________________
૧૮૬
ઉપદેશમાળા
દીર્ઘ રાજાએ ચૂલણી રાણીને કુમારની તે હકીકત જણાવી, ત્યારે ચૂલણીએ કહ્યું કે ‘એ તો બાલક્રીડા છે, તેનાથી શું બીઓ છો? માટે સ્વસ્થ થાઓ.' એ પ્રમાણે કેટલાક દિવસો વ્યતીત થતાં ફરીથી બ્રહ્મદત્તે દીર્ઘરાજાની સમક્ષ હંસી ને બગલાનો સમાગમ કરાવી પૂર્વવત્ જનસમૂહની આગળ કહ્યું. ભયથી આકુળ થયેલા રાજાએ ચૂલણી રાણીને કહ્યું કે ‘તારા પુત્રે આપણા બેના સંબંધની હકીકત જાણી છે, તેથી આપણો નિઃશંક સમાગમ હવે કેવી રીતે થઈ શકે? માટે તું તેને મારી નાખ; જેથી આપણે નિર્ભયપણે વિષયરસનો આસ્વાદ અનુભવીએ.’
ચૂલણીએ વિચાર્યું કે “હું આવું અકાર્ય કેવી રીતે કરું ? પોતાના હાથે-પોતાના પુત્રને મારી નાંખવો એ તદ્દન અયોગ્ય છે. કહ્યું છે કે વિષવૃક્ષોઽષિ સંવર્ય સ્વયં છેત્તુનસાંપ્રતમ્ ઝેરનું વૃક્ષ પણ મોટું કરી પોતે કાપી નાંખવું એ અયુક્ત છે.”.દીર્ઘ રાજાએ ફરીથી રાણીને કહ્યું કે ‘કુમારને મારી નાંખ, નહીંતર તારી સાથેના સંબંઘથી સર્યું.' એ સાંભળીને રાણીએ વિચાર કર્યો કે “વિષયસુખમાં વિઘ્ન કરનાર આ પુત્ર શા કામનો ? માટે તેને અવશ્ય મારી નાંખવો જોઈએ.' અહો ! આ વિષયવિલાસને ધિક્કાર છે! કહ્યું છે કે—
.
दिवा पश्यति नो घूकः काको नक्तं न पश्यति । अपूर्वः कोऽपि कामांधो, दिवा नक्तं न पश्यति ॥
ઘુવડ દિવસે જોઈ શકતો નથી, કાગ રાત્રે જોઈ શકતો નથી, પણ કામાંધ પુરુષ તો કોઈ એવો અપૂર્વ અંધ છે કે તે દિવસે તેમજ રાત્રે—બન્ને વખતે જોઈ શકતો નથી.’’ પછી ચૂલણીએ વિચાર કર્યો કે ‘આ પુત્રને પણ મારવો અને યશની પણ રક્ષા કરવી, માટે પુત્રને મોટા મહોત્સવથી પરણાવી એક લાક્ષાગૃહ કરાવી તેની અંદર સુતેલા તેને બાળી નાખું; જેથી લોકમાં મારો અપયશ ન થાય.' એ પ્રમાણે વિચારી તેણે લાક્ષાગૃહ કરાવ્યું અને તેને ચૂનાથી ઘોળાવ્યું. પછી પુષ્પચૂલ રાજાની પુત્રી સાથે મોટા મહોત્સવથી બ્રહ્મદત્તને પરણાવ્યો.
તે સઘળું ઘનુ મંત્રીએ જાણ્યું તેથી મનમાં વિચાર કરવા લાગ્યો કે આ પાપિણીએ પુત્રને મારવાનો આ ઉપાય કર્યો છે, તો હું તેની રક્ષા કરવાનો ઉપાય કરું.’ આમ વિચારી તેણે દીર્ઘરાજા પાસે જઈને કહ્યું કે ‘હે રાજન્ ! હું હવે વૃદ્ધ થયો છું, તેથી જો આપ આજ્ઞા આપો તો હું તીર્થયાત્રાએ જાઉં અને મારો પુત્ર વરધનુ આપની સેવા કરશે.' એ સાંભળીને દીર્ઘ રાજાએ વિચાર કર્યો કે ‘આ મંત્રી દૂર રહ્યો સતો કંઈ પણ વિપરીત કરશે, માટે તેને તો પાસે જ રાખવો સારો.' એમ મનમાં વિચારી દીર્ઘરાજાએ કહ્યું કે ‘તીર્થગમન કરવાનું શું કારણ છે? અહીં જ તીર્થરૂપ ગંગા છે, તેથી ગંગા કિનારે દાનશાલામાં રહી દાન પુણ્ય કરો, બીજે જવાથી શું વિશેષ છે?” ઘનુ મંત્રીએ એ વાત કબૂલ કરી. પછી ગંગા કિનારે