________________
૧૩૯
(૨૯) મેતાર્ય મુનિની કથા ભોગવીને પછી ચારિત્ર ગ્રહણ કરીશ. દેવે તે પણ કબૂલ કર્યું. બાર વર્ષ વીતી ગયા પછી ફરી દેવ આવ્યો, ત્યારે સ્ત્રીઓએ હાથ જોડી ફરીથી બાર વર્ષ માંગ્યા. વિનયથી રંજિત થયેલા દેવે ફરીથી બાર વર્ષ આપ્યાં. એ પ્રમાણે ચોવીશ વર્ષ સાંસારિક સુખ ભોગવી શ્રી મહાવીરસ્વામી પાસે વ્રત ગ્રહણ કરી તે મેતાર્યમુનિ નવ પૂર્વનું અધ્યયન કરી જિનકલ્પીપણું અંગીકાર કરીને એક્લવિહારી થયા.
વિહાર કરતાં કરતાં એક દિવસ માસક્ષપણને પારણે રાજગૃહ નગરમાં ભિક્ષાને માટે ભમતાં એક સોનીને ઘેર જઈને થર્મલાભ આપ્યો. ત્યારે તે સોની શ્રેણિક રાજાની આજ્ઞાથી જિનભક્તિને અર્થે ઘડેલા એકસો આઠ સોનાના જવા બહાર મૂકીને ઘરમાં ગયો. તે સમયે કોઈ એક ક્રૌંચ પક્ષી ત્યાં આવીને તે સર્વ જવ ગળી ગયું. મેતાર્યમુનિએ તે જોયું અને ફ્રેંચ પક્ષી પણ ઊડીને ઊંચે બેઠું. સોની બહાર આવ્યો અને જવ નહીં જોવાથી સાધુને તે વિષે પૂછ્યું. સાધુએ વિચાર કર્યો કે “જો હું પક્ષીનું નામ લઈશ તો આ સોની તેને મારી નાખશે.” તેથી દયાને લીધે મૌન ઘારણ કરીને ઊભા રહ્યા. સાઘુઓને તો તે યોગ્ય જ છે. કહ્યું છે કે
વહુ શ્રોતિ વણ્યાક્ષમ્યાં વધુ પશ્યતિ | ... न च दृष्टं श्रुतं सर्वं, साधुमाख्यातुमर्हति ॥
સાધુ બન્ને કાનથી ઘણું સાંભળે છે અને બન્ને નેત્રથી ઘણું જુએ છે; છતાં પણ સાધુ સઘળું જોયેલું અને સઘળું સાંભળેલું કહેવાને યોગ્ય નથી.”
સાધુને વારંવાર પૂછતાં છતાં પણ જવાબ ન દેવાથી “આ ચોર છે એમ માની સોનીએ ક્રોઘવશ થઈ લીલી ચામડાંની વાઘરથી તેમનું માથું વીંટીને તેમને તડકામાં ઊભા રાખ્યા. પછી તડકાને લીધે કઠણ થયેલું ભીનું ચામડું સંકોચાવાથી નસો ખેંચાવા લાગી, તેથી તે સાધુનાં બન્ને નેત્રો બહાર નીકળી પડ્યા. તેથી ઘણું દુઃખ ઉત્પન્ન થવા છતાં પણ તેમણે તેના ઉપર રોષ આણ્યો નહીં. ક્ષમાના ગુણથી સઘળાં કર્મનો ક્ષય કરીને આયુષ્યને અંતે કેવળજ્ઞાન પામીને મેતાર્ય મુનિ મોક્ષે ગયા. તે સમયે કોઈ કઠિયારાએ ત્યાં લાકડાનો ભારો નાંખ્યો. તેના અવાજથી ભય પામેલા પેલા પક્ષીએ બઘા જવો વમી નાખ્યા. તે જવોને જોઈ ભય પામેલો સોની વિચાર કરવા લાગ્યો કે “અરે! મેં બહુ ખરાબ કામ કર્યું! મેં શ્રેણિક રાજાના જમાઈ મેતાર્ય મુનિને હણ્યા. જો રાજા આ વાત જાણશે તો જરૂર મારો સહકુટુંબ નાશ કરશે.” આમ ભયના માર્યા તેણે પરિવાર સહિત મહાવીર સ્વામી પાસે જઈને ચારિત્ર ગ્રહણ કર્યું અને ચારિત્ર પાળી, પાપની આલોચના કરી તે સદ્ગતિએ ગયો. . એ પ્રમાણે અન્ય મુનિએ પણ ક્ષમા રાખવી એવો આ કથાનો ઉપદેશ છે.
जो चंदणेण बाहुं, आलिंपइ वासिणा वि तच्छेइ । संथुणइ जो अ निंदइ, महरिसिणो तत्थ समभावा ॥१२॥