________________
શ્રીઉમાસ્વાતિ વાચકવર્ય વિરચિત છે શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર -
પદાર્થસંગ્રહ શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર વાચકવર શ્રીઉમાસ્વાતિજી મહારાજે રચેલ છે. તેની ઉપર તેમણે ભાષ્ય પણ રચેલ છે. શ્રીસિદ્ધસેનગણિ મહારાજે આ ભાષ્ય ઉપર ટીકા રચી છે. આ ત્રણેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે.
જ મોક્ષમાર્ગ પ્રકરણ (સૂત્ર-૧૧) સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર આ ત્રણ પ્રકારનો મોક્ષમાર્ગ છે. આ ત્રણે ભેગા મળીને મોક્ષના સાધનરૂપ બને છે. ત્રણમાંથી કોઈ પણ એકના અભાવમાં બાકીના બે મોક્ષના સાધન બનતા નથી. આ ત્રણમાંથી પૂર્વ-પૂર્વનાનો લાભ હોય ત્યારે પછી-પછીનાનો લાભ હોય અથવા ન હોય, પછી-પછીનાનો લાભ હોય ત્યારે પૂર્વ-પૂર્વનાનો લાભ અવશ્ય હોય. એટલે કે સમ્યગ્દર્શન હોય ત્યારે સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર હોય અથવા ન પણ હોય. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હોય ત્યારે સમ્યક્રચારિત્ર હોય અથવા ન પણ હોય. સમ્યજ્ઞાન હોય ત્યારે સમ્યગ્દર્શન અવશ્ય હોય, સમ્યક્રચારિત્ર હોય અથવા ન પણ હોય. સમ્યક્રચારિત્ર હોય ત્યારે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન અવશ્ય હોય. સમ્યગ્દર્શન | સમ્યજ્ઞાન , સમ્યફચારિત્ર
|| હોય ન હોય | હોય ન હોય
સ
સમ્યફચારિત્ર હોય ન હોય
સમ્યજ્ઞાન
હોય હોય સમ્યફચારિત્ર | સમ્યગ્દર્શન
હોય | હોય
સમ્યજ્ઞાન
હોય