________________
ઉપદેશમાળા
વ્યાજમાં ઘન બમણું થાય છે, વ્યાપારમાં ઘન ચોગણું થાય છે, ક્ષેત્રમાં વાવવાથી સોગણું થાય છે, અને સત્પાત્રને આપવાથી અનંતગણું થાય છે.’ વળી मिथ्यादृष्टि सहस्रेषु, वरमेको ह्यणुव्रती । अणुव्रती सहस्रेषु वरमेको મહાવ્રતી ।।રા महाव्रती सहस्रेषु, वरमेको हि तात्त्विकः । तात्त्विकस्य समं पात्रं न भूतं न भविष्यति ||३|| ‘હજાર મિથ્યાત્વીઓ કરતાં એક વ્રતધારી શ્રાવક વધારે શ્રેષ્ઠ છે; હજાર વ્રતધારી શ્રાવકો કરતાં એક મહાવ્રતી સાથુ વધારે શ્રેષ્ઠ છે, હજાર મહાવ્રતી સાધુઓ કરતાં એક તત્ત્વવેત્તા મુનિ (ગણઘર મહારાજ) વઘારે શ્રેષ્ઠ છે, એવા તાત્ત્વિક મુનિની બરાબરી કરનારું પાત્ર બીજું કોઈ થયું નથી અને થશે પણ નહીં.’
૧૦૦
માટે આ જૈન સાધુને દાન દેવું એ ધન્ય છે. પછી ત્યાં મુનિએ દેશના આપી. ઘણા માણસો દેશનાથી પ્રતિબોધ પામ્યા અને બધા બ્રાહ્મણો પણ શ્રાવક થયાં.
હરિકેશી મુનિ શુદ્ધ વ્રત આરાથી કેવલજ્ઞાન પામીને મોક્ષે ગયા. માટે કુળનું પ્રાધાન્ય નથી, પણ ગુણોનું જ પ્રાધાન્ય છે. ગુણ ન હોય તો કુળ કંઈ કરી શકતું નથી. વળી આ આત્મા નટની જેમ નવાં નવાં રૂપ ધારણ કરી સંસારમાં પરાવર્તન કર્યા કરે છે (અનેક દેહ ધારણ કરે છે) માટે કુળાભિમાનનો અવકાશ જ ક્યાં છે? આ હકીકતને ત્રણ ગાથા વડે સ્પષ્ટ કરે છે—
देवो नेरइउत्ति य कीडपयंगु त्ति माणुसोवेसो । रूवस्सी अ विरूवो, सुहभागी दुक्खभागी अ ॥ ४५ ॥
उत्ति य दमगुत्ति य, एस सपागुत्ति एस वेयविऊ । सामी दासो पुज्जो, खलो ति अधणो धणवइ त्ति ॥ ४६ ॥ न वि इत्थ कोवि नियमो, सकम्म विणिविट्ठ सरिसकयचिट्ठो । ગન્નુમ સવવેલો, નકુવ્વ પરિયત્તણ્ નીવો ૫૪૭ના
અર્થ—“આ જીવ દેવતા થયો, નારકી થયો, કીડો અને પતંગીઓ થયો, ઉપલક્ષણથી અનેક પ્રકારનો તિર્યંચ થયો, મનુષ્યરૂપ વેષવાળો અર્થાત્ મનુષ્ય થયો. રૂપવંત થયો, વિરૂપ એટલે દ્રૂપ પણ થયો. સુખનું ભાજન થયો, દુઃખનું ભાજન એટલે દુઃખ ભોગવનાર પણ થયો. ૫૪૫ા રાજા થયો, પ્રમક .એટલે ભિક્ષુક પણ થયો. એ જ જીવ ચંડાલ થયો, એ જ વેદનો જાણનારો પ્રધાન બ્રાહ્મણ પણ થયો. સ્વામી થયો, સેવક થયો. પૂજ્ય એવો ઉપાઘ્યાયાદિ થયો, ખલ એટલે દુર્જન પણ થયો. નિર્ધન થયો અને ધનવાન પણ થયો.।।૪૬) આ સંસારમાં કોઈ પણ પ્રકારનો નિયમ નથી અર્થાત્ મનુષ્ય મરીને મનુષ્ય જ થાય, પશુ મરીને પશુ