________________
૧૩
(૩૫) વરત્ત મુનિનું દ્રષ્ટાંત સ્થવિર મુનિ પાસે વૈરાગ્ય પરાયણ થઈને દીક્ષા લીઘી અને ગીતાર્થ (સૂત્ર અને અર્થનો જાણનાર) થયો.
વિહાર કરતાં ઘર્મઘોષ મુનિ અન્યદા વરદત્ત નામના નગરમાં વરદત્ત મંત્રીને ઘેર ગોચરી માટે ગયા. વરદત્ત મંત્રી દૂઘપાકનું ભોજન લઈને સન્મુખ વહોરાવવા આવ્યો અને કહ્યું કે “હે સ્વામી! આ નિર્દોષ અન્ન ગ્રહણ કરો. તેવામાં તે પાત્રમાંથી એક બિંદુ નીચે પડ્યું. તે જોઈ ઘર્મઘોષ મુનિ પાછા વળી ગયા. ત્યારે વરદત્ત મંત્રીએ વિચાર કર્યો કે “મુનિ આહાર માટે આવેલ છતાં આ શુદ્ધ આહાર તેમણે શા માટે ગ્રહણ કર્યો નહીં?” એ પ્રમાણે તે વિચાર કરે છે તેવામાં નીચે પડેલા દૂધપાકના બિંદુ ઉપર એક મક્ષિકા (માખી) બેઠી, તે માખીને જોઈને તેના ઉપર એક ગરોળી આવી, તે ગરોળી ઉપર એક કાકીડો આવ્યો. તે કાકીડાને મારવા એક બિલાડી દોડી, તે બિલાડીના વઘ માટે ઘરનો કૂતરો દોડ્યો, અને તે કૂતરાને મારવા માટે શેરીનો કૂતરો દોડ્યો. શેરીના કૂતરાને ઘરના નોકરોએ મારી નાંખ્યો. ત્યારે શેરીના લોકોએ ઘરના કુતરાને મારી નાંખ્યો. પછી ઘરના નોકરો અને શેરીના લોકો વચ્ચે પરસ્પર ગાળાગાળી થવા લાગી. તેમાંથી કજિયો વધ્યો અને ક્રોઘ વધી જવાથી બાણો અને ખગો વડે યુદ્ધ થવા લાગ્યું.
તે જોઈ વરદત્ત મંત્રીએ વિચાર કર્યો કે “અહો! આ સાધુને ઘન્ય છે કે જેણે આવો ભાવી ઉપદ્રવ જાણીને શુદ્ધ અન્ન આપતાં છતાં પણ ગ્રહણ કર્યું નહીં. આ જિનઘર્મને પણ ઘન્ય છે. હવે એ જંગમ તીર્થરૂપ સાઘનો મને કેવી રીતે મેળાપ થશે? એમ વિચાર કરતાં તેને જાતિસ્મરણશાન ઉત્પન્ન થયું એટલે પૂર્વ ભવનું સર્વ વૃત્તાંત દીક્ષાગ્રહણાદિ સ્મરણમાં આવ્યું. પછી સ્વયમેવ ચારિત્ર લઈ દેવતાએ આપેલો વેષ ઘારણ કરી સ્વયંબુદ્ધ એવા તે વરદત્ત મુનિ વિહાર કરતાં સુસમારનગરે આવ્યા અને નાગદેવના ચૈત્યમાં કાયોત્સર્ગ કરીને સ્થિત થયા.
. સુસમારનગરના રાજા ઘુંઘુમારને અંગારવતી' નામે અતિ રૂપવતી પુત્રી હતી. તેણે એકદા કોઈ યોગિની સાથે વિવાદ કર્યો અને યોગિનીને નિસ્તર કરી. યોગિનીને ક્રોઘ ઉત્પન્ન થયો, તેથી તેણે અંગારવતીનું રૂપ ચિત્રપટમાં આલેખીને ઉજયિનીના રાજા ચંડપ્રદ્યોતને બતાવ્યું. તેના રૂપથી મોહિત થઈને અને યોગિનીના મુખથી પણ “તે બહુ રૂપવતી છે' એમ સાંભળીને તે રાજાએ ધુંધુમાર રાજા પાસે દૂત મોકલી અંગારવતીની માગણી કરી. ઘુંઘુમારે કહેવરાવ્યું કે “પુત્રી મનની પ્રસન્નતાથી અપાય છે પણ બળાત્કારથી લઈ શકાતી નથી.” એ પ્રમાણે દૂતના મુખથી સાંભળી ચંડપ્રદ્યોત રાજાને અતિ ક્રોઘ ઉત્પન્ન થયો, તેથી મોટું લશ્કર લઈ સુસમારપુર આવીને ઘેરો ઘાલ્યો. અલ્પ સૈન્યવાળો ઘુંઘમાર રાજા નગરની અંદર જ રહ્યો, બહાર નીકળ્યો જ નહીં. એ પ્રમાણે ઘણા દિવસો વ્યતીત થયા.