________________
૧૧૦
ઉપદેશમાળા
પમાડ્યા છતાં તે જરા પણ ચલિત થયા નહીં. માટે ઇન્દ્રનું વચન સત્ય છે. આ પ્રમાણે વિચાર કરી દેવામાયાને સંહરી લઈ દિવ્ય રૂપ ઘારણ કરીને બોલ્યો કે “હે સ્વામી! ઇન્દ્ર જેવી રીતે તમારું વર્ણન કર્યું હતું તેવું જ મેં જોયું. પવિત્ર આત્માવાળા તમને ઘન્ય છે! તમે જ ક્રોધને જીત્યો છે. મારો અપરાઘ ક્ષમા કરો.” આ પ્રમાણે વારંવાર ક્ષમાવી નંદિષેણ મુનિના પગમાં પડી તે દેવ પોતાને સ્થાને ગયો.
ગોશીષચંદનથી જેના શરીર ઉપર લેપ કરાયેલો છે એવા નંદિષેણ મુનિ પોતાને સ્થાને આવ્યા. પછી ઘણા કાળ સુધી વૈયાવચ્ચ કરી, નાના પ્રકારના અભિગ્રહોને પાળતાં દુષ્કર તપ કરી, બાર હજાર વર્ષ પર્યત ચારિત્રઘર્મ પાળી અંત સમયે સંલેખના કરીને દર્ભના સંથારા ઉપર બેસી ચતુર્વિધ આહારનો ત્યાગ કર્યો. હવે તે સમયે તેવા કોઈ પ્રકારના કર્મનો ઉદય થવાથી પોતાનું સંસારીપણાનું દુર્ભાગ્ય યાદ કરી નંદિષેણ મુનિએ એવું નિયાણું કર્યું કે આ તપચારિત્ર આદિના પ્રભાવથી હું આવતા ભવમાં સ્ત્રીવલ્લભ થાઉં.” એ પ્રમાણે નિદાન કરી, મરણ પામીને આઠમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા.
દેવલોકથી ચ્યવીને નંદિષણનો જીવ શૌરીપુર નગરમાં અંઘકવિષ્ણુ રાજાની રાણી સુભદ્રાની કુક્ષિમાં સમુદ્રવિજય આદિ નવ મોટા પુત્રો પછી દશમો પુત્ર વસુદેવ નામે જન્મ્યો. પાછલા ભવમાં નિદાન કરેલું હોવાથી તે અતિ સૌંદર્યવાનું, સુભગ અને લોકપ્રિય થયો. તે નિશ્ચિતપણે નગરમાં સ્વેચ્છાએ ફરે છે. તેનું રૂપ જોઈ મોહ પામેલી નગરવાસી સ્ત્રીઓ ઘરકામ છોડીને તેની પાછળ ભમ્યા કરે છે. લાજવાળી કુલવાન સ્ત્રીઓ પણ પોતાનો ઘર્મ તજી દે છે. આમ સ્ત્રીઓનું વ્યાકુળપણું જાણી આકુલ થયેલા નગરવાસી લોકોએ સમુદ્રવિજય પાસે આવી અરજ કરી કે “સ્વામિન! આ વસુદેવને ઘરની અંદર જ રાખવા જોઈએ. કારણકે તેના રૂપથી મોહિત થયેલી પીરસ્ત્રીઓએ કુલાચાર આદિનો પણ ત્યાગ કરેલ છે. તેને લીધે કુલાંગનાના આચારની હાનિ થાય છે, અને આ અનાચારને નહીં અટકાવવાથી તમારો પણ દોષ ગણાય છે.” એ પ્રમાણે સાંભળીને સમુદ્રવિજયે વસુદેવને યોગ્ય શિખામણ આપી મહેલમાં જ રાખ્યો. તે ત્યાં કલાભ્યાસ કરવા લાગ્યો.
એક દિવસ ઉનાળાની ઋતુમાં શિવાદેવીએ ગોશીષચંદન ઘસી સોનાનું કચોળું ભરી દાસીના હાથે પોતાના પતિ સમુદ્રવિજયને મોકલ્યું. માર્ગમાં વસુદેવે બળાત્કારથી લઈ તેનું પોતાના શરીર ઉપર વિલેપન કર્યું. તેથી દાસીએ કહ્યું કે અટકચાળા છો તેથી જ આવા ગુપ્તિસ્થાનમાં (બંદીખાનામાં) રાખવામાં આવ્યા છે. પછી તે સંબંધી બધી વાત સાંભળીને પાછલી રાતે એકાકી નગરની બહાર નીકળી કોઈ સ્થાનેથી એક મૃતક લઈ આવી દરવાજા પાસે તેને બાળીને પછી લખ્યું કે વસુદેવ અહીં બળી મૂઓ છે, તેથી હવે નગરના સર્વ લોકોએ સુખેથી રહેવું.” આ