________________
૧૧૫
(૨૦) શ્રી ચૂલિભદ્રનું દૃષ્ટાંત
निर्द्रव्यं पुरुषं त्यजन्ति गणिकाः भ्रष्टं नृपं सेवकाः।
सर्वः स्वार्थवशाजनोऽभिरमते नो कस्य को वल्लभः ॥ “પક્ષીઓ ફળ વિનાના વૃક્ષનો, સારસ પક્ષીઓ જળ વિનાના સરોવરનો, ભ્રમરો કરમાયેલાં પુષ્પોનો, મૃગો બળેલા વનનો, ગણિકા નિર્ધન પુરુષનો અને સેવક લોકો રાજ્યભ્રષ્ટ થયેલાં રાજાનો ત્યાગ કરે છે. માટે બઘા સ્વાર્થને વશ થઈને રમ્યા કરે છે. બાકી વાસ્તવિક રીતે કોઈ કોઈને પ્રિય નથી.” જ્યારે મારા પિતા રાજ્યનાં અનેક કાર્યો કરવા છતાં પ્રાંત કુમૃત્યુથી મરણ પામ્યા તો મને આ રાજ્યમુદ્રાથી શું સુખ મળશે? માટે અનર્થના કારણભૂત આ રાજ્યમુદ્રાને ઘારણ કરવી તેને ધિક્કાર છે! અને આ વિષયસુખને પણ ઘિક્કાર છે કે જેને વશ થયેલા એવા મને પિતાના મરણની પણ ખબર પડી નહીં!”
એ પ્રમાણે વિચાર કરી, વૈરાગ્યપરાયણ થઈ, પંચમુષ્ટિ લોચ કરી, શાસનદેવીએ આપેલા સાધુવેષને ઘારણ કરી, રાજાની સભામાં આવીને તેણે થર્મલાભ આપ્યો. આ જોઈ આખી સભા આશ્ચર્ય પામી. નંદ રાજાએ પૂછ્યું કે આ શું કર્યું? સ્થૂલિભદ્રે કહ્યું કે મેં સારી રીતે વિચાર્યું અને પછી કરવા યોગ્ય લાગ્યું તે કર્યું.” એમ કહી શ્રી સંભૂતિવિજય આચાર્ય પાસે જઈ વિધિપૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું.
આ હકીકત સાંભળી કોશા અતિ દુઃખિત થઈ આંખમાં અશ્રુ લાવી વિરહાતુરપણે વિવિઘ પ્રકારના વિલાપ કરવા લાગી કે હે ચતુર ચાણક્ય! તમે રાજમુદ્રા તજીને ભિક્ષુમુદ્રા શા માટે અંગીકાર કરી? હે પ્રાણનાથ! મારે હવે તમારા વિના કોનો આધાર છે? હવે હું શું કરું? કેવી રીતે જીવું?” એવી રીતે અનેક પ્રકારનાં વિરહવાક્યો બોલવા લાગી. - અહીં સ્થૂલિભદ્રને સંયમ પાળતાં ઘણા દિવસો વ્યતીત થયા. અનુક્રમે ચાતુર્માસ પ્રસંગે એક સાઘુએ ગુરુ પાસે આવીને કહ્યું કે સિંહગુફા પાસે ચાતુર્માસ કરવા ઇચ્છું છું.” બીજા મુનિએ કહ્યું કે હું સર્પના બિલ (રાફડા) પાસે ચાતુર્માસ કરવા ઇચ્છું છું.” ત્રીજા મુનિએ કહ્યું કે હું કૂવાની વચ્ચે રહેલ લાકડા ઉપર (ભારવટ ઉપર) ચાતુર્માસ કરવા ઇચ્છું છું.” ત્યારે ચોથા સાઘુ સ્થૂલિભદ્રે કહ્યું કે
કેશા વેશ્યાના ઘરમાં ચાતુર્માસ કરવા ઇચ્છું છું.' ગુરુએ યોગ્યતા જાણીને ચારે મુનિઓને આજ્ઞા આપી.
યૂલિભદ્ર ગુરુને નમીને કોશા વેશ્યાને ઘેર ગયા. તેમને આવતાં જોઈ કોશા પ્રતિ હર્ષિત થઈ અને સામે આવીને પગમાં પડી. તેની આજ્ઞા લઈ સ્થૂલિભદ્ર તેની ચિત્રશાલામાં ચાતુર્માસ રહ્યા. તે હંમેશાં ષટ્રસયુક્ત આહાર કરે છે, સમય પણ વર્ષા ઋતુનો છે, નિવાસ ચિત્રશાળામાં છે, પ્રીતિ કોશાની છે, અને પરિચય બાર વર્ષનો છે. વળી નેત્ર અને મુખનો વિલાસ, હાવભાવ, ગાન, તાન, માન, વીણા ને