________________
૧૦૪
ઉપદેશમાળા
કૃમિણીએ પ્રતિજ્ઞા કરી કે “વજસ્વામી સિવાય અન્યને હું પરણીશ નહીં. તેણે પોતાના પિતાને પણ કહ્યું કે હું વજસ્વામી સિવાય અન્યને વરવાની નથી.”
આ પ્રમાણે કેટલોક કાળ વ્યતીત થયા પછી વજસ્વામીનું આગમન સાંભળીને ઘનાવહ શેઠ પુત્રી ઉપરના સ્નેહને લીધે અનેક કોટિ રત્નો સહિત દેવાંગનાઓ કરતાં પણ વઘારે સુંદર એવી અને આભૂષણોથી અલંકૃત પોતાની પુત્રીને લઈને ભગવાન વજસ્વામી પાસે આવ્યા અને હાથ જોડી બોલ્યા કે “હું ભગવન્! પ્રાણથી પણ અધિક વહાલી એવી આ મારી કન્યાનું રત્નરાશિ સહિત પાણિગ્રહણ કરવા કૃપા કરો.” વજસ્વામીએ કહ્યું કે “હે ભદ્ર! આ કન્યા ભોળી છે, મુગ્ધ છે. તે કંઈ પણ સમજતી નથી. અમે તો મુક્તિરૂપી કન્યાના આલિંગનમાં ઉઘુક્ત હોવાથી અશુચિથી ભરેલી સ્ત્રીઓમાં રતિ પામતા નથી. સ્ત્રીનું શરીર મળમૂત્રની ખાણ છે તેને સ્પર્શ કરવો એ પણ અનર્થકારી છે. કહ્યું છે કે
वरं ज्वलदयस्तंभः परिरंभो विधीयते।।
न पुनर्नरकद्वार-रामाजघनसेवनम् ॥ પ્રજવલિત લોઢાના થાંભલાને આલિંગન કરવું એ વધારે સારું છે, પણ નરકના દ્વારરૂપ સ્ત્રીના જઘનનું સેવન કરવું સારું નથી.” માટે આ મોહના નિવાસરૂપ સ્ત્રીનો દેહ પ્રાણીઓને પાશરૂપ જ છે. હ્યું છે કે
आवर्तः संशयानामविनयभवनं पत्तनं साहसानां दोषाणां सन्निधानं कपटशतमयं क्षेत्रमप्रत्ययानाम् । स्वर्गद्वारस्य विघ्नं नरकपुरमुखं सर्वमायाकरण्डं
स्त्रीयन्त्रं केन सृष्टं विषममृतमयं प्राणिनामेंकपाशः॥ સંશયોનું વમળ, અવિનયનું ઘર, સાહસનું નગર, દોષોનો ભંડાર, હજારો કપટથી ભરેલું, અવિશ્વાસનું ક્ષેત્ર, સ્વર્ગદ્વારનું વિઘ, નરકપુરનો દરવાજો, સર્વ પ્રકારની માયાનો કંડીયો એવું આ સ્ત્રીરૂપ યંત્ર કોણે સર્યું હશે કે જે પ્રાણીઓને વિષમય છતાં અમૃતમય દેખાતું પાશરૂપ છે? માટે બ્રહ્મચારીઓને સ્ત્રીનો સંગ જ કરવો યોગ્ય નથી અને તેનાં અંગોપાંગ પણ જોવાં યોગ્ય નથી. વળી– स्नेहं मनोभवकृतं जनयंति भाव, नाभिभुजस्तनविभूषणदर्शितानि । वस्त्राणि संयमनकेसविमोक्षणानि, भ्रूक्षेपकंपितकटाक्षनिरीक्षणानि ॥
સ્ત્રી કામદેવથી ઉત્પન્ન થયેલા સ્નેહને પેદા કરે છે; હાવભાવથી ભુજા, સ્તન, વિભૂષણ, વસ્ત્ર અને છૂટા કરેલા કેસ દેખાડે છે, તેમજ ભૃકુટીના આક્ષેપથી કંપિત કટાક્ષ પૂર્વક જુએ છે.” વિષથી પણ અધિક વિષમ એવા આ વિષયોનું વર્ણન કરવાથી પણ સર્યું. વળી માનસ સરોવર ઉપર પ્રાપ્ત થયેલો, બન્ને પક્ષથી શુદ્ધ, સુમતિ હંસીથી યુક્ત, નિર્મળ ધ્યાનરૂપ મુક્તાફલમાં આસક્ત, જડ અને ચૈતન્યના