________________
મહાભક્ત મીરાંબાઈ
કરમાવા લાગી. રાણાનું ઐશ્વર્ય, આડંબર, ભોગવિલાસ અને મીરાંનું મનોરંજન કરવાના એના સર્વ પ્રયાસો નિરર્થક નીવડવા લાગ્યા. મીરાંને કોઈ વાતે આનંદ મળતો નહોતો. રાણાને ક્ષોભ થવા લાગે. કોઈ કઈવાર એ વિચાર કરતો હતો કે, આ વનની પંખિણીને મેં પાંજરામાં પૂરી તે ઠીક ન કર્યું. મીરાં કર્તવ્યવશ બનીને પતિની સેવા કરતી હતી. પરંતુ એ આકાંક્ષારહિત હતી. એના મુખમાંથી શૃંગાર-રસભર્યા મધુર વાક્યો નહોતાં નીકળતાં, એનામાં ઉલ્લાસ નહતો, એના મુખ ઉપર હાસ્ય નહોતું, એ રાણાની આજ્ઞાને માન આપીને ગાતી હતી. પરંતુ હવે એના ગામમાં પૂર્વના રસ નહોતો. હાય ! જે સુખમાટે કુંભ રાણે મીરાંને લાવ્યો તે સુખ ક્યાં છે ?
રાણાને આ રિથતિ અસહ્ય થઈ પડી. “મીરાં ! આ રાજ્ય, આ વૈભવ તને કશુંએ સુખ આપી શકતાં નથી ? કહે. તને શી વાતનું દુ:ખ છે? તારું ચિત્ત શાથી પ્રસન્ન થાય ? મને કહે તે વસ્તુ ગમે તેવી દુર્લભ હશે, તોયે હું તને લાવી આપીશ.”
મીરાં --સ્વામિન! રાજ્ય અને વૈભવની મને આકાંક્ષા નથી, એમાં મને કાંઈ સુખ જણાતું નથી. એ રાજ્ય અને એ વભવ મને ન મળ્યાં હોત તો તેનું મને દુ:ખ નહોતું. મારા પિતાને ઘેર ગોવિંદજીના મંદિરમાં બેસીને ભજન કરવામાં મને અત્યંત આનંદ હતો, આજે પણ હૃદય એજ આનંદ ઝંખે છે. ઇચ્છા તો એવી થાય છે કે, તેવુંજ ભજન અહીં કરીને હું મારું જીવન વ્યતીત કરે.
રાણા--મીરાં ! ભજન ગાવાનું તો હું નિત્ય કહું છું અને તું ગાય છે પણ ખરી, છતાં તને આનંદ નથી મળતું ?
મીરાં --મહારાજ ! એ ભજન પતિના મનોરંજન માટે થાય છે, એ રાજાના-પતિના આદેશનું પાલનમાત્ર છે. એમાં પ્રાણ ક્યાં રેડાયેલ છે સ્વામિન!
રાણો ગંભીર બની ગયો. કેટલીક વાર બે કે “મીરાં ! હું તને દુ:ખી જોવા નથી ઈચ્છતા. મારી રાજધાનીમાં ગોવિંદજીનું મંદિર બંધાવીશ, એમાં ગોવિંદજીની મૂર્તિ પધરાવીશ. પછી મેડતામાં તું જેવું ભજનકીર્તન કર્યા કરતી હતી તેવું ભજનકીર્તન અહીં કર્યા કરજે; એ સાંભળીને હું સુખી થઈશ.’
દીવા,
ચિતોડના રાજમહેલની અંદર ગોવિંદજીની સ્થાપના થઈ ગઈ. મીરાંનું પૂર્વસમયનું ભજન હવે ચાલુ થયું.
શિવભક્ત રાજાના રાજમહેલમાં ગોવિંદજીની સ્થાપના થવાથી સર્વ કહેવા લાગ્યા કે, હવે ચિતોડનું અશુભ થવાનું છે. રાણે મહાસંકટમાં પડી ગયો. એક તરફ મીરાંતિને પ્રેમ અને બીજી તરફ રાજ કુળનો ધમ ! આ બેમાંથી રાણે કોની રક્ષા કરે? આ ધર્મસંકટના નિવારણાર્થે રાણાએ એકલિંગજીના મંદિરમાં આસન લગાવી શિવજીની આરાધના કરવી શરૂ કરી દીધી.
મધ્યરાત્રિએ રાણા કુંભને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એણે શું જોયું ? એકલિંગજીનું એ અનાદિલિંગ રૂપાંતર પામી ગયું ! એને બદલે એક શભ્રવર્ણ પુરુષ જણાયો એના લલાટમાં ઉજજવલ ચંદ્ર લખલખી રહ્યો હતો, શિર ઉપર જટા હતી, એનો કંઠ નીલ હતો, જોત જોતામાં એ પુરુષનું અધું અંગ શ્યામ થઈ ગયું. એ પુરુષના મસ્તકના અર્ધા ભાગ ઉપર મયૂરપિચ્છનો કલાપ હતો અને છાતીના અધભાગ ઉપર શ્રીવત્સ કૌસ્તુભ દૃષ્ટિગોચર થતું હતું. એ પુરુષે હસતાં હસતાં કુભા રાણાને કહ્યું કે “રાણ ! અમે-હરિ અને હર એકજ છીએ. બને જૂદા છીએ, એ તારો ભ્રમ છે.
રાણાનું સ્વપ્ન પૂરું થયું, એ જાગી ઉઠશે. ભક્તિપૂર્વક એકલિંગજીને પ્રણામ કરીને એ પિતાના મહેલમાં પાછા ગયે. એ વખતે મીરાં ગેવિંદજીના મંદિરમાં ભજન કરી રહી હતી. કુંભ રાણ ત્યાં ગયો. મીરાંની સાથે એકજ આસન ઉપર બેસીને એ પણ ભજન કરવા લાગ્યો. ભજન પૂરું થયા પછી મીરાંએ કહ્યું કે “સ્વામિન! આજે મીરાંનું ભજન સાર્થક થયું, પરંતુ આપ તો એકલિંગજીના ભક્ત છો અને આજે ગોવિંદજીની સામે બેસીને કેમ ભંજન કર્યું ? બધાં શું કહેશે?’
રાણોદ-મીરાં ! જેને જે કહેવું હોય તે કહે. ભગવાન એકલિંગજીએજ મને ઉપદેશ આપ્યો છે. હરિ અને હર એક છે. મીરાં ! આજે હું તને આનંદમાં ડોલતી જોઉં છું. બેલ, તારી શી વાંચ્છના છે? હું તે પૂર્ણ કરીશ.
મીરાં -આપના મુખમાંથી ગેવિંદજીનું નામ સાંભળીને હું કૃતાર્થ થઈ, મારું અભીષ્ટ મને મળી ગયું. ગેવિંદજીની સામે બેસીને ભજન કરવાની આપે મને રજા આપી, એટલે મને સર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com