________________
" ઉપરોક્ત ૯ માંથી છેલ્લું સ્તોત્ર દશક અપ્રગટ છે. જિન સ્તોત્ર રત્નકોશનો પ્રથમ પ્રસ્તાવ જ પ્રગટ થયો છે. (આગળના પ્રસ્તાવ પ્રાયઃ મળતાં નથી.) ત્રિદશતરંગિણી ગ્રંથ પણ પૂર્ણ મળતો નથી. આ ગ્રંથનું જે વર્ણન મળે છે તે જોતાં આ ગ્રંથ બેનમૂન હશે. વિજ્ઞપ્તિપત્રોમાં અને ઐતિહાસિક ગ્રંથોમાં એનું અનેરું મૂલ્ય છે. આ ગ્રંથની રચના ગચ્છાધિપતિ આ. દેવ સુંદરસૂરિજી ઉપર પર્યુષણ પર્વપ્રસંગે વિજ્ઞપ્તિ પત્ર તરીકે થયેલી. ૧૦૮ હાથ લાંબા આ પત્રમાં પ્રાસાદ, પદ્મચક્ર, ષકારક, ક્રિયાગુપ્તક વગેરે ૩૦૦ જેટલા બંધ, અનેક ચિત્રાક્ષર,
વ્યક્ષર આદિ વિશિષ્ટતાવાળા સ્તોત્રો, સેંકડો ચિત્રો, હતા, એમાં ૧૦૮ ચીટ્ટીઓ ચોંટાડવામાં આવી હતી. એના પ્રથમ સ્ત્રોતનું નામ “જિનાદિ સ્તોત્રરત્નકોશ અથવા “નમસ્કાર મંગલ’ હતું. ત્રીજા સ્તોત્રનું નામ “ગુરુ પર્વ વર્ણન રાખેલું."
આ ગ્રંથનું નામ ત્રિદશતરંગિણી (દેવ ગંગા) છે. ગ્રંથકારે પોતાના હૃદયને હિમવત પર્વતની ઉપમા આપી છે. પર્વત ઉપર હૂદ હોય એમાંથી નદી નિકળે એમાં તરંગો હોય, આ ગ્રંથના વિભાગો પણ આ રીતે ગોઠવ્યા છે. દરેક સ્ત્રોતમાં મહાલૂદ છે. ત્રીજા સ્ત્રોતનું મહાહુદ “ગુર્નાવલી’ નામનું છે.' ગુર્નાવલીના છેડે ૬૧મો તરંગ પૂરો થયાનો ઉલ્લેખ છે.
૧. જિનવર્ધનગણિકૃત “પદાવલી', હર્ષભૂષણગણિ રચિત “અંચલમત દલન પ્રકરણ”,
તપાગચ્છપદાવલી’ ધર્મસાગર ઉપા. કૃત. ૨. હીરાલાલ કાપડિયા લખે છે કે – “આ કૃતિ સંપૂર્ણ – પણે કોઈ સ્થળે મળતી હોય
એમ જણાતું નથી. જૈનાનંદ પુસ્તકાલયની ક્રમાંક ૨૩૭ની હાથપોથીમાં ‘સ્તવપંચવિશતિકા સુધીનો જ ભાગ છે. અહીંના અણસુરગચ્છના ભંડારની એક હાથપોથી (ક્રમાંક ૫૭૫) માં સંપૂર્ણ “વર્તમાન ચતુર્વિશતિ સ્તવ - ચતુર્વિશતિકા' નામનું હૃદ છે. ફક્ત પહેલું પત્ર નથી અને એથી પ્રથમનાં નવ નવ પધોવાળા ત્રણ તરંગ અને ચોથાના સાડાચાર પધો (ફુલ્લે ૩૧ પધો) ખૂટે છે. (જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ નં. ૨, ઉ. ૧, પૃ૪૭૭)
મુનિરાજ શ્રી ધુરંધર વિજયજી મ.સા. ના કહેવા મુજબ ત્રિદશ તરંગિણી પ્રથમ સ્રોતની હ. લિ. પ્રત પાટણ હેમચન્દ્રાચાર્ય જ્ઞાનભંડારમાં છે. ૩. આ કૃતિ ૪૯૬ પધાત્મક છે. યશો વિ. ગ્રંથમાળામાંથી વિ. સં. ૧૯૦૫ માં પ્રસિધ્ધ થયેલી
આ કૃતિનું તાજેતરમાં જિનશાસન આ. ટ્રસ્ટ તરફથી પુનર્મુદ્રણ થયું છે.