________________
w
wwww
મહાભા મીરાંબાઈ કે, મીરાં જીવતી છે અને વૃંદાવનમાં છે. ત્યાં ગોવિંદજીનું મંદિર બંધાવી એની સેવા કરે છે. એણે મૂર્તિનું નામ “રાણ-ગોવિંદ” રાખ્યું છે. એણે એ નામ કઇ દિવસે સાંભળ્યું નહોતું. રાણે એજ દિવસે ગુપ્ત વેશે વૃંદાવન જવા નીકળ્યો.
- વૃંદાવનમાં બાઈજીને કુંજ છે. મંદિરમાં મોહનભૂતિ રાણુ–ગોવિંદ બિરાજે છે. બાઈજી રાણગોવિંદજીની સામે બેસીને પોતાનું બનાવેલું ભજન ગાઈ રહી છે.
સંધ્યાકાળને વખત હતો. બે અતિથિ મંદિરના આંગણામાં બેસીને એનું ભજન સાંભળી રહ્યા હતા. ભજન સાંભળીને એક અતિથિને અપાત થઈ રહ્યો હતો.
જેની આંખમાંથી અથુપાત થઈ રહ્યો હતો, એ રાણો કુંભ હતે બીજે એમને સાથી હતો. રાણે વૈષ્ણવના વેશમાં હતો, એટલે એકદમ એ ઓળખાઈ જાય તેમ નહોતું.
- ભજન પૂરું થયું. બાઈજી ઠાકોરજી સામે જોઈને બે હાથ જોડીને કહેવા લાગી -“હે ઠાકુરજી ! -તમે જ મારા ગોવિંદ છે, તમે જ મારા રાણ છો, મારો સમય હવે ભરાઈ ચાલ્યો. હે પ્રભો ! આ સમયે એક વાર જે મને રાણાના રૂપે દર્શન દો તો મીરાંને જન્મ કૃતકૃત્ય થઈ જાય. પ્રભો ! મારો નારીયોનિમાં જન્મ થયો છે, મારો જન્મ સાર્થક કરો-તમે મારા ગેવિંદ છે. એક વાર રાણારૂપે પ્રકટ થાઓ.”
પેલા બે અતિથિઓએ પણ આ પ્રાર્થના સાંભળી. રાણાનું હદય કંપવા લાગ્યું.
ઠાકોરજીને પ્રણામ કરીને બાજી મંદિરની બહારની કોટડીમાં આવી. ગુપ્ત વેશે આવેલ મહારાણે કુંભ એની પાસે ગયો. તેણે કહ્યું કે “રાણીજી ! કાંઈ ભિક્ષા મળશે ?”
મીરાં -આપને શી ભિક્ષા જોઇએ ? કહો, હું રાજી નથી, પરંતુ એક ભિખારિણી છું. રાણઃ-તમારું કહેવું હું માની લઉં છું, પરંતુ જે માગું છું તે તમારી પાસે છે. મીરાં-આજ્ઞા કરો. રાણાએ ગદગદ કંઠે કહ્યું – ક્ષમા !'
બહાર વિજળીને ચમકારો થયો. એના પ્રકાશમાં મીરાંએ રાણને પૂરેપૂરો ઓળખી લીધે, મીરાંના હૃદયમાં પણ વિજળીનો ચમકાર થઈ રહ્યો.
“સ્વામિન્ ! આટલે દિવસે તમારી દયાનાં દાન મેળવવા હું ભાગ્યશાળી થઈ !” એમ કહીને મીરાં કુંભના ચરણમાં ઢળી પડી..
રાણાએ મીરાનો હાથ પકડી એને ઉઠાડી વ્યાકુળ થતો એ બોલ્યો કે મીરાં ! મારી મીરાં !” રાણો આગળ ન બોલી શક્યો. એનો કંઠ રૂંધાઇ ગયે.
કેટલીક વારસુધી બને શાંત રહ્યાં. આખરે મીરાં બોલી કે “આપ પધાર્યા છે ? આ દાસીને જન્મ સાર્થક કરવા પધાર્યા છો ? પધારો.” એટલું બોલીને કુંભનો હાથ પકડી મીરાં એને મંદિરમાં લઈ ગઈ. પોતે રાણા-ગોવિંદ સાથે જે આસન ઉપર બેસતી હતી, તે આસન ઉપર કુભા રાણાને બેસાડ્યો. પછી એક વાર ગોવિંદજીની મૂર્તિ તરફ અને એક વાર રાણાને જોતી જોતી મીરાં ઓચિંતી સંજ્ઞારહિત બનીને બેની વચ્ચે ઢળી પડી.
કુંભારાણાએ બૂમ પાડી “મીરાં, મારી મીરાં!' પણ કેણ ઉત્તર આપે ? જન્મનું સાર્થક કરીને મીરાએ રાણા અને ગોવિંદજીની સમક્ષ દેહ છોડી દીધે. (“સંદેશ” ને ૧૯૮૩ ના દીપોત્સવી અંકમાં લેખક–
રધર ભવાનીશંકર વકીલ)
-
રસિઘંદ્ર બસુ વિદ્યાવિદના લેખ ઉપરથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com