________________
(૨૦) શ્રી સ્થૂલિભદ્રનું દૃષ્ટાંત
૧૧૭
દ્વારરૂપ સ્ત્રીના જધનનું સેવન કરવું એ સારું નથી.' વળી એક વખતના સ્ત્રીસંભોગથી અનેક જીવોનો ઘાત થાય છે. કહ્યું છે કે—
मेहुणसन्नारूढो नवलक्ख हणेइ सुहुमजीवाणं । तित्थयराणं भणियं, सद्दहियव्वं पयत्तेणं ॥ “મૈથુનસંજ્ઞાને વિષે આરૂઢ થયેલો જીવ નવ લાખ સૂક્ષ્મ જીવોને હણે છે એમ તીર્થંકર ભગવંતે કહેલું છે તેને પ્રયત્નપૂર્વક સદ્દહવું, તેની દૃઢ શ્રદ્ઘા કરવી.’ વળી હે કોશા! આ વિષયો અનેક વાર ભોગવ્યા છતાં તેનાથી તૃપ્તિ થતી નથી. કહ્યું છે કે—
વિષયા |
अवश्यं याताश्चिरतरमुषित्वापि -वियोगे को भेदस्त्यजति न जनो यत्स्वयममून् ॥ व्रजन्तः स्वातन्त्र्यादतुलपरितापाय मनसः । स्वयं त्यक्त्वा ह्येते शिवसुखमनन्तं विदधति ॥
‘આ વિષયો લાંબા વખત સુધી રહીને પણ છેવટે જનારા છે એ તો નક્કી છે. તો પછી તેના વિયોગમાં ફેર શો છે કે જેથી માણસો પોતાની મેળે વિષયોને છોડતા નથી ? કેમકે જો એ વિષયો પોતાની મેળે આપણાથી છૂટા પડે છે તો મનને અતિ પરિતાપ ઉત્પન્ન કરે છે. પણ જો આપણે પોતે જ ખુશીથી તેનો ત્યાગ કરીએ છીએ તો તે મોક્ષસુખને આપે છે.'
એટલા માટે સર્પની ફેણ જેવા આ વિષયોને છોડી દઈ શીલરૂપી અલંકારથી તારા સુંદર અંગને અલંકૃત કર. આ મનુષ્યભવ ફરીથી મળવો મુશ્કેલ છે, અને તે ધર્મ વિના હારી જઈશ. કારણ કે સર્વ કાર્યોમાં ઉત્તમ કાર્ય ધર્મ છે. કહ્યું છે કે—
न धम्मकज्जा परमत्थि कज्जं, न पाणिहिंसा परमं अकजं । न पेमरागा परमत्थि बंधो, न बोहिलाभा परमत्थि लाभो ॥
ધર્મકાર્યથી ઉત્કૃષ્ટ બીજું કોઈ કાર્ય નથી, પ્રાણીહિંસાથી મોટું બીજું કોઈ અકાર્ય નથી, પ્રેમરાગથી વિશેષ કોઈ બંધન નથી, અને બોધિ(સમ્યક્ત્વ)ના લાભથી મોટો બીજો કોઈ પરમ લાભ નથી.’’
ઇત્યાદિ ઉપદેશ સાંભળીને જેનું મન બળી ગયેલું છે એવી કોશા બોલી કે ‘હે કંદર્પનું વિદારણ કરનાર ! હે શાસનનો ઉદ્યોત કરનાર ! હે મિથ્યાત્વને નિવારનાર ! લાયને ધન્ય છે. તમે જ ખરેખર જીવિતનું ફળ મેળવ્યું છે. હું અધન્ય છું. મેં તમને બ્ર રીતે ચળાવવા પ્રયાસ કર્યો પણ તમે ચળ્યા નહીં. હવે કૃપા કરીને સમ્યક્ત્વ આપી મારો ઉદ્ઘાર કરો.' આ પ્રમાણે કહી સ્થૂલિભદ્રની પાસે સમ્યક્ત્વના
ચારપૂર્વક બાર વ્રત અંગીકાર કરી તે કોશા પરમ શ્રાવિકા થઈ. તે સાથે ‘રાજાએ મોકલેલ પુરુષ સિવાય અન્ય પુરુષનો વચનથી પણ હું સ્વીકાર કરીશ