________________
મહાભક્ત મીરાંબાઈ “મીરાં ન જ’ એમ કહેવાનું રાણાને મન તો થયું, પણ મોઢામાંથી શબ્દ ન નીકળી શકો.
ઘોર અંધારી રાત્રિ હતી, ચિડમાં બધાં ભરનિદ્રામાં હતાં, સર્વ સ્થળે શાંતિ પ્રસરી રહી હતી. એ સમયે ચિતોડનો પરિત્યાગ કરીને મીરાં ચાલી ગઈ
કયાં જવું તેને એણે કશો નિશ્ચય કર્યો ન હતો. જ્યાં પગ લઈ જાય, ત્યાં એ ચાલી જતી હતી. એનું મન ચિંતાગ્રસ્ત હતું. ઘડીમાં એને ગોવિંદજી સાંભરતા તો ઘડીમાં એને રાણાના મુખનું સ્મરણ થતું. મીરાં પળવાર ઉભી રહી, એણે પાછળ દૃષ્ટિ કરી. સર્વત્ર અંધારું હતું. એ અંધારામાં કશું જણાતું નહોતું. વળી એ આગળ ચાલવા લાગી.
ચાલતાં ચાલતાં એ નદીકિનારે આવી પહોંચી. અહીં આવીને એ વિચાર કરવા લાગી કે ક્યાં જાઉં? હવે જીવીને શું કરું? મારા જીવવાથી કુળમાં કલંક લાગશે ? ના, ના, એવું નહિ થવા. દઉં. આ જીવન હવે હું નહિ ટકવા દઉં. રાણા ભ્રમમાં પડવા, પણ હું ભ્રમમાં નહિ પડે. ગોવિં. દજી! તમને મેં મારું મન અપ કર્યું છે એટલે તે તમે લઈ લ્યો. રાણા ! તમને મેં મારો દેહ અર્પણ કર્યો છે. એ દેહ તમારે છે. તમે એ દેહની ઉપેક્ષા કરી તે પછી એને ટકાવી રાખવાનું પ્રયોજન શું ? પંચભૂતનું બનેલું આ ખોળિયું પંચભૂતમાં ભલે મળી જાય.” એમ બોલીને એણે નદીમાં ઝંપલાવી દીધું. પાણીનો વેગ જબરો હતે. મીરાં તણાવા લાગી, એની શુદ્ધિ જતી હતી..
જ્યારે એ શુદ્ધિમાં આવી, ત્યારે સૂર્યોદય થયો હતો. નદીના તટ ઉપર એક વૃદ્ધ મહિલા, મીરાંનું માથું પોતાના બાળામાં મૂકીને બેઠી હતી. મીરાંની આંખો ધીમે ધીમે ઉઘડી એટલે વૃદ્ધ પ્રસન્ન થઈ. એણે મીરાને ભીનું વસ્ત્ર બદલાવીને સુ કં વસ્ત્ર પહેરાવ્યું અને પોતાની ઝોળીમાંથી ઔષધ કાઢીને એને ખવડાવ્યું! મીરાંમાં કાંઈ
વૃદ્ધાએ પૂછ્યું:––બેટા ! તું નદીમાં શી રીતે પડી ગઈ? મીરા--મરવાને માટે હું મારી રછાથી નદીમાં પડી હતી, તમે મને શું કામ બચાવી?
વૃદ્ધ:--બેટા ! તારે એવું કેમ કરવું પડયું ? તારું રૂપ જે, તારું વય જે, એનોએ તેં વિચાર ન કર્યો? આત્મહત્યા મહાપાપ છે તે તું નથી જાણતી ?
મીરાં જાણું છું. જેને મેં એ શરીર અર્પણ કર્યું હતું તે હવે એ શરીરને નથી ચાહતા, એટલે જેને મેં મારું મન આપ્યું છે તેનું સ્મરણ કરીને હું નદીમાં કુદી પડી.
“બેટા ! શરીર અને મન એ બનેને બે પૃથક પૃથક માણસને દીધાં હતાં ? એક જ વ્યક્તિને એ બને તું કેમ ન આપી શકી ? બેટા ! તું ભ્રમમાં પડેલી છું.”
“માજી ! મારા અદષ્ટ આવી ભૂલ કરાવી છે.”
વૃદ્ધા થડી વાર મીરાં સામું જોઈ રહી. પછી વિચાર કરીને બોલી કે “તારા હાથમાં ચક્ર છે, તું રાજરાણી હોવી જોઈએ, તારું નામ શું ?'
આ અભાગિનીને લોકો મીરાં કહે છે.” કેણ, મીરાંબાઈ ! રાણા કુંભની રાણી, ગેવિંદજીની ભક્ત, તું શા દુઃખે આત્મહત્યા કરતી હતી ?"
“માજી ! મેં મન અર્પણ કર્યું હતું ગોવિંદજીને અને દેહ અર્પણ કર્યો હતે રાણાને. એટલેહું ન થઈ શકી રાણી કે ન થઇ શકી ગોવિંદજીની. મારી બેયે બગડી.
બેટા! તું મહાભાગ્યશાળી છે. તારું કશુંયે બગયું નથી.” “માજી ! મારાં બન્ને બગયાં.”
જો બેટા ! તું પતિ અને ગોવિંદ બનેની ભક્તિ કરી શકતી હતી. પતિનેજ ગોવિંદ માનીને તેં એમની ભક્તિ કરી હોત તો તારાં બન્ને સચવાત. દેહ અને મન એકને હાથેજ રહેત”
“બરોબર છે માજી! આ વાત અત્યારસુધી મારા લક્ષમાંજ નહોતી. હું તો એમ માનતી હતી? કે ગોવિંદજી જુદા અને પતિ જુદા; તેથી મન ગોવિંદજીને અને દેહ પતિને અર્યો હતો. મનથી ગોવિંદની અને દેહથી પતિની સેવા કરવા ઇચ્છતી હતી. દેહની સેવાથી હું પતિને સંતોષ ન આપી શકી. મેં વિચાર કર્યો કે મારે એની રક્ષા કરવાનું શું પ્રયોજન ? તેથી એ દેહને મેં પાણીમાં ફેંકી દીધો હત; તમે મને શું કામ ઉગારી? હવે આ દેહથી શું બનવાનું છે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com