________________
(૧૬) હરિકેશી મુનિની કથા ઘન્ય છે.” એ પ્રમાણે જેનાં હૃદયચક્ષુ વિકસ્વર થયા છે એવા હરિકેશીને અનાદિ ભવપ્રપંચને ચિંતવતાં ભવતાપને હરનાર જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે સમ્યક્ પ્રકારે પૂર્વ ભવનું સ્વરૂપ જોયું. “અરે! મેં પૂર્વે સોમદેવના ભવમાં ચારિત્ર પાળ્યું છે, પરંતુ જાતિમદ કરવાને લીધે મેં તેને દોષવાળું કરેલું છે. અહો! વિશુદ્ધ એવો આ ચારિત્ર ઘર્મ નિર્વિષપણે આરાધ્યો સંતો અવશ્ય સ્વર્ગાદિ સુખને આપે છે. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે- તUસંથાનિવિદોવિ, મુનિવરો મટ્ટરાગમયનો
जं पावइ मुत्तिसुहं, कत्तो तं चक्कवट्टी वि ॥ જેના રાગ મદ ને મોહ નાશ પામેલા છે એવા મુનિવર તૃણના સંથારા પર રહ્યા સતા પણ જે મોક્ષસુખને પ્રાપ્ત કરે છે તે સુખ ચક્રવર્તીને પણ ક્યાંથી હોય? છે એ પ્રમાણે સંવેગરૂપી રંગથી જેનું મન રંગાયેલું છે એવા હરિકેશીબલે ગુરુની પાસે જિનવાણી સાંભળીને ચારિત્ર ગ્રહણ કર્યું અને દુષ્કર છઠ્ઠ અઠ્ઠમ આદિ તપ કરવા લાગ્યા, તેમજ વિષયનો ત્યાગ કરીને વિચરવા લાગ્યા.
એકદા એક માસના ઉપવાસનું તપ કરીને તે હરિકેશી મુનિ વારાણસી નગરીનાં તિંદુક નામના વનમાં સિંદુક યક્ષના મંદિરમાં કાયોત્સર્ગ કરીને રહ્યા, તેમના તપગુણથી રંજિત થઈ હિંદુક યક્ષ પણ તેમની સેવા કરવા તત્પર થયો. અહો! તપનું અત્યંત માહાલ્ય છે! કહ્યું છે કે' યત્ દૂરં ચત્ કુરRધ્ધ, યસ્કુરરપ તુમ્ |
તત્સર્વ તપતા સાધ્યું, તો દિ દુરનિમમ . * “જે દૂર છે, જે દુઃખથી આરાઘી શકાય તેવું છે, જે દેવોને પણ દુર્લભ છે તે સર્વ તપથી મેળવી શકાય છે. માટે તપનું કોઈ અતિક્રમ કરી શકે તેમ નથી, અર્થાત તેનાથી કોઈ વઘી શકે તેમ નથી.”
એ વખતે વારાણસી નગરીના રાજાની પુત્રી “સુભદ્રા ઘણી દાસીઓથી પરિવૃત્ત થઈ પૂજાની સામગ્રી લઈને યક્ષરાજને પૂજવા માટે આવી. યક્ષમંદિરની પ્રદક્ષિણા કરતાં તે રાજકન્યાએ મલમલિન દેહવાળા મુનિને જોયા. એટલે “અરે! નિધ દેહવાળો પ્રેત જેવો આ કોણ છે?' એ પ્રમાણે કહી તેણે થુથુકાર કર્યો. તે તપસ્વી મુનિની મોટી આશાતના કરી. એવું રાજકન્યાનું ચેષ્ટિત જોઈને પિત થયેલા હિંદુક યક્ષે વિચાર્યું કે “અરે! આ રાજકન્યા દુષ્કર્મ કરનારી છે, કારણ કે છેર અને અસુરે જેના ચરણની પૂજા કરી છે એવા આ મુનિની તે અવજ્ઞા કરે છે; તેથી આ પૂજ્ય મુનિની કરેલી અવજ્ઞાનું ફળ આ રાજકન્યાને બતાવું.” એ પ્રમાણે વિચાર કરીને તેણે તેના શરીરમાં પ્રવેશ કર્યો. એટલે તેના પ્રવેશથી નાના પ્રકારના બકવાદ કરતી, હાર વગેરેને તોડતી અને વસ્ત્રા વગેરેની શુદ્ધિ નહીં જાણતી એવી