________________
મહાભક્ત મીરાંબાઈ
૧૩.
આવા વિરક્ત સંન્યાસીને એક વાર જોવાની મીરાંને છા થઇ આવી, મીરાંએ રૂપજીને પેાતાને ઘેર ભિક્ષા લેવાતું આમત્રણ મેાકલ્યું. મીરાંની દાસી નિમ ંત્રણ કરવા ગઇ તે વખતે રૂપજી એક વૃક્ષની નીચે ફાટીતૃટી ગેાદડી ઉપર બેસીને કાંઇક લખતા હતા. એમનું સ્નિગ્ધ ગભીર મુખ જોને દાસીના દિલમાં ઉંડી છાપ પડી ગઇ. એ હાથ જોડીને એ મેલી કે મહારાજ ! મીરાંબાઈ સાહેબે એમને ત્યાં આપને ભિક્ષા કરવાનુ નિમત્રણ આપવા મને મેાકલી છે.’
રૂપજીએ ઉંચું જોયવિનાજ પૂછ્યું:-તારાં ખાસાહેબ કાણુ છે ?’
‘મીરાંબાઇ.’
“તા એમને કહેજે કે, કાષ્ટની અથવા તેા મૃત્તિકાની સ્રમૂર્તિને પણ જોવાથી સાધુ પુરુષનું પતન થાય છે. હું વિરાગી છું, કાઇ પણ સ્ત્રીને ઘેર જવુ' અથવા કાઇ પણ સ્ત્રીનાં દર્શન કરવાં એ મને વર્જત છે.”
દાસીએ મીરાંને રૂપજીના સંદેશ કહી સંભાળાવ્યેા. મીરાંએ હસીને કહ્યું:-‘તું ફરીથી જા, ગુ-સાંઇજીને કહું કે, આ દેહમાં જે વસી રહ્યો છે તે ક્રાણુ છે? સ્ત્રી છે કે પુરુષ? વળી મે' તે એમ પણ સાંભળ્યું છે કે, વૃંદાવનમાં તે શ્રીકૃષ્ણ એકલાજ પુરુષ છે, બીજી બધીએ પ્રકૃતિ છે. જો તમે પુરુષ હા તે વૃંદાવનમાં રહેવુ' તમને ઉચિત નથી.’
દાસીએ જઇને રૂપજીને મીરાંબાઇએ કહાવેલ અક્ષરે અક્ષર કહી સંભળાવ્યેા. ગાસ્વામી તે ચકિત થઇ ગયા. ધાર અંધકારમાં વિજળીને ચમકાર થાય તેવા એમના હૃદયમાં સાનને ચમકારા થયેા. એમણે વિચાર કર્યાં કે “હાય ! મેં શું કર્યું ? મારા દેહાત્મભાવ હજીએ ન ગયા તે હુ કેવા વૈરાગ્ય સાધુ છું ? હું તેા દેહનેજ ‘હુ” કહું છું; નહિ તે હું મને પુરુષ અને મીરાંબાઇને સ્ત્રી કહેવાની ધૃષ્ટતા કેમ કરત’
હવે રૂપજીએ ઉંચું જોયું. એ ખેલ્યા કે મારા અપરાધ થયા છે. તારાં બાસાહેબે મારા અજ્ઞાનનુ અધારૂ દૂર કર્યું છે. એમને કહેજે કે, એ મારાં ગુરુ છે; હું ભિક્ષા લેત્રા આવીશ.’
(૯)
મીરાંએ ચિતાડ છેડયા પછી રાણાએ શેાચવા માંડયું કે “અરે, મેં શું કયું ? સાચેજ શું મીરાં ચાલી ગઇ? મેં એને કેમ અટકાવી નહિ? મે એને શું કરવા એવું કહ્યું ? એને અપરાધ શેા હતેા ? એ પહેલાં હતી તેવીજ હાલ છે. લગ્ન થતાં પહેલાંજ એણે મને કહ્યું હતું કે હું તમને દેહ આપીશ, મન નહિ આપી શકું; મન તે હું ગાવિંદજીને અપી ચૂકી છું.' તે વખતે હું એવું કહેવુ ન સમજી શકયા. રૂપના માહમાં, સ્વરના મેહમાં તથા ભેગ ભાગવવાના લે ભમાં હું ભૂલ્યા. મેં વનમાં વિહરતી પંખિણીને પાંજરામાં પૂરી રાખવાની ઇચ્છા કરી. પાંજરૂ તેાડીને એ ખિણી ઉડી ગઇ. હવે પાછી આવવાની છે ? ના, નહિજ આવે. આટલી અંધારી રાત્રે એ કયાં જશે ?'
રાણા કાન માંડીને બેસી રહ્યો. વૃક્ષનું પાન હાલતું તે રાણા સમજતા કે, મીરાં આવી; સનસનાટ પવન કાતા તે રાણે માનતા કે, મીરાં આવી; પરંતુ મીરાં તે નજ આવી. રાણાએ આખી રાત એઠાં બેઠાં કાઢી, ઉજાગરાથી એની આંખેા લાલચેાળ થઇ ગઇ.
સવાર પડતાંજ ચારે બાજુએ મીરાંની શેાધમાટે માણસે માકલી દીધા; પરંતુ બધાએ નિરાશ થઈને પાછા આવ્યા. મહારાણીને પત્તો ન લાગ્યા, રાણાનું હ્રદય ફાટવા લાગ્યું. એની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી—હાય મીરાં ! તું કયાં છે ??
રાણા ગાવિંદજીના મદિરમાં ગયા. મીરાં જ્યાં આગળ બેસતી હતી તે આસન સુનું પડી રહ્યું હતું. ગેાવિંદજીની મૂર્તિ જેવી તે તેવી છે, મદિર પણ તેજ છે; પરંતુ મંદિરમાં જે સ્વરલહરિ નાચી રહેતી હતી તે આજે નથી. આજે મંદિર શાંત હતું, મીરાંવિનાના એ મદિરમાં રાણાથી ન ટકી શકાયું. એ શયનખંડમાં ગયા, અહીં હસના જેવી ડેાક હલાવતી જે પ્રતિમા ઉભી રહેતી હતી તે પ્રતિમા ક્યાં છે? રાણાથી શયનખંડમાં પણ ન રહેવાયું. ત્યાંથી એ રાજભવનમાં આવ્યા. અહીં પણ એને ઠીક ન લાગ્યું. ભાગમાં ગયા, છેડને છેડવે પુષ્પા ખીલી નીકળ્યાં હતાં. એ પુષ્પામાં રાણાને મીરાંની મૂર્તિ દેખાઇ, કાયલને ખેલતી સાંભળી ‘મીરાં ખેલે છે' એવી કલ્પના કરી. રાણાથી અહીં પણ ન રહી શકાયું. હાયમીરાં ! તું ક્યાં છું? આવ, એક વાર આવ.
મીરાં ન આવી, તેમ એને પર્ણો પણ ન મળ્યા. દિવસ આથમ્યા, રાત્રિ આવી. મદિરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com