________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
૫–એક કુતરાની વફાદારી અને વણજારાને પશ્ચાત્તાપ
કુતરે ઘણું ઉપયોગી પ્રાણી છે. જંગલમાં રહેનારા એની કિંમત બરાબર સમજે છે. “કુતરાઓની વફાદારીની વાર્તાઓ ઘણી પ્રસિદ્ધ થઈ છે. આ એક વાર્તા તેમાં ખાસ ઉમેરવા જેવી છે.
જુના વખતમાં પિડી વણજારાઓની શાખ સારી હતી. તેઓ દેશ-દેશાંતર હજાર રૂપિયાને માલ લઈ જતા ને લાવતા. એવા એક પાડી વણજારાને ખોટ આવવાથી દેવું થયું. લેણદાર શેઠ તેની પાસે વારંવાર ઉઘરાણી કરે ને વણજારાને શરમાવું પડે. તેની પાસે રોકડ નાણું કંઇજ ન હતું. તેની પાસે જે કાંઈ પણ મિલકત હોય તો તે તેને વફાદાર એક કુતરોજ હતો. એ કુતરાને તે કદી પોતાનાથી વિખૂટો કરતો ન હતો, કુતરે એ તેને પ્રાણ હતો, લેણદારની ઉધરાણીથી કંટાળીને છેવટે તે પિઠી વણજારાએ શેઠને પિતાને કુતરે એવી શરતે લખી આયો કે, દેવું વાળ્યા પછી તે પાછો પિઠીને સંપવો. લેણદાર શેઠ કુતરાને લઈ ઘેર ગયે.
એવું બન્યું કે, થોડા દિવસ પછી આ શેઠને ઘેર ખાતર પડયું. પાંચથી દશ હજારનો માલ ચાર. શેઠ તો રડવા લાગ્યા. ગામની પોલીસ ને માણસો મળી ચોરનાં પગલાંની શોધ કરવા લાગ્યા પણ કંઈ પત્તો લાગે નહિ. પેલો કુતરો છેટે ઉભા રહી આ બધી ધાંધલ જોયા કરતો હતો. માણસો જયારે વીખરાઈ ગયા, ત્યારે તે પોતાના માલીક પાસે આવ્યો ને તેમના ધોતી માનો છેડે ૫કડી, ખેંચવા લાગ્યો. શેઠે માન્યું કે, આ કુતરે કવખતે ગેલ કરે છે, તેથી બે ત્રણ વાર તો તેને કાઢી મૂ
પરંતુ કુતરાએ તો વારંવાર એમ કરવા માંડયું, ત્યારે કેટલાક માણસોને શંકા થઈ અને તેમણે શેઠને કહ્યું કે, કુતરો વણજારાનો છે, પગપારખુ છે; તે જુઓ તો ખરા કે, એ ખેંચીને ક્યાં, લઈ જાય છે અગર શું કરે છે ?
પછી શેઠ અને કેટલાક માણસે કુતરાની પાછળ પાછળ ગયા. જંગલમાં બેએક ગાઉ દૂર, ગયા, ત્યાં એક વડના ઝાડ તળે કુતરો નખથી જમીન ખણવા લાગે; એટલે શેઠના નોકરોએ તે જગાએ ઉ ખાદ્ય આશ્ચર્યની સાથે તે જગાએથી ચોરોએ દાટેલે શેઠને બધો માલ નીકળી આવ્યો. બન્યું એમ હતું કે, કુતરો એની પાછળ છાનો છાને રાત્રે ગયેલો અને તેઓ આ માલ, કયાં દાટે છે, તેની તપાસ તેણે બરાબર રાખેલી ! સૌ કુતરાની હોશિયારી અને વફાદારીની તારીફ કરવા લાગ્યા.
વણજારાના કુતરાએ ઘર રાખ્યું, તેથી શેઠ તેનાપર ઘણું ખુશ થઈ ગયા. તેમણે વણજારાનું લેણું પતી ગયું એમ માની કુતરાને તેના મૂળ માલીક પાસે જવા છુટો કર્યો. તેમણે આ બધી બાબત એક ચિઠ્ઠીમાં લખી તે ચિઠ્ઠી કુતરાને ગળે બાંધી, ઘણા આનંદ સાથે તેને વિદાય કર્યો. કુતરો. પણ બહુ હર્ષમાં આવી જઇ પિતાના સ્વામીને મળવા આતુર થઈ ચાલ્યો.
આ સમયે પેલા પિઠી વણજારાનો મુકામ ઈડર સ્ટેટના વડાલી ગામથી એકાદ ગાઉ છેટે હતો. સવારના પહોરમાં વણજાર તાપતા હતા, ત્યાં તો તેણે દૂરથી પોતાના કુતરાને આવતા દીઠો. તેણે ધાર્યું કે, કુતરે શેઠને ઘેરથી નાસી આવ્યો ને મારું નામ બોળ્યું. તેનું હૃદય ઉકળી. આવ્યું. આવા બેઇમાનને હવે જીવતો ન મેલો, એ તેણે નિશ્ચય કર્યો. અવિચારી વણજારાએ પૂરી તપાસ ન કરી.
કતરા નજીક આવ્યા એટલે વણજારાએ ડેગ લઈ તેના માથામાં મારી. કઠામે વાગવાથી કુતર મરી ગયો. જરા ટાઢો પડવ્યા પછી કુતરાને ગળે બાંધેલી ચિઠ્ઠી તેણે ઈ. તે વાંચીને તેને મૂરછ આવી ગઈ. ભાનમાં આવતાં તે ખૂબ રડશે. તેને જીવતર અકારું લાગ્યું. તેણે પોતાની પાસે જે કંઇ મિલ્કત હતી તેનાથી કુતરાનું નામ અમર કરવા નિશ્ચય કર્યો. જે જગાએ કુતરાને તેણે મારી નાખ્યો ત્યાં તેણે એક વિશાળ તળાવ બંધાવ્યું. હજીયે તે તળાવ “નખીરા તળાવ’ નામથી ઓળખાય છે અને વડાલીથી એક ગાઉને છેટે છે. (“સંદેશના ૧૯૮૩ ના દીપોત્સવી અંકમાં લેખક:-મૂળરાંકર કે, અધ્યાપક)
--
૦ ૦૦૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com