________________
સમ્યગ્દર્શન પ્રકરણ :
જીવ, અજીવ, આગ્નવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષરૂપી તત્ત્વોની ભાવપૂર્વક શ્રદ્ધા કરવી એ સમ્યગ્દર્શન છે. (સૂત્ર-૧/૨) સમ્યગ્દર્શનના પાંચ લક્ષણ છે – ૧) પ્રશમ - જિનપ્રવચનના રાગથી દોષો શાંત થવા તે પ્રશમ, અથવા
ઈન્દ્રિયોના વિષયોના ભોગવટાનો ત્યાગ કરવો તે પ્રશમ. ૨) સંવેગ - જૈનપ્રવચનને અનુસાર નરક વગેરે ગતિઓને જોઈને
ભય પામવો તે સંવેગ, અથવા મોક્ષની તીવ્ર અભિલાષા તે
સંવેગ. ૩) નિર્વેદ - વિષયો પ્રત્યેની અનાસક્તિ તે નિર્વેદ, ૪) અનુકંપાને કોઈ જાતના સ્વાર્થ વિના જીવો ઉપર કરુણા તે અનુકંપા. ૫) આસ્તિક્ય - જૈનપ્રવચનમાં કહેલા જીવ, પરલોક વગેરે બધા
અતીન્દ્રિય પદાર્થો વિદ્યમાન છે એવી શ્રદ્ધા તે આસ્તિક્ય. આ પાંચ લક્ષણો દ્વારા જીવમાં રહેલું સમ્યગ્દર્શન ઓળખાય છે. પ્રશમાદિ પાંચની પ્રાપ્તિ પડ્યાનુપૂર્વીના ક્રમે થાય છે. પહેલા આસ્તિક્ય પ્રાપ્ત થાય, પછી ક્રમશઃ અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમની પ્રાપ્તિ થાય છે.
સમ્યગ્દર્શનના બે પ્રકાર છે. તે આ પ્રમાણે - (સૂત્ર-૧/૩)
(૧) નિસર્ગ સમ્યગ્દર્શન - તીર્થકર વગેરેના ઉપદેશ વિના જીવને જાતે જ કર્મોના ઉપશમ વગેરેથી જે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે, તે નિસર્ગ સમ્યગ્દર્શન છે. તે પામવાની પ્રક્રિયા આ પ્રમાણે છે