________________
ઉપદેશમાળા
૧૩૪
કરેલી સ્ત્રીનો જીવ શિયાળણી ઘણાં બચ્ચાંઓ સાથે ત્યાં આવી અને તેનું શરીર ખાવા લાગી. પરંતુ તે મુનિ જરા પણ ક્ષુભિત થયા નહીં. તેમનું ચિત્ત સ્થિર હોવાથી અતિ વેદના સહન કરતા સતા કાળ કરીને તે નિલનીગુલ્મ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. પ્રાતકાળે તે બધું તેની માતા ભદ્રાએ જાણ્યું, એટલે એક ગર્ભવતી વહુને ઘરમાં રાખીને બાકીની તમામ વહુઓ સાથે તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. ઘરમાં રહેલી વહુને એક પુત્ર થયો. તે પુત્રે સ્મશાનભૂમિમાં એક જિનપ્રાસાદ ચણાવ્યો અને તેમાં જિનપ્રતિમા સ્થાપી. સ્મશાનનું નામ મહાકાલ પાડ્યું.
જે પ્રમાણે અવંતિકુમાલે ધર્મને અર્થે પોતાના શરીરનો ત્યાગ કર્યો પરંતુ ગ્રહણ કરેલા વ્રતનો ભંગ કર્યો નહીં, તેવી રીતે અન્ય જનોએ પણ ઘર્મવિષયમાં યત્ન કરવો, એવો આ થાનો ઉપદેશ છે. ॥ ઇતિ અવંતિસુકુમાલ કથા ॥ उच्छूढ सरीरघरा, अन्नो जीवो सरीरमन्नंति । धम्मस्स कारणे सुविहिया सरीरं पिछडुंति ॥ ८९ ॥ અર્થ—“તજી દીઘો છે શરીરરૂપી ઘરનો મોહ જેણે એવા સુવિહિતો એટલે ઉત્તમ પુરુષો ધર્મને કારણે આ જીવ અન્ય છે અને શરીર અન્ય છે' એવીં બુદ્ધિવડે કરીને શરીરને પણ તજી દે છે.’’
ભાવાર્થ—આ દેહનો સંબંધ એક ભવનો જ છે અને તે તો જન્મે-જન્મે નવું નવું મળવાનું જ છે, પણ જો ધર્મ તજી દીધો તો તે ફ઼રી પ્રાપ્ત થવો દુર્લભ છે, તેથી ઉત્તમ પુરુષો ધર્મને કારણે શરીરને તજે છે પણ શરીરને કારણે ઘર્મને તજતા નથી. માટે પ્રાણાંતે પણ ધર્મને ન તજવો. હવે ચારિત્રધર્મનું ફળ કહે છે— एगदिवसं पि जीवो, पवनमुवागओ अनन्नमणो ।
जइ वि न पावइ मुक्खं, अवस्सं वैमाणिओ होई ॥९०॥ અર્થ—“અનન્ય (એકાગ્ન) મનવાળો જીવ એક દિવસ પણ પ્રવ્રજ્યા પ્રતિપન્ન કરે અર્થાત્ ભવપ્રાંતે એક દિવસ પણ શુદ્ધ દીક્ષા પાળે તો તે યદ્યપિ સંહનન કાળાદિના અભાવથી મોક્ષ ન પામે, પરંતુ અવશ્ય વૈમાનિક દેવ તો થાય.’’
એક દિવસના વિશુદ્ધ મનયુક્ત ચારિત્રનું ફળ આ કાળમાં પણ વૈમાનિક દેવપણાની પ્રાપ્તિ થવા રૂપ છે.
सीसावेढेण सिरम्मि वेढिए निग्गयाणि अच्छीणि ।
मेयज्जस्स भगवओ, न य सो मणसा वि परिकुविओ ॥ ९१ ॥ અર્થ—“લીલી ચામડાની વાઘરવડે મસ્તકને વેષ્ટિત કર્યું સતે તે સુકાઈને ખેંચાવાથી આંખો નીકળી પડી, પરંતુ તે મેતાર્ય ભગવંત મનથી (લેશમાત્ર) પણ સોની ઉપર કોપાયમાન થયા નહીં.’’