________________
૧૮૮
ઉપદેશમાળા
અર્થ–“રાજ્યનો તરસ્યો એવો કનકકેતુ નામનો પિતા પોતાના પુત્રોને સર્વ અંગોપાંગ દવે કરીને કદર્થના કરીને વિવિધ પ્રકારની યાતના (પીડા) કરતો હતો. માટે પિતાનો સંબંધ પણ કૃત્રિમ છે.” | કનકકેતુ રાજા રાજ્યના લોભથી તેમાં અંઘ થઈ જવાથી પોતાને જે પુત્ર થાય તેના અંગોપાંગ છેદવાવડે રાજ્યને અયોગ્ય કરતો હતો. તેનું વિશેષ ચરિત્ર તેની કથાથી જાણી લેવું.
કનકકેતુ રાજાની કથા તેતલપુર નગરમાં કનકકેતુ નામે રાજા હતો. તેને પદ્માવતી નામે પટ્ટરાણી હતી અને તેટલીપુત્ર નામે મંત્રી હતો. તે કારભારીને પોટ્ટિલા નામે અતિ વહાલી
સ્ત્રી હતી. વિષયસુખ ભોગવતાં કનકકેતુને ઘેર પુત્રનો જન્મ થયો. તે વખતે રાજા વિચારવા લાગ્યો કે “આ પુત્ર મોટો થતાં મારું રાજ્ય લઈ લેશે.' એવા ભયથી તેણે તેના હાથ કાપી નાંખ્યા. બીજો છોકરો થયો તેના પગ કાપી નાખ્યા. એ પ્રમાણે અનુક્રમે છોકરાં ઉત્પન્ન થતાં કોઈનો અંગછેદ કર્યો, કોઈની આંગળી કાપી નાંખી, કોઈનું નાક કાપી નાંખ્યું, કોઈના કાન કાપી નાંખ્યા તો કોઈની આંખ કાઢી નાંખી.
અનુક્રમે ઘણો કાળ વ્યતીત થતાં ફરીથી પદ્માવતીએ સુસ્વપ્નથી સૂચિત ગર્ભ ઘારણ કર્યો. તે વખતે મંત્રીની સ્ત્રી પોટ્રિલાએ પણ ગર્ભ ઘારણ કર્યો. તેથી મંત્રીને બોલાવી રાણીએ કહ્યું કે “સુસ્વપ્નથી સૂચિત મેં ગર્ભ ધારણ કર્યો છે, માટે તેના જન્મ વખતે આપે લઈ જઈને ગુપ્ત રીતે તેનું રક્ષણ કરવું કે જેથી તે રાજ્યાધિકારી થાય અને તમને પણ આધારભૂત થાય.” મંત્રીએ કબૂલ કર્યું. યોગ્ય સમયે પુત્ર પ્રસવ્યો. મંત્રીએ ગુપ્ત રીતે તે પુત્ર પોતાની સ્ત્રી પોટ્ટિલાને સોંપ્યો અને તે વખતે પોટ્ટિલાએ પ્રસવેલી પુત્રી રાણીને આપી. પછી દાસીએ રાજાને જણાવ્યું કે રાણીને પુત્રી જન્મી છે.”
અહીં મંત્રીને ઘેર રાજપુત્ર મોટો થતાં તેનું કનકધ્વજ નામ પાડ્યું. અનુક્રમે તે યૌવનવયને પ્રાપ્ત થયો. એ અવસરે કનક રાજા મૃત્યુ પામ્યો. તેથી સર્વ માંડલિક રાજા ચિંતા કરવા લાગ્યા કે હવે રાજ્ય કોને સોંપવું? તે વખતે મંત્રીએ રાણીની બધી હકીકત જણાવી. તેથી કનકધ્વજ રાજાનો પુત્ર છે એમ જાણી બઘા ઘણા ખુશી થયા અને તેને મોટા આડંબરથી રાજ્યગાદીએ બેસાડ્યો.
કનકધ્વજ રાજા, આ મંત્રીએ મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે એમ જાણી, તેનું ઘણું સન્માન કરવા લાગ્યો. ઘણા આનંદથી રાજ્યનું પાલન કરતાં કેટલોક વખત વ્યતીત થયો. અન્યદા મંત્રીની સ્ત્રી પોટ્ટિલા જે પહેલાં મંત્રીને પ્રાણ કરતાં પણ અધિક પ્રિય હતી તે કોઈ કર્મના દોષથી અપ્રિય થઈ પડી. તેથી મંત્રીએ તેની શપ્યા જુદી કરાવી, જેથી પોટ્ટિલાના મનમાં ઘણું દુઃખ થવા લાગ્યું. કહ્યું છે કે