Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
इति श्रीसिद्धहेमचन्द्रशब्दानुशासनलघुवृत्तिविवरणे प्रथमेऽध्याये प्रथमः पादः ॥
હિિરવ - વિષ્ણુની જેમ બલીને બાન્ધનાર શંકરની જેમ ત્રણશક્તિથી યુક્ત અને બ્રહ્માની જેમ કમલાશ્રય એવા શ્રીમૂલરાજ રાજા જય પામે છે. આશય એ છે કે વિષ્ણુએ બલી નામના રાજાને બાન્ધ્યો હતો તેમ મૂલરાજ રાજાએ બલી એટલે બલવાન્ રાજાઓને બાન્ધ્યા હતા. શંકર, ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશ અંગેની ત્રણ શક્તિવાલા હતા - તેમ મૂલરાજ રાજા, નિગ્રહ (દંડ); અનુગ્રહ (કૃપા) અને પાલન અંગેની ત્રણ શક્તિવાલા હતા. તેમજ બ્રહ્મા જેવી રીતે કમલાશ્રય (મમાશ્રયો યસ્ય સ:) હતા તેમ મૂલરાજ રાજા પણ કમલા - લક્ષ્મીના આશ્રય (માયા આશ્રય:) હતા. આ રીતે બલિબન્ધકરત્વેન ત્રિશક્તિયુક્તત્વેન અને કમલાશ્રયત્વેન અનુક્રમે વિષ્ણુ, શંકર અને બ્રહ્માનું સામ્ય દર્શાવીને શ્રીમૂલરાજ રાજાનું અહીં વર્ણન કર્યું છે.
२४