્યો કે “ગામમાં ભિક્ષા માટે ફરતાં મને ઘણી વાર લાગશે, તેથી નંદ રાજાના પાછળ આવતાં યોદ્ધાઓ કદાચ ચંદ્રગુપ્તને પકડીને મારી નાંખે; માટે આ બ્રાહ્મણનું પેટ ચીરી દહીંભાતનો પડિયો ભરીને લઈ જાઉં.” એમ વિચારી તે પ્રમાણે કરી તે કરંબાવડે ચંદ્રગુપ્તને જમાડીને સંધ્યા સમયે કોઈક ગામે પહોંચ્યા.
ત્યાં ભિક્ષા અર્થે ભિક્ષુકવેષે કોઈ એક વૃદ્ધ સ્ત્રીને ઘેર ગયા. તે અવસરે તે વૃદ્ધાએ પોતાનાં બાળકોને ઊની રાબ પીરસી હતી, તેમાંથી એક બાળક થાળીના મધ્ય ભાગમાં હાથ નાંખવાથી દાઝી ગયો અને રડવા લાગ્યો. ત્યારે વૃદ્ધાએ કહ્યું કે તને ધિક્કાર છે! તું પણ ચાણક્યની પેઠે શા માટે મૂર્ણ થાય છે?” તે વચનો સાંભળીને ચાણક્ય તે બાઈને પૂછ્યું કે “હે માતા! ચાણક્ય કેવી રીતે મૂર્ખ થયો તે વાત કહો.” તેણે કહ્યું કે “સાંભળ, આગળના, પાછળનાં ને પડખે આવેલા ગામો ને નગરોને સાધ્યા વિના ચાણક્ય પહેલા જ પાટલીપુત્ર ગયો. એટલે તે હાર્યો ને ભાગી જવું પડ્યું. તેવી રીતે આ મારો પુત્ર પણ બાજુમાં રહેલી ઠંડી રાબને છોડીને મધ્યમાં રહેલી ઊની રાબમાં હાથ નાંખવાથી દાક્યો, તેથી રડે છે.”
પછી તે વૃદ્ધાએ આપેલો ઉપદેશ મનમાં યાદ રાખીને ચાણક્ય હિમાલય તરફ ગયો. ત્યાં તેણે પર્વત' નામના રાજાની સાથે મૈત્રી કરી. કેટલાક દિવસ ગયા પછી પર્વત રાજાને અર્થે રાજ્ય આપવું કબૂલ કરી મોટું સૈન્ય મેળવી આસપાસના અનેક દેશોને સાથીને પછી ચાણક્ય પાટલિપુત્ર આવ્યો. નંદરાજાની સાથે મોટું યુદ્ધ થયું. તેમાં નંદરાજા હાર્યો. તેથી તેણે ઘર્મકાર માગ્યું, એટલે પોતાને નીકળી જવાનો રસ્તો આપવાની યાચના કરી. ચાણક્ય તે વાત સ્વીકારી, તેથી તે રથમાં બેસી પોતાની સ્ત્રી, પુત્રી અને થોડું સારભૂત દ્રવ્ય લઈ નગર બહાર નીકળી ગયો.
તે વખતે રથમાં બેઠેલી નંદરાજાની પુત્રી નગરમાં પ્રવેશ કરતાં ચંદ્રગુપ્તનું લાવણ્ય જોઈ મોહ પામી. નંદરાજાએ તે જાણ્યું, એટલે ચંદ્રગુપ્ત ઉપર પુત્રીનો સ્નેહ