________________
૧૭
(૩૭) સાગરચંદ્ર કુમારનું દ્રષ્ટાંત
धम्ममिणं जाणंता गिहिणो वि दढव्वया किमुअ साहू ।
તમામેત્રાહિર, સાગરલેળ ફયુવમા ૧૨૦ * અર્થ-“આ જિનભાષિત ઘર્મને જાણનારા–તેને સમ્યગુ પ્રકારે સમજનારા એવા ગૃહસ્થ શ્રાવકો પણ દ્રઢ વ્રતવાળા (ત ઘારણ કરવામાં દ્રઢ) હોય છે, તો પછી સાઘુ કેમ વૃઢ વ્રતવાળા ન હોય? હોય જ. અહીં કમળામેલાના સંબંધમાં આવેલા સાગરચંદ્ર કુમારની ઉપમા અર્થાત્ તેનું વ્રત જાણવું.”
સાગરચંદ્ર કુમારનું દ્રષ્ટાંત દ્વારિકાનગરીમાં કૃષ્ણ રાજા રાજ્ય કરે છે. તેમને બલભદ્ર નામે મોટા ભાઈ છે, અને નિષઘ નામે પુત્ર છે. તે નિષઘને સાગરચંદ્ર નામે કુમાર છે. તે નગરીમાં ઘનસેન શ્રેષ્ઠીની પુત્રી કમલામેલા નામે છે. તેને ઉગ્રસેનના પુત્ર નભસેન વેરે આપેલી છે, પરણાવેલી છે.
એકદા નભસેનને ઘેર નારદ મુનિ આવ્યા. તે વખતે નભસેને ક્રીડામાં વ્યગ્રચિત્ત હોવાને લીધે તેમને આદર આપ્યો નહીં. તેથી અતિ ક્રોધિત થઈ નારદ મુનિ ત્યાંથી ઊડીને સાગરચંદ્રને ઘેર આવ્યા. તેણે નારદ મુનિનો વિનયપૂર્વક ઘણો આદરસત્કાર કર્યો અને સિંહાસન ઉપર બેસાડ્યા. પછી સાગરચંદ્ર તેમના પગ ઘોઈ હાથ જોડી ઊભો રહીને કહેવા લાગ્યો કે “હે સ્વામિન્! આપે જોયેલું, અનુભવેલું કે જાણેલું આશ્ચર્યકારી કોઈક કૌતુક કહો.” તેના વિનયથી રંજિત થયેલા નારદ મુનિએ કહ્યું કે “હે કુમાર! પૃથ્વીમાં કૌતુકો તો ઘણા જોવાય છે, પણ કમલામેલાનું રૂપ જે મેં જોયું છે તે મહા આશ્ચર્યકારક છે. એના જેવું રૂપ કોઈ પણ સ્ત્રીનું નથી. જેણે એ સ્ત્રીને જોઈ નથી તેનો જન્મ જ વૃથા છે, પરંતુ તેના માતાપિતાએ તેને નભસેનને આપીને કાચ અને મણિ જેવો તેનો અયોગ્ય સંબંધ કર્યો છે.” એ પ્રમાણે કહી સાગરચંદ્રના મનમાં પ્રીતિ ઉત્પન્ન કરીને નારદમુનિ કમલામેલાના મંદિરે આવ્યા. તેણે પણ નારદ મુનિનો અતિ સત્કાર કર્યો અને પૂછ્યું કે “કાંઈક આશ્ચર્યકારક વાર્તા કહો.” ત્યારે નારદે કહ્યું કે “જેવું આશ્ચર્યકારક રૂપ સાગરચંદ્રનું છે તેવું રૂપ આ પૃથ્વીમાં બીજા કોઈ પુરુષનું નથી. તેના રૂપની ઉપમા ભૂમિ ઉપર તો નથી જ, તેના રૂપમાં અને નભસેનના રૂપમાં મોટો તફાવત છે. એ પ્રમાણે કહીને નારદ મુનિ ઉત્પતી ગયા. - હવે નારદનાં વચનોથી કમલામેલા સાગરચંદ્ર ઉપર રાગવાળી થઈ; તેથી નભસેને પ્રત્યે વિરક્ત મનવાળી થઈને વિચાર કરવા લાગી કે “એવું મારું ભાગ્ય ક્યાંથી હોય કે સાગરચંદ્રની સાથે મારો સંબંધ જોડાય? તેના વિના આ મારું યૌવન તથા આ મારો દેહ વૃથા છે.” એ પ્રમાણે મનમાં સાગરચંદ્રનું ધ્યાન કરતી રહેલી છે. તે અવસરે નારદના મુખથી કમલામેલાની પ્રીતિ જેણે જાણેલી છે એવો