________________
૧૧૩
(૧૯) ગજસુકુમાળની કથા
અનુક્રમે સિંહના સ્વપ્નથી સુચિત પુત્ર થયો, તેનું નામ ગજસુકુમાલ રાખવામાં આવ્યું. ક્રમે કરીને તે આઠ વર્ષનો થયો. માતાના આગ્રહથી તેને સોમિલ બ્રાહ્મણની આઠ પુત્રી પરણાવી. પછી નેમિનાથ ભગવાનની દેશના સાંભળી સંસારની અસારતા જાણી ગજસુકમાલે ચારિત્ર ગ્રહણ કર્યું અને પ્રભુની આજ્ઞા લઈ સ્મશાનભૂમિમાં કાયોત્સર્ગ મુદ્રાએ ધ્યાનમાં ઊભા રહ્યા. છે તે અવસરે ફરતાં ફરતાં ત્યાં આવેલા સોમિલે તેમને જોઈને વિચાર્યું કે આ દુષ્ટ મારી, નિરપરાથી બાળાઓને ફોગટ પરણીને વગોવી.” આ પ્રમાણે ઉત્પન્ન થયેલ છે કેષ જેને એવા સોમિલે તેના મસ્તક ઉપર માટીની પાળ બાંધીને તેમાં ઘગઘગતા અંગારા ભર્યા. અગ્નિવડે મસ્તક બળતાં છતાં પણ ગજસુકુમાલે અપૂર્વ ક્ષમા ઘારણ કરી અને શુક્લ ધ્યાનવડે અંતકૃત કેવલી થઈને મોક્ષે ગયા.
બીજે દિવસે શ્રીકૃષ્ણ પ્રભુને વંદન કરવા આવ્યા. તેમણે પ્રભુને પૂછ્યું કે “ગજસુકુમાલ ક્યાં છે?” ભગવાને કહ્યું કે તેણે પોતાનું કામ સાથી લીધું. એમ કહીને પછી તેનું સઘળું વૃત્તાંત કહ્યું. કૃષ્ણ કહ્યું કે “હે સ્વામિનું! આ કુકર્મ કોણે કર્યું?” ભગવાને કહ્યું કે તેને જોઈને જેનું હૃદય ફાટી જાય ને મૃત્યુ પામે તેનાથી એ કાર્ય થયું છે એમ સમજજે.' શોકમગ્ન થયેલ કૃષ્ણ નગર તરફ પાછા આવતા હતા તેવામાં તેને સોમિલ સામે મળ્યો. ભયથી ભાગવા જતાં તેનું હૃદય ફાટી જવાથી તે મરણ પામીને ઋષિહત્યાના પાપથી સાતમી નરકે ગયો. * શૈર્યવાન ગજસુકુમાલે જે પ્રમાણે ક્ષમા ઘારણ કરી તે પ્રમાણે અન્ય પ્રાણીઓએ પણ સમગ્ર સિદ્ધિને દેનારી ક્ષમા ઘારણ કરવી એવો આ કથાનો ઉપદેશ છે.*
रायकुलेसु वि जाया, भीया जरमरणगब्भवसहीणं ।
साहू सहति सव्वं, नीयाण वि पेसपेसाणं ॥५६॥ અર્થ–“રાજકુળમાં ઉત્પન્ન થયેલા છતાં પણ જરા, મરણ ને ગર્ભવાસનાં દુઃખથી ભય પામેલા એવા મુનિ પોતાના દાસે કરેલા સર્વ ઉપસર્ગો પણ સહન કરે છે.”
पणमंति य पुव्वयरं, कुलया न नमंति अकुलया पुरीसा।
पणओ पुट्विं इह जइ-जणस्स जह चक्कवट्टिमुणी ॥५७॥ ' અર્થ–“કુળવાન પુરુષો પ્રથમ નમે છે, અકુલીન નમતા નથી. અહીં જેમ ચક્રવર્તી મુનિ (પૂર્વના) યતિજનને પ્રથમ નમ્યા (તેનું દ્રષ્ટાંત જાણવું). અર્થાત્ પોતે છ ખંડની ઋદ્ધિ છોડીને મુનિ થયેલા છતાં પૂર્વના દીક્ષા પર્યાયે જ્યેષ્ઠ (મોટા) મુનિને ચક્રવર્તી મુનિ પ્રથમ નમ્યા.”
जह चक्कवट्टिसाहू, सामाइअ साहूणा निरुवयारं। પણ ન વેવ વિગો, પાડો વહુત્તિળ ગુor" ""
૮