________________
અનિવૃત્તિકરણ, અધિગમ સમ્યગ્દર્શન iii) અનિવૃત્તિકરણ - એકસાથે અનિવૃત્તિકરણમાં પ્રવેશેલા જીવોના અધ્યવસાય સરખા હોય છે. અનિવૃત્તિકરણના સંખ્યાતાબહુભાગો વીત્યા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે જીવ અંતરકરણ કરે છે, એટલે કે અંતર્મુહૂર્ત સુધીના નિષેકોમાંથી મિથ્યાત્વમોહનીયકર્મના દલિકો ખાલી કરે છે. અંતરકરણની નીચેની સ્થિતિને પ્રથમ સ્થિતિ કહેવાય છે અને ઉપરની સ્થિતિને બીજી સ્થિતિ કહેવાય છે. અંતરકરણ કર્યા પછી જીવ પ્રથમ સ્થિતિને ઉદય-ઉદીરણાથી ભોગવે છે અને બીજી સ્થિતિમાં રહેલા કર્મદલિકોને અસંખ્યગુણાકારે ઉપશમાવે છે. પ્રથમસ્થિતિ ભોગવાઈ જતા મિથ્યાત્વમોહનીયકર્મના બંધ અને ઉદય અટકી જાય છે અને બીજી સ્થિતિમાં રહેલ મિથ્યાત્વમોહનીય કર્મના બધા દલિકો ઉપશાંત થઈ જાય છે. ત્યારે અનિવૃત્તિકરણ પૂર્ણ થાય છે.
ત્યાર પછીના સમયે જીવ અંતરકરણમાં પ્રવેશે છે. અંતરકરણના પ્રથમસમયે જીવને તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધારૂપ પથમિક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. જન્મથી અંધને આંખ મળતા જેટલો આનંદ થાય તેના કરતા વધુ આનંદ જીવને ઔપથમિક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વખતે થાય છે.
કોઈક જીવ ગ્રંથિદેશે આવી પાછો ફરે છે. કોઈક જીવ ગ્રંથિદેશે આવી ત્યાં જ રહે છે.
સાદિ મિથ્યાદૃષ્ટિ કે અનાદિ મિથ્યાદષ્ટિ જીવ અનાદિ સંસારમાં ભમતા ભમતા કોઈના પણ ઉપદેશ વિના પરિણામવિશેષથી અપૂર્વકરણ પામી જે સમ્યગ્દર્શન પામે છે, તે નિસર્ગ સમ્યગ્દર્શન છે. (૨) અધિગમ સમ્યગ્દર્શન - બીજાના ઉપદેશ વગેરે નિમિત્તને પામીને જીવાદિ તત્ત્વો ઉપર જે શ્રદ્ધા થાય તે અધિગમ સમ્યગ્દર્શન છે.
નિષેકકતે તે સમયે ગોઠવાયેલા કર્મદલિકો.