________________
(૧૯) હરિકેશી મુનિની કથા
તે સાંભળી યક્ષે મુનિના શરીરમાં પ્રવેશ કરીને કહ્યું કે “અરે! સાંભળો, હું જૈન સાધુ છું, ચાવજીવ બ્રહ્મચર્ય પાળનારો છું, અહિંસાદિ વ્રતોને ઘારણ કરું છું; તેથી હું જ સુપાત્ર છું. તમો બ્રાહ્મણો સુપાત્ર નથી, કેમકે તમે તો પશુવઘ આદિ પાપના કરનારા છો, મુખથી ન કહેવાય એવા સ્ત્રીના ગુહ્ય સ્થાનનું મર્દન કરનારા છો અને ઉત્તમ પ્રકારના જ્ઞાનથી દૂર કરાયેલા છો. માટે હું જ સુપાત્ર છું, તમારા ભાગ્યથી જ હું તમારા યજ્ઞમંડપમાં આવેલો છું માટે મને શુદ્ધ અન્ન આપો.'
એવાં વાક્યોથી તિરસ્કાર કરાયેલા બ્રાહ્મણો તે મુનિને મારવા તૈયાર થયા. તેઓએ લાકડી અને મુષ્ટિવડે મુનિને કેટલાક પ્રહારો કર્યો. એટલે અષ્ટમાન થયેલા યક્ષે તે બ્રાહ્મણોને પ્રહારાદિ વડે મુખમાંથી રુધિર વમતા કરી દીઘા, અને શરીરના સાંઘા શિથિલ કરી નાખ્યા, જેથી તેઓ પૃથ્વી ઉપર પડ્યા. મોટો કોલાહલ થઈ ગયો, એટલે બધા ત્યાં એકઠા થયા. કોલાહલ સાંભળીને સુભદ્રા રાજકન્યા પણ બહાર નીકળી. તેણે. મુનિને જોયા એટલે તરત ઓળખ્યા. પછી ભયથી વિહલ બનીને તેણે રુદ્રદેવ વગેરેને કહ્યું કે “અરે દુર્બુદ્ધિઓ! આ મુનિને પડશો તો યમમંદિરમાં પહોંચી જશો. આ તો હિંદુક યક્ષે પૂજેલા મહા પ્રભાવિક તપસ્વી મુનિ છે. મેં પૂર્વે તેમને ચલિત કરવા માટે ઘણો યત્ન કર્યો હતો, પરંતુ તે જરા પણ ધ્યાનથી ચલિત થયાં નહોતાં, માટે આ મુનિને ઘન્ય છે, ઘન્ય છે.” એમ બોલતી સુભદ્રા મુનિના ચરણમાં પડી અને કહ્યું કે હે કૃપાસિંધુ! હે જગતબંધુ! મારા આગ્રહથી આ મૂર્ખ લોકોએ કરેલો અપરાશ ક્ષમા કરો.” મુનિએ કહ્યું કે “મુનિને કોપ કરવાનો અવકાશ નથી. કારણ કે ક્રોઘ મહા અનર્થકારી છે. કહ્યું છે કે ': ગર્ષિ વરિત્ત, ફેસૂTS ય પુત્રોડી
તં પિ. ૨ વમત્તો, હાફ નર મુક્તા | દેશે ઊણા ક્રોડ પૂર્વ પર્યત જે ચારિત્ર પાળ્યું હોય તેને પણ પ્રાણી એક મુહૂર્ત માત્ર કષાય કરવાથી હારી જાય છે.”
માટે સાઘુને કોપ કરવો યોગ્ય જ નથી. તેથી તે કોપ કરે જ નહીં, પરંતુ તમારાં પર કોપ કરનાર યક્ષને તમે પ્રસન્ન કરો.” મુનિના કહેવાથી બ્રાહ્મણોએ તે
સને સંતષ્ટ કર્યો, એટલે તે સર્વ બ્રાહ્મણો સાજા થયા. પછી તેઓ યજ્ઞકર્મ છોડી દઈને મુનિના ચરણમાં પડ્યા અને શુદ્ધ અન્નવડે મુનિને પડિલાવ્યા. તે વખતે ત્યાં ચ દિવ્ય પ્રગટ થયા. તે જોઈ “આ શું?” એમ બોલતાં કુતુહલ જોવા માટે ઘણા મોકો એકઠા થયા. રાજા પણ એ હકીકત જાણીને ત્યાં આવ્યો. બધા લોકો સુપાત્ર શ્વાનની પ્રશંસા કરવા લાગ્યા. કહ્યું છે કે- व्याजे स्याद् द्विगुणं वित्तं व्यवसाये स्याच्चतुर्गुणम् ।
क्षेत्रे शतगुणं प्रोक्तं, पात्रेऽनंतगुणं तथा ॥१॥