________________
(૧૫) સ્કંદક શિષ્ય દૃષ્ટાંત
હવે પાલકે એકાંતમાં રાજા પાસે આવીને કહ્યું કે “હે સ્વામિનું! આ સ્કંદકાચાર્ય પાખંડી છે, તે સાધુ નથી; પોતાના આચારથી ભ્રષ્ટ થયેલો છે, અને હજાર હજાર યોદ્ધાઓની સાથે લડી શકે એવા પાંચસો પુરુષોને સાથે લઈને તમારું રાજ્ય લેવા માટે આવ્યો છે. તે સાંભળી દંડક રાજાએ કહ્યું કે “તું તે વાત શી રીતે જાણે છે?” પાલકે કહ્યું કે હું આપને તેઓની ઠગાઈ બતાવી આપું.” પછી કોઈ કાર્યનું બહાનું બતાવી સાધુઓને બીજા વનમાં મોકલ્યા, અને રાજાને ઉપવનમાં લઈ જઈ પાલકે પોતે ભૂમિમાં દાટેલાં શસ્ત્રો કાઢીને બતાવ્યા. શસ્ત્રો જોઈ રાજાનું મન ચલિત થયું, અને પાલકને હુકમ આપ્યો કે તું તે સાધુઓને તને યોગ્ય લાગે તે શિક્ષા કર'. એ પ્રમાણે કહીને રાજા ઘેર ગયો.
પછી પૂર્વવરી પાલકે માણસોને પીલવાનું યંત્ર લાવીને વનમાં ખડું કર્યું. અને તેની અંદર એક એક મુનિને નાંખવા લાગ્યો. અંદકાચાર્ય દરેક મુનિને આલોચના કરાવે છે અને તેઓના મનને સમાધિ પમાડે છે. તેથી જેઓએ કાયાની મૂછનો સર્વથા ત્યાગ કરેલો છે, કર્મ ખપાવવામાં જ જેઓની દ્રષ્ટિ નિબદ્ધ થઈ છે, ભોગવ્યા વગર કર્મનો ક્ષય થતો નથી એવો જેઓના મનમાં નિશ્ચય થયેલો છે, જેઓ મન રાગદ્વેષરહિત થયેલું છે અને જેઓનું અંતઃકરણ પરમ કરુણારસથી ભાવિત થયેલું છે એવા તે પૂજ્ય મુનિઓ શુક્લ ધ્યાનવડે કર્મરૂપી ઇંઘનને બાળી દઈ પક્મણી ઉપર આરૂઢ થઈ દુષ્ટ પાલકના લાવેલા યંત્રમાં પલાતા સતા અંતાવસ્થામાં કેવળજ્ઞાન પામીને (અંતકૃત કેવળી થઈને) મોક્ષે ગયા. એ પ્રમાણે અનુક્રમે ચારસો નવાણું સાઘુઓ મુક્તિ પામ્યા. - પછી એક નાનો શિષ્ય બાકી રહ્યો. તેને પણ પાપાત્મા પાલકે પીલવાની તૈયારી કરી. ત્યારે અંદકાચાર્યે કહ્યું કે “અરે પાલક! પ્રથમ મને પીલ, પછી આ લધુ શિષ્યને પીલજે.' એ પ્રમાણે કહેવા છતાં પણ દુષ્ટ પાલકે તે શિષ્યને જ જલદીથી પ્રથમ પીલ્યો. તેથી “અરે! આ દુરાત્માની કેવી દુષ્ટતા છે!” એમ વિચારતાં અંદકાચાર્યને અતિ તીવ્ર ક્રોઘાગ્નિ પ્રગટ થયો; તે ક્રોઘાગ્નિમાં ક્ષણમાત્રમાં તેમના ગુણરૂપી ઇંઘન બળી ગયાં. પછી “અરે! મારી નજર આગળ આ દુરાત્માએ કેવું નીચ કૃત્ય કર્યું! આ પાલક પુરોહિત અતિ દુષ્ટ છે, આ દંડક રાજા પણ અતિ અઘમ છે અને આ નગરનાં લોકો પણ અતિ નિર્દય છે.” એ પ્રમાણે વિચારતાં ક્રોધથી જ્વલિત થયેલા સ્કંદકાચાર્યે પાલકને ઉદ્દેશીને કહ્યું કે “અરે દુરાત્મન્ ! હું તારો વઘ કરનાર થઈશ.' એ પ્રમાણે તેમણે નિયાણું કર્યું, તેથી વિશેષ ક્રોઘયુક્ત બનેલા પાલકે સ્કંદકાચાર્યને પણ યંત્રમાં પીલી નાંખ્યા. તેથી જેમણે સંયમની વિરાઘના કરી છે એવા સ્કંદકાચાર્ય મરણ પામીને અગ્નિકુમાર નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયા.