________________
(૧૭) શ્રી વજમુનિનું દ્રષ્ટાંત
૧૦૧ જ થાય ને દેવતા ચવીને દેવતા જ થાય એમ કેટલાક કહે છે પણ એવો કોઈ નિયમ નથી. પોતાનાં કર્મોનો જેવો ઉદય હોય તે પ્રમાણે ચેષ્ટા કરનારો આ જીવ નવાં નવાં રૂપ ને વેષ ઘારણ કરનારા નટની જેમ આ સંસારમાં નવા નવા રૂપે) પરિભ્રમણ કરે છે.”૪ળા
આ પ્રમાણે સંસારનું સ્વરૂપ જાણીને વિવેકી મનુષ્યો મોક્ષના અભિલાષી જ હોય છે, ઘનાદિના ઇચ્છુક હોતા નથી. તે ઉપર કહે છે–
कोडीसएहि धण-संचयस्स गुणसुभरीयाए कन्नाए।
नवि लुखो वयररिसी अलोभया एस साहूणं ॥४८॥ અર્થ- “સેંકડો કોટિ દ્રવ્ય (ઘન) સહિત આવેલી, રૂપ-લાવણ્યાદિ ગુણોએ ભરેલી એવી કન્યામાં પણ વયરઋષિ (વજસ્વામી) લોભાયા નહીં, લુબ્ધ થયા નહીં. આવી અલોભતા સર્વ સાધુઓએ કરવી અર્થાત્ એવા નિલભી થવું.”
ભાવાર્થ–પુષ્કળ ઘન સહિત અત્યંત રૂપવતી “રુક્િમણિ' નામની કન્યા વજસ્વામીના ગુણોથી મોહ પામીને તેમને વરવા આવી, છતાં વજસ્વામીએ કિંચિત પણ દ્રવ્યમાં કે સ્ત્રીમાં ન લોભાતાં તેને ઉપદેશ આપી ઘર્મ પમાડી ચારિત્ર આપ્યું. આવી નિલભતા સર્વ મુનિ મહારાજાઓએ રાખવા યોગ્ય છે.
* શ્રી વજમુનિનું વ્રત - તુંબવન ગામમાં ઘનગિરિ નામનો એક વ્યાપારી વસતો હતો. તે અતિ
ભદ્રિક હતો. તેને સુનંદા નામે સ્ત્રી હતી. તેની સાથે ભોગ ભોગવતાં તેણે ઘણા દિવસો સુખથી વ્યતીત કર્યા. એક દિવસ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી ઘનગિરિએ સગર્ભા ભાર્યાને છોડીને સિંહગિરિ ગુરુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું અને તે ઉગ્ર તપ કરવા લાગ્યા અને ગુરુસેવાના રસિક થઈ સારણા, વારણા, ચોયણા, પડિચોયણા વગેરે ગ્રહણ કરવામાં કુશળ થયા. . પાછળ સુનંદાને પુત્ર પ્રસવ થયો. તે વખતે “આના પિતાએ દીક્ષા લીઘેલી છે અને તે ઘન્યવાદ આપવા લાયક મુનિ થયેલા છે એવું તે પુત્ર જન્મતાં જ સ્વજન મુખથી સાંભળીને મનમાં ચિંતન કરવા લાગ્યો કે “અરે! આ લોકો શું બોલે છે? આ દીક્ષાઘર્મ કેવો હોય છે? મેં કોઈ પણ વખત તેનો અનુભવ કરેલો લાગે છે.” શો પ્રમાણે ધ્યાનમાં તત્પર થયેલા તે બાળકને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું એટલે તેણે પૂર્વે અનુભવેલું ચારિત્ર ઘર્મનું સ્વરૂપ જાણ્યું. તેથી સંસારથી વિરક્ત થઈને તે વિચાર કરવા લાગ્યો કે “આ જન્મ જરા આદિની દુઃખપરંપરાથી વ્યાસ એવો સંસારનો વિલાસ ક્યાં? અને શાશ્વત સુખનો જ્યાં પ્રકાશ છે એવા ચારિત્ર ઘર્મમાં નિવાસ ક્યાં? અરે! અનંતીવાર વિષયો ભોગવ્યા છતાં પણ આ જીવ વિષયોમાં સિ પામતો નથી! કહ્યું છે કે