________________
૧૩ર
ઉપદેશમાળા કરી. તેથી ઉત્સાહિત બની શ્રી મહાવીર સ્વામીની પાસે જઈ ચારિત્ર ગ્રહણ કરી દુષ્કર તપ તપી બાર વર્ષ પર્યત દીક્ષા પર્યાય પાળી પ્રાંતે એક માસની સંલેખના કરી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા અહમિ. દેવપણે ઉત્પન્ન થયા. આ મુનિને ઘન્ય છે કે જેમણે સઘળું અનુત્તર (સર્વથી ઉત્તમ) પ્રાપ્ત કર્યું.
अनुत्तरं दानमनुत्तरं तपो, ह्यनुत्तरं मानमनुत्तरं यशः।
श्रीशालिभद्रस्य गुणा अनुत्तरा, अनुत्तरं धैर्यमनुत्तरं पदम् ॥ “શાલિભદ્રનાં દાન, તપ, માન, યશ, ગુણો, શૈર્ય અને પદ (સ્થાન)–એ સર્વ અનુત્તર (જેનાથી બીજું શ્રેષ્ઠ નથી એવાં) છે.” આ પ્રમાણે શાન સહિત તપ કરવામાં આવે તો મોટું ફળ પ્રાપ્ત થાય છે.
न करंति जे तव संजमंच ते तुल्लपाणिपायाणं । ...
पुरिसा सम पुरिसाणं, अवस्स पेसत्तणमुर्विति ॥८६॥ અર્થ–“જે પ્રાણી બાર પ્રકારે તપ અને સત્તર પ્રકારે સંયમ કરતા નથી, તે પુરુષો સમાન હાથપગવાળા અને સદ્ગશ પુરુષાકાર ઘારણ કરનારનું સેવકપણું અવશ્ય પ્રાપ્ત કરે છે.”
શાલિભદ્ર એ જ વિચાર કર્યો હતો કે “શ્રેણિકમાં ને મારામાં કાંઈ પણ હાથપગનું વિશેષપણું નથી, છતાં તે સ્વામી ને હું સેવક તેનું કારણ માત્ર મેં પૂર્વજન્મમાં સુકૃત કર્યું નથી તે જ છે.” આમ વિચારીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું.
सुंदर सुकुमाल सुहो-इएण विविहेहिं तवविसेसेहिं । तह सोसविओ अप्पा, जह नवि नाओ सभवणेऽवि ॥७॥
અર્થ–સુંદર રૂપવાન), સુકુમાર (મૃદુ શરીરવાળા) અને સુખોચિત અર્થાત સુખના અભ્યાસી એવા શાલિભદ્ર વિવિધ પ્રકારનાં તપવિશેષવડે કરીને પોતાના આત્માને (દેહને) એવો શોષવ્યો–દુર્બળ કર્યો કે જેથી પોતાને ઘેર પણ તે ઓળખી શકાયા નહીં.”
શાલિભદ્ર મુનિ થયા પછી પાછા રાજગૃહીએ આવ્યા ત્યારે પોતાની માતાને ઘેર ગોચરી નિમિત્તે જતાં તેના સેવકપુરુષોએ પણ તેમને ઓળખ્યા નહીં એવો તેમણે તપસ્યાવડે દેહ સુધી નાખ્યો હતો.
दुक्करमुखोसकर, अवंतिसुकुमाल महरिसीचरियं ।
अप्पा वि नाम तह, तजइ ति अछेरयं एयं ॥४८॥ ૧. જેને સામી તરીકે ઇન્દ્ર હોતા નથી તેથી તેઓ પોતે જ પોતાના વિમાનનાં સ્વામી હોય છે તેથી અહર્ષિદ્ર કહેવાય છે.