Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
અહીં એ યાદ રાખવું જોઇએ કે ‘`ોતઃ વાસ્તે... ૧-૨-૨૫ થી પદાન્તનો અધિકાર ચાલું હોવા છતાં આ સૂત્રમાં વર્ણસ્યાન્ત” આ પ્રમાણે ‘અન્તે’નું ગ્રહણ કર્યું હોવાથી આ સૂત્રમાં કેવલ પદાન્ત એ હૈં. કે ૩ વર્ણનું ગ્રહણ થતું નથી; પરન્તુ પદાન્ત મૈં રૂ કે ૩ વર્ણ વિરામસ્થ જ ગ્રાહય છે. તેથી ઉપસર્ગ કે સમાજ્ઞાનવૃત્તિ ઞ રૂ કે ૩ વર્ણવિરામસ્થ ન હોવાથી તેને આ સૂત્રથી વિહિત અનુનાસિક આદેશ થતો નથી. ઉપસર્ગો અવ્યય હોવાથી તેને અને સમાસના પૂર્વપદને લુપ્ત વિભક્તિના કારણે પદ સંજ્ઞા થવાથી તેના અન્તે રહેલા ૭ ૩ કે ૪ વર્ણ પદાન્ત હોવા છતાં વિરામમાં રહેલા નથી- એ સમજી શકાય 9.1180 11
॥ इति श्रीसिद्धहेमचन्द्रशब्दानुशासनलघुवृत्तिविवरणे प्रथमेऽध्याये द्वितीयः पादः ॥
પૂર્વમવવાળોષી:- પૂર્વભવની પત્ની ગોવાળણીઓનું હરણ કરવાનાં સ્મરણથી જ જાણે સળગી ઉઠયો છે ક્રોધરૂપી અગ્નિ જેનોએવા શ્રી મૂલરાજ પુરુષોત્તમે (વિષ્ણુએ); દુષ્ટ આભીરોને માર્યા. આશય એ છે કે અહીં ગ્રન્થકાર૫૨મર્ષિએ શ્રી મૂલરાજને શ્રી કૃષ્ણના બીજા અવતાર સ્વરૂપ પુરુષોત્તમની ઉપમા આપીને વર્ણવ્યા છે. શ્રી મૂલરાજે દુષ્ટ આભીરો (ગોવાળીયા) ને માર્યા હતા. તેના કારણ તરીકે પોતાના પૂર્વભવમાં પોતાની પત્ની જે ગોપીઓ હતી તે ગોપીઓનું હરણ કરીને વર્તમાનમાં ગોવાળીઆઓએ; તેઓને પોતાની પત્નીઓ બનાવી છે. એનાં સ્મરણને વર્ણવ્યું છે - ઈત્યાદિ સમજી શકાય છે.
४८