________________
૧૪૧
(૨૭) વજસ્વામીનું દ્રષ્ટાંત તમને વાચન આપશે. તેઓએ કહ્યું કે “તહત્તિ' (બહુ સારું). તે વખતે “આ બાળક અમને શું વાચના આપી શકશે?” એવી શંકા પણ તેઓએ કરી નહીં. ગુરુ બીજે ગામ ગયા. શિષ્યોએ સિદ્ધાંતની વાચના વજનિ પાસે લીધી. અધ્યયન બહુ સારી રીતે થયું. પછી ગુરુ મહારાજ પધાર્યા અને શિષ્યોને પૂછ્યું કે “કાંઈ અધ્યયન થયું કે કેમ? તેઓએ કહ્યું કે અધ્યયન બહુ સારી રીતે થયું, થોડા દિવસમાં ઘણો અભ્યાસ થયો, માટે હવે પછી આ વજસ્વામી અમારા વાચનાચાર્ય થાઓ.” એ પ્રમાણે સાઘુઓએ અરજ કરવાથી ગુરુએ વજમુનિને આચાર્યપદ આપ્યું અને વાચનાચાર્ય તરીકે સ્થાપ્યા.
“જેવી રીતે સિંહગિરિના શિષ્યોએ ગુરુનું વચન માન્ય કર્યું તેવી રીતે બીજાઓએ પણ ગુરુના વચનમાં સંદેહ કરવો નહીં” એવો આ કથાનો ઉપદેશ છે.
मिण गोणसंगुलीहिं, गणेहि वा दंतचक्कलाई से । ... इच्छंति भाणिऊणं, कजं तु त एव जाणंति ॥१४॥
અર્થ–હે શિષ્ય! આ સર્પને અંગુલિવડે માપ અથવા તેના દાંત ગણ” એવી રીતે ગુરુ મહારાજ કહે સતે શિષ્ય ઇચ્છું છું” અથવા “તહત્તિ' કહી તે કાર્ય કરવા ચાલ્યો જાય, પણ વિચાર ન કરે; કારણ કે તેનું કાર્ય તો ગુરુ મહારાજ જાણે છે.”
ભાવાર્થ–તેમ શા માટે કરવા કહે છે તે હેતુ ગુરુ મહારાજ સમજે છે, તેમાં વિનીત શિષ્યને વિચારવાની જરૂર જ નથી. તેથી તેમાં તે વિલંબ પણ કરતો નથી. જેને આવી ગુરુ મહારાજની પ્રતીતિ હોય તેનું જ ખરું વિનીતપણું સમજવું.
વારાવિક વયા, સંયે સાયં વતિ ગારિયા | ... तं तह सहहिअव्वं, भवियव्वं कारणेण तहि ॥१५॥
અર્થ–“કારણના જાણ એવા આચાર્ય કોઈ વખત “આ કાગડો શ્વેત છે એમ બોલે તો તે જ પ્રકારે સહવું, કારણ કે તેમાં કોઈ પણ કારણનું હોવાપણું છે.”
ભાવાર્થ-કારણ વિના આચાર્ય તેવું કહે જ નહીં, માટે આચાર્યના તેવા વચનમાં પણ શંકા કરવી નહીં.
जो गिण्हइ गुरुवयणं, भण्णंत भावओ विसुद्धमणो। _ओसहमिव पिजंतं, तं तस्स सुहावहं होइ ॥९६॥
અર્થ–“ભાવથી વિશુદ્ધ મનવાળો જે શિષ્ય કહેવાતું એવું ગુરુમહારાજનું - વચન ગ્રહણ કરે છે, તેને ઔષઘની જેમ પીવાતું તે ગુરુનું વચન સુખને આપનારું થાય છે.”
ભાવાર્થ-જેમ પીતાં કડવું લાગે એવું પણ ઔષઘ પીઘે સતે પરિણામે ઘણા સુખને આપનારું થાય છે, તેમ ગુરુનું વચન પણ અંગીકાર કરતાં કદી કષ્ટકારી