________________
૧૪૮
ઉપદેશમાળા કેશીગણઘરે કહ્યું કે “તમે સુંદર વસ્ત્ર પહેરી ચંદન આદિથી શરીરને વિલેપન કરી સ્ત્રીની સાથે મહેલમાં ક્રીડા કરતા હો તે વખતે કોઈ ચંડાલ તમને અપવિત્ર ભૂમિમાં બોલાવે તો તમે ત્યાં જાઓ ખરા?” રાજાએ કહ્યું કે “ન જાઉં.” ગુરુએ કહ્યું કે “તેવી રીતે દેવો પણ પોતાના દિવ્ય ભોગોને છોડીને દુર્ગધથી ભરેલા આ મૃત્યુલોકમાં આવતા નથી. કહ્યું છે કે
चत्तारिपंच जोयणसयाई, गंधो अ मणुअलोगस्स।
उड्डे वच्चइ जेणं, न हु देवा तेण आवंति ।। આ મનુષ્યલોકની દુર્ગઘ ચારસો પાંચસો યોજન સુધી ઊંચી જાય છે, તેથી દેવતાઓ અહીં આવતા નથી.”
ફરીથી રાજાએ કહ્યું-સ્વામી! એક વાર મેં એક ચોરને જીવતો પકડ્યો અને લોઢાની કોઠીમાં નાખી તેનું બારણું બંઘ કર્યું. થોડા સમય પછી તે કોઠીનું બારણું ઉઘાડી જોયું તો ચોર મરી ગયો હતો અને તેના ફ્લેવરમાં ઘણા જીવડાંઓ ઉત્પન્ન થયાં હતાં, પણ તે કોઠીમાં છિદ્ર પડેલાં નહોતા. તો તે જીવને નીકળવાના અને બીજા જીવોને આવવાનાં છિદ્રો તો હોવા જોઈએ ને? તો તે જોયાં નહીં તેથી કહું છું કે જીવ નથી. કેશીકુમારે કહ્યું કે કોઈ એક પુરુષને ઘરના ગર્ભાગારમાં રાખવામાં આવે અને ઘરનાં સર્વ દ્વાર બંધ કરવામાં આવે; પછી તે અંદર રહ્યો સતો શંખ, ભેરી વગેરે વાજિંત્ર વગાડે, તો તેનો શબ્દ બહાર સંભળાય કે નહીં?” રાજાએ કહ્યું કે “સંભળાય.” ગુરુએ કહ્યું કે “બહાર શબ્દ આવવાથી શું ઓરડાની ભીંતમાં છિદ્રો પડે છે?” રાજાએ કહ્યું કે પડતા નથી.” ગુરુએ કહ્યું કે જો રૂપી એવા શબ્દથી છિદ્ર પડતા નથી તો અરૂપી એવા જીવથી છિદ્રો કેમ પડે?
ફરીથી પ્રદેશી રાજાએ કહ્યું કે હે સ્વામી! એક ચોરનાં મેં કકડે કકડા કરી. તેના દરેક પ્રદેશ જોયા, પણ તેમાં જીવ જોવામાં આવ્યો નહીં.' કેશીગણથરે કહ્યું કે “તું કઠિયારા જેવો મૂર્ખ દેખાય છે. કેટલાક કઠિયારાઓ લાકડાં લેવા માટે વનમાં ગયા. તેમાંથી એક કઠિયારાને કહ્યું કે “આ અગ્નિ છે. તેથી રસોઈનો વખત થાય ત્યારે રસોઈ કરજે. કદી આ અગ્નિ બુઝાઈ જાય તો આ અરણીના કાષ્ઠમાંથી અગ્નિ ઉત્પન્ન કરજે.' એ પ્રમાણે કહીને તેઓ ગયા. અહીં અગ્નિ બુઝાઈ ગયો. તેથી પેલા મૂર્ખ કઠિયારે અરણીનું લાકડું લાવી તેના ચૂરેચૂરા કર્યા, પરંતુ અગ્નિ ઉત્પન્ન થયો નહીં. તેટલામાં પેલા કઠિયારાઓ આવ્યા. તેઓએ તેની મૂર્ખતા જાણી બીજું અરણીનું કાષ્ઠ લાવી તેનું મંથન કરીને તેમાંથી અગ્નિ પ્રકટ કર્યો અને રસોઈ કરી ભોજન કર્યું. એમ જેવી રીતે કાષ્ઠની અંદર રહેલો અગ્નિ ઉપાયથી સથાય છે તેવી રીતે દેહમાં રહેલો જીવ પણ સાધી શકાય છે.”
એ પ્રમાણે સાંભળીને પ્રદેશ રાજાએ કહ્યું કે હે સ્વામિન્! મેં એક ચોરનું