________________
(૪૨) સ્કંદકુમારનું દ્રષ્ટાંત
હ
તે સકળ સિદ્ધાંતોરૂપી સમુદ્રના પારગામી થયા. ગુરુની આજ્ઞા લઈ જિનકલ્પમાર્ગને ગ્રહણ કરી એકલા વિહાર કરવા લાગ્યા. તેમને અતિ ઉગ્રવિહારી જાણીને સર્વ સેવકો પોતપોતાના સ્થાનકે ગયા.
એક દિવસ વિહાર કરતાં તેઓ કાંતિપુરીએ આવ્યા. ત્યાં મહેલના ઝરૂખામાં પોતાના પતિ સાથે સોગઠાબાજી રમતી તેમની બહેન સુનંદાએ તેમને જોયા, તેથી તેને અત્યંત હર્ષ થયો, આંખમાં હર્ષના આંસુ આવ્યા, અને વૃષ્ટિથી હણાયેલાં કદંબ પુષ્પોની જેમ તેનાં રોમરાય વિકસ્વર થયાં. તે મનમાં વિચાર કરવા લાગી કે “આ મારો સહોદર હશે કે નહીં?” એ પ્રમાણે બંપ્રેમથી નેત્રમાં હર્ષાશ્રુ લાવતી સુનંદાને સ્કંદમુનિએ ઓળખી, પણ તેણે તેના ઉપર જરા પણ સ્નેહ આણ્યો નહીં.
રાજાએ તે બન્નેનું સ્વરૂપ જોઈ ભાઈબહેનનો સંબંધ નહીં જાણતો હોવાથી મનમાં વિચાર કર્યો કે “આ સુનંદાને આ સાધુ સાથે અત્યંત રાગ હોય એમ જણાય છે.' એ પ્રમાણે વિચારી દુર્બદ્ધિથી રાત્રે કાયોત્સર્ગમુદ્રાથી વનમાં રહેલા સ્કંદ ઋષિને રાજાએ મારી નંખાવ્યા. પ્રાતઃકાલમાં લોહીથી લાલ થયેલી મુહપતીને કોઈ પક્ષીએ ચાંચમાં લઈ રાણીના મહેલના આંગણામાં નાંખી. તે મુહપતી જોઈને રાણીને મનમાં શંકા પડી, એટલે તરત જ દાસીને બોલાવીને તે સંબંધી પૂછયું. દાસીએ કહ્યું કે “આપે ગઈ કાલે જે સાધુને જોયા હતા તે જ સાધુને કોઈ પાપીએ મારી નાંખ્યા હોય એમ જણાય છે. આ તેની જ મુહપત્તી દેખાય છે.” ' તે સાંભળીને રાણી મૂર્ણિત થઈ અને જાણે વજથી હણાઈ હોય તેમ ભૂમિ પર - પડી ગઈ. શીતલ ઉપચારોથી તેને સાવઘ કરી એટલે રુદન કરતી સતી તે બોલવા લાગી કે “કદાચ તે મારો ભાઈ હશે તો હું શું કરીશ? કારણકે મારા ભાઈએ દીક્ષા લીથી છે એવું સંભળાય છે, અને તે સાઘુના દર્શનથી મને પણ બંધુને જોવાથી કે જેવો આનંદ થાય તેવો આનંદ થયો હતો. એવું વિચારી તેણે એક સેવકને પોતાના પિતાને ઘરે મોક્લી ખબર મંગાવી. તેથી પોતે ઘારેલ બધું ખરું છે એમ જાણી તેનું હૃદય અતિ દુખથી ભરાઈ આવ્યું. તે મોકલે કંઠે રુદન કરવા લાગી કે હે બંધુ! હે ભાઈ! હે સહોદર! હે વીર! તું મને મારા પ્રાણ કરતાં પણ વઘારે વહાલો છે. તેં આ શું કર્યું? તારું સ્વરૂપ મને પણ જણાવ્યું નહીં? તેં તો આ પૃથ્વી પર વિહાર કરીને તેને તીર્થરૂપ બનાવી છે પણ હું તો મહા પાપ કરનારી છું, કેમકે તારા પર મારી દ્રષ્ટિ પડવાથી તે નિમિત્તે તારો ઘાત થયો છે. મારું શું થશે? હું ક્યાં જાઉં? શું કરું?” આમ અનેક પ્રકારે વિલાપ કરતી સુનંદાને મંત્રીઓએ અનેક પ્રકારનાં અપૂર્વ નાટક વગેરે બતાવીને લાંબે વખતે શોકરહિત કરી.
એ પ્રમાણે બીજાઓએ પણ સ્કંદ મુનિની પેઠે નિર્મોહપણું ઘારણ કરવું, એવો આ કથાનો ઉપદેશ છે.