________________
૧૮
સુરતને જેને ઈતિહાસ.
ગાથા કહી, તે સાંભળી વૈરાગ્ય પામ્યો “ધન્ય છે સાધુને અવતાર, એહવા સાધુ સ્વામિજી! આજ પણ હશે?” ત્યારે બહુજી રૂષિ બોલ્યા “શેઠજી એહવા સાધુ હતા તે મોકલા થીયા, (બીજા) મોહ પાશ માયામાં બંધાણ, સાધુ હતા તે માટે મારે મત વર્તે છે. શેઠજી! તુમ્હારી સહાય હાય તે એહવું સાધુપણું અગિકાર કરો.” ત્યારે કપાસિયાન શેઠિયા બે “સ્વામિ! અમ થકી નીપજશે, તેમાં પાછી પાની નહિ કાટું-કરું” તે સાંભળી લહુજી રૂષિ જંગલમાં ગયા, ત્યાં પૂર્વ સામા ઉભા રહી બે હાથ જોડી અરિહંત ને સિને નમસ્કાર કરી પંચ મહાવતનો ઉચ્ચાર કીધો, ત્રણે સાધુએ ફરી સંજમ લેઈ ચારિત્ર અંગિકાર કર્યા ત્યાર પછી નાસર તળાવના માર્ગમાં પાણીનીક ખાલ હતી ત્યાં આજ્ઞા માંગી ઉતર્યા; પછી ઘણું બાઈ ભાઈ શહેરના, સાધુની ખબર પડી તે ધર્મકથા સાંભળવાને આવે. ત્યાં બાઈઓ કેઇક પાણીનાં બેડાં સહિત ઉભી થકી સાંભળે, ત્યાં જિન માર્ગની રીત સમજવા લાગા, ત્યારે બહુજી અણગારની બાઈ ભાઈ ઘણી પ્રશંસા કરે. તે વાત વીરજી વોરા પાસે ચાલી ગઈ; (તે) સાંભળીને કોપાયમાન થયો “હારા ગચ્છમાં લહુજીએ ભેદ પાડે તે માટે સૂરત થકી ખંભાતના હાકેમ ઉપર કાગળ લખે જે “લહુજ સેવકું ખંભાતફેંતી નિકાલ દિયો.” પછી હાકેમે લહુજી અણગારને તેડાવ્યો, તેને એકને એકાંતે બેસાડી મુક્યા, ત્યાં બેઠા બેઠા સઝાય ધ્યાન કરવા લાગ્યા ‘રે જીવ! તને અપૂર્વ લાભનું ઠેકાણું આવ્યું છે. ત્યાં બેઠા થકા એક બે ત્રણ ઉપવાસ થયા ત્યારે દાસી(એ) જાતાં આવતાં દેખીને બેગમને અજી કરી એક સેવડકુ નબાપે (નવાબે) કયા હે, સારા દિન પઢે છે,