________________
યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ
(i) યથાંપ્રવૃત્તકરણ - જેમ પર્વતમાંથી નીકળતી નદીના પ્રવાહમાં તણાઈ રહેલો પર્વતનો પથ્થર અથડાતો, કૂટાતો પોતાની મેળે જ લીસો થઈ જાય છે તેમ અનાદિકાળથી સંસારમાં ભમતો જીવ ક્યારેક અનાભોગથી સાજિક રીતે જ યથાપ્રવૃત્તકરણના શુભ અધ્યવસાયો પામે છે. તેનાથી તે સત્તામાં રહેલા આયુષ્ય સિવાયના કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને ખપાવીને અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ કરે છે. તેમાંથી પણ તે પલ્યોયમ/અસંખ્ય પ્રમાણ સ્થિતિ ખપાવે છે. તે વખતે તે ગાઢ રાગ-દ્વેષના પરિણામરૂપ વજ્ર જેવી દુર્ભેદ્ય અને કઠણ ગ્રન્થિને ભેદવાની નજીક આવે છે. આ ગ્રન્થિ અનાદિકાળથી જીવને વળગેલી છે. ભવ્યજીવો અને અભવ્યજીવો અનંતીવાર અહીં સુધી આવે છે.
૩
(ii) અપૂર્વકરણ - ચરમાવર્તકાળવર્તી વિશુદ્ધ પરિણામવાળો કોઈક ભવ્ય જીવ અપૂર્વક૨ણ વડે તે ગ્રંથિને ભેદે છે. અનાદિકાળમાં પહેલા ક્યારેય નહિ આવેલો વિશુદ્ધ અધ્યવસાય તે અપૂર્વકરણ. અપૂર્વકરણમાં જીવ પૂર્વે ક્યારેય નહિ કરેલ એવા સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી અને અપૂર્વસ્થિતિબંધ કરે છે.
સ્થિતિઘાત - સત્તામાં રહેલા આયુષ્ય સિવાયના સાત કર્મોની દીર્ઘ સ્થિતિને અપવર્તનાકરણ વડે ઘટાડીને અલ્પ કરવી તે સ્થિતિઘાત.
રસઘાત - સત્તામાં રહેલા અશુભ કર્મોના તીવ્રરસને અપવર્તનાકરણ વડે ઘટાડીને અલ્પ કરવો તે રસઘાત.
ગુણશ્રેણી - ઉદયવાળી પ્રકૃતિમાં ઉદયસમયથી અને અનુદયવાળી પ્રકૃતિમાં ઉદયાવલિકાની ઉપરના સમયથી અંતર્મુહૂર્ત સુધીના નિષેકોમાં કર્મદલિકોને અસંખ્યગુણાકારે ગોઠવવા તે ગુણશ્રેણી.
અપૂર્વસ્થિતિબંધ - પછી પછીનો સ્થિતિબંધ પલ્યોપમ/સંખ્યાત પ્રમાણ ન્યૂન કરવો તે અપૂર્વસ્થિતિબંધ.
અપૂર્વકરણ વડે ગ્રન્થિને ભેદીને જીવ અનિવૃત્તિકરણમાં પ્રવેશે છે.