________________
૧૬૪.
ઉપદેશમાળા એકદા ધુંધુમાર રાજાએ કોઈ નિમિત્તિયાને પૂછ્યું કે “મારો જય થશે કે પરાજય?” નિમિત્તિયાએ કહ્યું-હું નિમિત્ત જોઈને કહીશ.” પછી પેલા નિમિત્તિયાએ ચોકમાં આવીને ઘણાં બાળકોને બીવરાવ્યાં; એટલે તે બાળકો ભય પામીને નાગપ્રાસાદમાં રહેલા વરદત્ત મુનિ પાસે ગયાં. ભયથી આકુળવ્યાકુળ થયેલા તે બાળકોને જોઈને મુનિએ કહ્યું કે “હે બાળકો! તમે બીઓ નહીં, બીઓ નહીં, તમને ભય નથી.” આ પ્રમાણે મુનિનું વાક્ય સાંભળીને તે નિમિત્તિયાએ આવી રાજાને કહ્યું કે હે રાજનુ! આપને કોઈ પણ પ્રકારે ભય નથી. આપનો જય થશે.' એ પ્રમાણે સાંભળીને ધુંધુમાર રાજા અતિ હર્ષિત થયો અને નગરથી બહાર નીકળી યુદ્ધમાં ચંડપ્રદ્યોતને હરાવી તેને જીવતો પકડીને નગરમાં દાખલ થયો. પછી રાજાએ ચંદ્મદ્યોતને પૂછ્યું કે હું તને ક્યા પ્રકારનો દંડ કરું?” ત્યારે ચંડપ્રદ્યોતે કહ્યું કે હું તમારે ઘેર પરોણારૂપે આવ્યો છું. માટે પરોણાને ઉચિત હોય તે દંડ આપો.' એ પ્રમાણે વિનયયુક્ત કોમળ વાક્ય સાંભળીને ઘુંઘુમારે વિચાર કર્યો કે
गुरुरग्निर्द्विजातीनां वर्णानां ब्राह्मणो गुरुः । . .
पतिरेव गुरुः स्त्रीणां सर्वस्याभ्यांगतो गुरुः॥ “બ્રાહ્મણોના ગુરુ અગ્નિ છે, ત્રણ વર્ગોનો ગુરુ બ્રાહ્મણ છે, સ્ત્રીઓને ગુરુ. પતિ છે, અને અભ્યાગત (પરોણો) સર્વનો ગુરુ છે.” ' '
એ પ્રમાણે કહેલું હોવાથી આ ચંડપ્રદ્યોત માટે સર્વ રીતે પૂજ્ય છે. વળી મોટા પુરુષની પ્રાર્થનાનો ભંગ કરવો તે પણ શ્રેયને માટે નથી. કહ્યું છે કે___ याचमानजनमानसवृत्तिः, पूरणाय बत . जन्म न यस्य ।
तेन भूमिरति भारवतीयं, न द्रुमैर्न गिरिभिर्न समुद्रैः॥
“જે માણસ જન્મીને યાચના કરનાર માણસના મનોરથને પૂર્ણ કરી શકતો નથી તે માણસ જ આ ભૂમિ ઉપર ભારરૂપ છે. વૃક્ષો, પર્વતો કે સમુદ્રથી ભૂમિ ભારવાળી નથી.” આ પ્રમાણે વિચાર કરીને તેણે પોતાની પુત્રી તેને પરણાવી અને કહ્યું કે તમારે આ મારી પુત્રીને વિશેષ માનવતી કરવી.” તેથી તેણે પણ તેને પટ્ટરાણી કરી.
એક દિવસ ચંદ્મદ્યોતે એકાંતમાં અંગારવતી રાણીને પૂછ્યું કે તારો પિતા સ્વલ્પ સૈન્યવાળો છતાં મને કેવી રીતે જીતી શક્યો?” ત્યારે અંગારવતીએ કહ્યું કે
સ્વામિનું! નાગપ્રાસાદમાં રહેલા એક મુનિએ કહેલા નિમિત્તના પ્રભાવથી મારા પિતાનો જય થયો.” તે સાંભળી ચંડપ્રદ્યોત રાજાએ ત્યાં આવી તે મુનિને કહ્યું કે હે નૈમિત્તિક મુનિ! હું તમને વાંદું છું. એ પ્રમાણે મુનિનું હાસ્ય કર્યું. - વરદત્ત મુનિએ વિચાર્યું કે મેં ક્યારે નિમિત્ત કહેલું છે?’ એ પ્રમાણે વિચારતાં તેમણે જાણ્યું કે “સત્ય છે, ત્રાસ પામીને અહીં આવેલા બાળકોને ‘તમે બીઓ નહીં,