________________
ઉપદેશમાળા
અર્થ—જો યથાસ્થિત એવા શ્રી સ્થૂલિભદ્ર નામના સાધુને ગુરુએ (કોશાને ત્યાં ચોમાસું રહીને આવ્યા ત્યારે) ‘દુષ્કર દુષ્કર કારક' એવા બહુમાનપૂર્વક બોલાવ્યા તો તે ગુરુવચનને શ્રી સંભૂતિવિજયના શિષ્ય સિંહગુફાવાસી મુનિએ શા માટે ન ખમ્યું—ન સહન કર્યું?' આ તેમનું નિર્વિવેકીપણું છે; માટે યથાસ્થિત ગુણોને જોઈને કે સાંભળીને તેના પર તો અનુરાગ જ કરવો; દ્વેષ ન કરવો.
जइ ताव सव्वओ सुंदरुत्ति कम्माण उवसमेण जई । धम्मं वियाणमाणो, इयरो कि मच्छरं वहइ ? ॥६७॥ અર્થ—“જો કોઈ પ્રથમ કર્મના ઉપશમવડે કરીને સર્વ પ્રકારે સુંદર કહેવાય તો યતિધર્મને જાણતો સતો બીજો શા માટે તેના ઉપર મત્સર વહન કરે ?’
૧૨૪
ભાવાર્થ—વિરુદ્ધ કર્મના ક્ષયોપશમવડે કોઈ જીવની ‘આ સર્વ પ્રકારે સારો છે' એવી ખ્યાતિ થાય તો તે સાંભળીને ઘર્મના જાણ એવા મુનિએ તેના પ્રત્યે મત્સર ઘરવો તે યોગ્ય નથી; નિર્ગુણીએ ગુણવંત ઉપર મત્સર ઘારણ કરવો તે વ્યર્થ જ છે.
अइसुट्ठिओ त्ति गुणसमुइओ त्ति जो न सहइ जइ पसंसं । सो परिहाइ परभवे, जहा महापीढ - पीढरिसी ॥६८॥ અર્થ—“આ સુસ્થિત છે, ચારિત્રમાં સુદૃઢ છે, આ વૈયાવૃત્યાદિ ગુણોવડે સમુદિત છે—ભરેલો છે; એવી યતિની પ્રશંસાને જે સહન ન કરે તે પુરુષ પરભવે પરિહીન થાય છે અર્થાત્ હીનભાવને પામે છે, પુરુષવેદ ત્યજીને સ્ત્રીવેદને પામે છે; જેમ મહાપીઠ ને પીઠ મુનિ પામ્યા તેમ.’.
અહીં બ્રાહ્મી અને સુંદરીના જીવ જે પૂર્વે પીઠ અને મહાપીઠ નામના મુનિ હતા તેનું દૃષ્ટાંત જાણવું–
પીઠ અને મહાપીઠ મુનિની કથા
મહાવિદેહ ક્ષેત્રમાં વજ્રનાભ ચક્રવર્તી રાજ્ય છોડી ચારિત્ર ગ્રહણ કરી ચૌદપૂર્વધારી થયા. તેના બીજા ચાર ભાઈઓ બાહુ, સુબાહુ, પીઠ અને મહાપીઠ પણ દીક્ષા લઈ અગિયાર અંગને ઘારણ કરનારા થયા. તેમાં બાહુ મુનિ પાંચસો સાધુઓને આહાર લાવી આપતા હતા, સુબાહુ મુનિ તેટલા જ સાધુઓની વૈયાવચ્ચ કરતા હતા, અને પીઠ મહાપીઠ મુનિ અઘ્યયન કરતા હતા.
એક દિવસે ગુરુએ બાહુ અને સુબાહુ મુનિની પ્રશંસા કરી. તે સાંભળીને-પીઠ અને મહાપીઠને ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. તેઓ વિચારવા લાગ્યા કે ‘અહો! ગુરુનું અવિવેકીપણું તો જુઓ! તેઓ હજુ રાજસ્વભાવ તજતા નથી. પોતાની વૈયાવચ્ચ કરનાર અને અન્ન પાણી લાવી આપનારને વખાણે છે. આપણે બન્ને જણા દરરોજ