________________
૧૮૪
ઉપદેશમાળા गुरु गुरुतरो य अइगुरु, पियमाइ अवच्चपिअजणसिणेहो। चिंतिजमाण गुविलो, चत्तो अइधम्मतिसिएहिं ॥१४२॥
અર્થ–“ગુરુ એટલે ઘણો, ગુરુતર એટલે તેથી વઘારે, અતિગુરુ એટલે તેથી પણ વઘારે એવો પિતા, માતા, અપત્ય (પુત્ર) અને પ્રિયજન એટલે સ્ત્રી-પરિજન આદિ, તેનો અનુક્રમે વઘતો જે સ્નેહ તે વિચાર્યો સતો ગુહિલો એટલે મહા ગહન છે-અનંત ભવના હેતુભૂત છે, એમ જાણીને ઘર્મના અતિ તૃષિત એટલે ઘર્મના અત્યંત ઇચ્છુક એવા પ્રાણીઓએ તેને તજી દીઘો છે, કારણકે તે સ્નેહ ઘર્મનો શત્રુભૂત છે.” એમ જાણીને બીજા પણ ઘર્મના ઇચ્છુક જનોએ બંઘુવર્ગના સ્નેહમાં ન મૂંઝાતા તેને તજી દેવો જોઈએ.
अमुणियपरमत्थाणं, बंधुजणसिणेहवइयरो होइ । .. अवगयसंसारसहाव, निच्छयाणं समं हिययं ॥१४३॥ ..
અર્થ–“નથી જાણ્યો પરમાર્થ જેણે એવા પ્રાકૃત (અજ્ઞાની) પ્રાણીઓને જ બંધુજનના સ્નેહનો સંબંઘ થાય છે અને જેણે સંસારના સ્વભાવને નિશ્ચયે જાણ્યો છે તેનું હૃદય તો સમાન હોય છે.” ભાવાર્થ-જેણે સંસારનું સ્વરૂપ જાણ્યું નથી એવા મંદબુદ્ધિઓને બંઘુજનોનો સ્નેહ પ્રતિબંઘ કરનાર થાય છે, પણ પંડિત બુદ્ધિવાળા કે જેઓએ સંસારનું સ્વરૂપ જાણ્યું છે અને સઘળો સંસારનો સંબંઘ તજી દીઘો છે તેમના હૃદયમાં તો શત્રુ અને મિત્ર પર સમાન ભાવ હોય છે, તેથી તેમને બંધુજનનો સ્નેહ પ્રતિબંઘકારક થતો જ નથી.
આ माया पिया य भाया, भजा पुत्त सुही य नियगा य ।
इह चेव बहुविहाई, करंति भयवेमणस्साई ॥१४४॥ અર્થ–“માતા, પિતા, ભ્રાતા (ભાઈ), ભાર્યા (સ્ત્રી), પુત્ર, સુહૃદ (મિત્રો, અને નિજકાદ એટલે પોતાના સંબંધીઓ તે સર્વે આ ભવમાં જ બહુ પ્રકારના ભય એટલે મરણાદિ અને વૈમનસ્ય એટલે મન સંબંધી દુઃખોને ઉત્પન્ન કરે છે.” તે જ અનુક્રમે કહે છે–
माया नियगमइ विगप्पियम्मि अत्थे अपूरमाणम्मि।
पुत्तस्स कुणइ वसणं चुलणी जह बंभदत्तस्स ॥१४५॥ અર્થ–“પોતાની બુદ્ધિવડે વિચારેલા પોતાના અર્થમાં (કાર્યમાં) અપૂર્યમાણ (નહીં પુરાયેલી) અર્થાત્ પોતાનું ઘારેલું કાર્ય પરિપૂર્ણ જેને થયું નથી એવી માતા પોતાના પુત્રને પણ વ્યસન (કષ્ટ) કરે છે. જેમ ચૂલણીએ બ્રહ્મદત્તને કર્યું તેમ.”
ભાવાર્થ-બીજા રાજા સાથે વિષયાસક્ત થયેલી ચૂલણીએ પોતાના ચક્રવર્તી થનાર પુત્રને પણ વચ્ચેથી ફાસ કાઢી નાંખવાની બુદ્ધિથી પ્રાણાંત કષ્ટમાં નાખ્યો.