________________
૧૮0
ઉપદેશમાળા
अहमाहओ ति न य पडि-हणंति सत्ता वि न य पडिसवंति। मारिजंता वि जइ, सहति सहस्समल्लुव्व ॥१३७॥
અર્થ-“મુનિઓ કોઈ અઘમ પુરુષે મને હણ્યો છે એમ જાણ્યા છતાં પણ તેને હણતા નથી, કોઈએ શ્રાપ દીઘા છતાં પણ તેને સામો શ્રાપ દેતા નથી અને માર્યા છતાં પણ તે સહસ્ત્રમલ્લની જેમ સહન કરે છે.”
ભાવાર્થ—અહીં હણ્યો છે એટલે પીડા ઉપજાવી છે, સામાન્ય પ્રહારાદિ કરેલ છે એમ સમજવું. જેમ સહસ્ત્રમલ્લ સાઘુએ પ્રહારાદિ સહન કર્યા તેમ બીજાએ પણ સહન કરવા. અહીં સહસ્ત્રમલ્લનું વ્રત જાણવું.
સહસ્ત્રમલ્લની કથા શંખપુર નગરમાં કનકધ્વજ રાજા રાજ્ય કરતો હતો. તેની સભામાં વીરસેન નામનો કોઈ સુભટ રાજસેવા કરતો હતો. રાજાએ તેને પાંચસો ગામ આપવા માંડ્યા, છતાં તેણે તે લીઘાં નહીં. તેણે કહ્યું કે હે રાજન! મારે આપની સેવા પગાર પણ લીધા વગર કરવી જોઈએ. આપ પ્રસન્ન થશો તો સઘળું સારું થશે.' એ પ્રમાણે કહી તે હંમેશા રાજાની સેવા કરે છે. ' ..
તે રાજાને કાલસેન નામે એક દુર્જય શત્રુ હતો, તે કોઈથી વશ થતો નહોતો. અનેક ગામો ને શહેરોને તે ઉપદ્રવ કરતો હતો. એકદા રાજાએ સભામાં કહ્યું કે એવો કોઈ બલવાન છે કે જે કાલસેનને જીવતો પકડી મારી પાસે લાવે?” રાજાનું તે વચન સાંભળી બઘા મૌન રહ્યા, કોઈ બોલ્યું નહીં. એટલે વીરસેન બોલ્યો કે હે રાજ! આપ બીજાઓને શા માટે કહો છો? મને આજ્ઞા કરો તો હું એકલો જઈ તેને બાંધીને આપની સમક્ષ લાવું.” રાજાએ આજ્ઞા આપી એટલે ઉપર પ્રમાણે રાજા પાસે પ્રતિજ્ઞા કરી તૈયાર થઈને માત્ર ખગ લઈ એકલો જ કાલસેનની સામે ચાલ્યો. કાલસેન પણ પોતાનું લશ્કર લઈ સન્મુખ આવ્યો. મોટું યુદ્ધ થતાં કાલસેનનું સઘળું સૈન્ય નાસી ગયું. એટલે વીરસેન એકલા રહેલા કાલસેનને બાંધીને રાજા પાસે લાવ્યો. રાજા પણ વીરસેનનું તેવું બળ જોઈને આશ્ચર્ય પામ્યો અને “જે લાખો માણસોથી જીતી શકાય તેવો નહોતો તેને લીલામાત્રમાં એણે પરાજિત કર્યો. એ પ્રમાણે કહી સભાના લોકો પણ તેની પ્રશંસા કરવા લાગ્યા. સંતુષ્ટ થયેલા રાજાએ તેને લક્ષદ્રવ્ય આપી સહસ્રામલ્લ એવું તેનું નામ સ્થાપન કર્યું અને તેને એક દેશનો રાજા બનાવ્યો. પછી કાલસેન પાસે પણ પોતાની આજ્ઞા મનાવી તેનું રાજ્ય તેને પાછું સોંપ્યું.
સહસ્ત્રમલ્લને પોતાના દેશ ઉપર રાજ્ય કરતાં કેટલાક દિવસેં વીતી ગયા. એકદા સુદર્શનાચાર્યે કહેલા ઘર્મના શ્રવણથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી તેણે