________________
(૪૩) ચૂલણી રાણીનું દૃષ્ટાંત
૧૮૭ દાનશાલામાં રહીને તેણે લાક્ષાગૃહથી બે ગાઉ સુધી સુરંગ ખોદાવી, અને વરઘનું મારફત પુષ્પચૂલ રાજાને જણાવ્યું કે “આજ શયનભુવનમાં તમારી પુત્રીને બદલે સર્વ અલંકારોથી અલંકૃત કરી કોઈ રૂપવતી દાસીને મોકલજો.” તેથી પુષ્પચૂલ રાજાએ દાસીને મોક્લી. બ્રહ્મદત્ત પોતાના પ્રાણપ્રિય મિત્ર વરઘનુ સાથે શયનગૃહમાં આવ્યો. દાસી પણ ત્યાં આવી. બ્રહ્મદર તો જાણે છે કે “આ મારી પ્રાણવલ્લભા છે.' દાસીનું સ્વરૂપ તે જાણતો નથી. તે વખતે વરઘનુએ શૃંગાર ઉપર કથા કહેવાનું શરૂ કર્યું. તે સાંભળવાના રસમાં મગ્ન થવાથી બ્રહ્મદત્તને પણ નિદ્રા આવી નહીં.
હવે મધ્ય રાત્રિએ સર્વ લોકો સુઈ જતાં ચૂલણી રાણીએ આવીને લાક્ષાગૃહને આગ લગાડી. તે લાક્ષાગૃહને ચોતરફથી બળતું જોઈને બ્રહ્મદરે કહ્યું કે “હે મિત્ર! હવે શું કરવું?' ત્યારે વરઘનુએ કહ્યું કે “મિત્ર!ચિંતા શા માટે કરો છો? આ જગ્યા ઉપર પગનો પ્રહાર કરો. પછી બ્રહ્મદરે પગના પ્રહારથી સુરંગનું બારણું ઉઘાડ્યું. બન્ને જણ પેલી સ્ત્રીને ત્યાં જ રહેવા દઈને તે માર્ગે નાસી ગયા. સુરંગને છેડે મંત્રીએ પવનવેગી બે ઘોડા તૈયાર રાખ્યા હતા. બન્ને જણ તે બે ઘોડા ઉપર સવારી કરીને ભાગ્યા. પચાસ યોજના ગયા, ત્યાં બન્ને ઘોડા અત્યંત થાકી જવાથી મરી ગયાં. પછી તે બન્ને જણા પગે ચાલીને કોષ્ટક નગરે ગયા. ત્યાં કોઈ બ્રાહાણને ઘરે ભોજન લીધું અને તે બ્રાહ્મણની પુત્રી સાથે બ્રહ્મદત્ત પરણ્યો. પછી ઘણાં શહેરો અને ઘણાં ગામોમાં કોઈ ઠેકાણે ગુપ્ત રીતે અને કોઈ ઠેકાણે પ્રગટપણે ફરતાં ફરતાં તે બ્રહ્મદત્ત અનેક સ્ત્રીઓ પરણ્યો. એ પ્રમાણે એકસો વર્ષ ભમ્યો. પછી અનુક્રમે કાંપિલ્યપુરમાં આવી દીર્ઘ રાજાને મારી નાંખીને તેણે પોતાનું રાજ્ય પાછું લીધું. પછી છ ખંડ સાથીને તે બારમો ચક્રી થયો.
એક દિવસે રાજ્યનું પાલન કરતાં પુષ્પનો ગુચ્છ જોઈને બ્રહ્મદત્તને જાતિસ્મરણજ્ઞાન થયું. પૂર્વ ભવના ભાઈ ચિત્રનો જીવ પ્રતિબોઘ પમાડવા ત્યાં આવ્યો, પરંતુ તે પ્રતિબોઘ પામ્યો નહીં. સોળ વર્ષનું આયુષ્ય બાકી રહેતાં કોઈ ગોવાળીઆએ તેના આંખના ડોળા કાઢી લીઘા, અર્થાત્ આંખો ફોડી નાખી. “આ બધું એક બ્રાહ્મણનું ચરિત્ર છે' એમ જાણી બ્રાહ્મણોનાં નેત્રો કઢાવતો સતો રૌદ્રા ધ્યાનવડે ઘણા અશુભ કર્મો બાંધી, સાતસો વર્ષનું આયુષ્ય પૂરું કરી સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નરકાવાસમાં ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થયો.
આ સઘળો સંબંઘ વઘારે વિસ્તારથી કવરદસ્તેહિં વિ એ ૩૧ વીં ગાથાના વિવરણમાં પૃષ્ઠ પ૬ ઉપર આવી ગયું છે, ત્યાંથી જાણી લેવું. અહીં તો આ પ્રમાણે માતાનો સ્નેહ પણ કૃત્રિમ છે, એવો આ ગાથાનો ઉપદેશ છે.
सव्वंगोवंगविगत्तणाओ जगडण विहेडणाओ अ । વાસી ય રતિલગો, પુરાણ પિયા વાયવેક ૧૪દા