________________
(૧૮) નંદિષેણની કથા
૧૦૯
આ પ્રમાણે વિચારીને નંદિષેણ મુનિ ગામમાંથી આહાર પાણી વહોરી લાવી સાધુઓને આપીને પછી પોતે પારણું કરે છે. આ કારણે સંઘમાં તેની ઘણી પ્રશંસા થઈ. એક દિવસ સોઘર્મ ઇંદ્ર નંદિષેણના નિયમની પ્રશંસા કરી. તેને નહીં સદહતા બે દેવો નંદિષણના નિયમની પરીક્ષા કરવા માટે રત્નપુરે આવ્યા.
એક દેવ નગર બહાર ઉદ્યાનમાં ગ્લાન મુનિનું રૂપ ઘારણ કરીને રહ્યો, અને બીજો દેવ મુનિનું રૂપ કરી, નગરમાં જ્યાં નંદિષેણ મુનિ છઠ્ઠનું પારણું કરવા બેસે છે ત્યાં આવ્યો. જેવામાં નંદિષેણ મુનિ પહેલો કોળિયો મોઢામાં મૂકે છે તેવામાં પેલો સાધુવેષઘારી દેવ ત્યાં આવીને બોલ્યો કે “અરે નંદિષેણ! મારા ગુરુનગરની બહાર ઉદ્યાનમાં અતિસારના રોગથી પીડા પામે છે અને તે વૈયાવચ્ચ કરનાર કહેવાય છે છતાં નિશ્ચિતપણે ભોજન કરવા કેમ બેઠો છે?’ તેવાં વચન સાંભળતાં જ હાથમાં લીધેલો ગ્રાસ છોડી દઈ આહાર ઉપર વસ્ત્ર ઢાંકીને તે સાધુ સાથે નંદિષેણ મુનિ બહાર ચાલ્યા, સાધુદેવે કહ્યું કે “અરે! પ્રથમ દેહશુદ્ધિ કરવા માટે તું જળ લઈ લે.' એટલે નંદિષેણ જળ વહોરવા ચાલ્યા. પરંતુ તે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં અશુદ્ધ જળ મળે છે તોપણ તે ખિન્ન થતા નથી. એ પ્રમાણે આખા નગરમાં બે વાર ફરતાં છતાં દેવના ઉપરોઘથી તેને શુદ્ધ જળ મળ્યું નહીં. ત્રીજી વાર જળ લેવા ફરતાં લાભાંતરાય કર્મના ક્ષયોપશમની પ્રબળતા થવાથી અને તપલબ્ધિથી દેવે કરેલો ઉપરોઘ નિવૃત્ત થતાં શુદ્ધ જળ મળ્યું. તે જળ લઈને દેવમુનિની સાથે વનમાં ગ્લાન મુનિ પાસે આવ્યા. ગ્લાન મુનિએ નદિષેણને ઘણાં કર્કશ વચનો કહ્યાં, પરંતુ નંદિષેણ પોતાનો જ દોષ જુએ છે, મનમાં જરાયે ક્રોઘથી કલુષિત થતા નથી. " તેણે કહ્યું કે હે ગ્લાન મુનિ! મારો અપરાઘ ક્ષમા કરો.” એટલું બોલી તેનું શરીર જળવડે સાફ કરી કહ્યું કે હે સ્વામી! આપ ઉપાશ્રયે પઘારો, જેથી ઔષઘ કરવા વડે સમાધિ પમાડી શકાય.” દેવરૂપ સાધુએ કહ્યું કે “હે નંદિષેણ! મારામાં ચાલવાની શક્તિ નથી તો હું કેવી રીતે આવું?” ત્યારે નંદિણ ગ્લાન મુનિને પોતાની ખાંઘ ઉપર બેસાડીને ચાલ્યા. માર્ગમાં તેણે તેના ઉપર અતિ દુર્ગધવાળી અશુચિ કરી; અને “અરે નંદિષેણ! તને ધિક્કાર છે! કારણ કે તું ઉતાવળો ઉતાવળો ચાલે છે, તેથી મને બહુ કષ્ટ થાય છે.' ઇત્યાદિ કટુ વાક્યથી તેની બહુ તર્જના કરે છે, પરંતુ નંદિષેણ તો તીવ્રતર શુભ પરિણામવાળા થયા સતા ચિતવે છે કે “આ મહાત્મા કેવી રીતે સ્વસ્થ થશે?” આમ વિચારીને તે બોલ્યા કે હે ગ્લાન યુનિ! મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. હવે હું તમને સારી રીતે લઈ જઈશ” એમ બોલતા આગળ ચાલવા લાગ્યા.
પછી દેવે વિચાર કર્યો કે “અહો! આ મુનિને ઘન્ય છે. મેં તેને અત્યંત ખેદ