________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો મળી ગયું. હવે શું માગવાનું રહ્યું હવે જે વૈણવોને પણ વિનાહરકતે અહીં આવવા દેવામાં આવે તો વળી અધિક આનંદ થાય !
રાણ --તારી વિનતિ માટે માન્ય છે. કાલથી વૈષ્ણવો વિનાહરકતે અહીં આવી શકશે.
ગેવિંદજીના મંદિરમાં હવે વૈષ્ણવોની ભીડ જામવા લાગી. મીરાનો આનંદ સમા સમાતે નહોતો. હવે એ આનંદના પૂરબહારમાં આવી ગઈ.
રાણો પિતે કવિ હતો. પ્રસંગનુસાર મીરાની સાથે તે ગોવિંદનાં પદ ગાતો હતો, તેમજ નવાં ભજન બનાવીને એ મીરાંના ચિત્તને વિનોદ કરાવતે હતે.
પરંતુ આ સુખ ઝાઝા દિવસ ન પહોંચ્યું. એક દિવસ રાણાએ ગેવિંદજીના મંદિરમાં જઈને જોયું તે દેશ દેશના વૈો ભેગા મળ્યા હતા. મીરાં વૈણની મંડળીમાં ગેવિંદજીની સામે બેસીને ભજન કરી રહી હતી. વૈણ અનિમેષ નેત્રે એના સામું જોઈ રહ્યા હતા.
રાણાને નખથી શિખપર્યંત ઝાળ લાગી ગઈ. ચિતોડની મહારાણી કે જેને ચંદ્ર અને સૂર્ય પણ દેખવા પામતા નથી. તે આજે ભરસભામાં બેસીને એક સાધારણ ગણિકાની માફક ગાય અને લોકો એના સામે જોયા કરે. “ઓ કલંકિવિ મીરાં ! મેહમાં ફસીને મેં બાપા રાવળના કુળને બટ્ટો લગાડો.' આમ વિચાર કરતો રોણો આવ્યો અને તરતજ ત્યાંથી ચાલ્યો ગયો. શયનખંડમાં આવાને એણે દાસીને કહ્યું કે “જી, હમણાં ને હમણાં રાણીને બોલાવ.”
“એ તો ગોવિંદજીના મંદિરમાં ભજન કરે છે.'
દાસીનું કહેવું સાંભળી રાણાની આંખો ક્રોધથી લાલ લાલ થઈ ગઈ. દાસી સમજી ગઈ કે, આજનો રંગ જૂદ છે. એ તરતજ મીરાંને બોલાવવા ગઈ. મંદિરમાં જઇને એણે મીરાંને રાણાની આજ્ઞા કહી સંભળાવી. મીરાંએ ભજન ગાવું અડધેથી પડતું મૂકયું. ગોવિંદજીને પ્રણામ કરીને એ શયનખંડમાં ચાલી ગઈ.
રાણાએ કહ્યું --“મીરાં!” રાણાના રવમાં ક્રોધ અને કઠોરતા હતાં. મીરાએ વ્યાકુળ બનીને ઉત્તર આપે –કેમ રવામિન્!” રાણે -તમે ચિતોડની મહારાણી છે, બાપારાવળની કુળવધૂ છે. મીરાં --દાસી આપની આજ્ઞાને આધીન છે.
“જે ચિતોડની મહારાણીને ચંદ્ર અને સૂર્ય પણ જોવા પામતા નથી, તે મહારાણી દેશદેશના માણસોની વચમાં બેસીને ગાય તે શું એને છાજે છે ? હાય, કયાં છે આજે એ મહારાણી પદનું ગૌરવ ? આજે એનું...... ...”
ક્રોધથી ઉશ્કેરાઈ ગયેલો રાણે આગળ ન બોલી શકો. કેટલીક વાર એના મનનો આવેગ એ છે થયે, ત્યારે એ બોલ્યો કે “મીરાં ! મેં તને કેાઈક સમયે જોયેલી. તારું ભજન સાંભળીને મેં તારી સાથે લગ્ન કર્યું. તે બાપ્પા રાવળના કુળને કલંક લગાડયું.”
મીરાં –એ મારું અદષ્ટ.
રાણોઃ—એમજ છે. હું ભ્રમમાં પડી ગયો હતો. હવે એ ભ્રમમાંથી મારે મુક્ત થવું જોઈએ: નહિ તે કંભા રાણાનું નામ વગેવાશે. લેકે કહેશે કે, એક ગણિકાના મેહમાં ફસીને કુંભાએ ચિતોડની ગાદીને કલંક લગાડયું.
મીરાં ઉપર જે વજી ફેકયું હોત તેઓ એને આટલી બધી પીડા ન થાત. વ્યાકુળ થતી એ બોલી કે સ્વામીન ! મીરાં તો મીરાં જ છે. એ નથી મહારાણી કે નથી ગણિકા. મીરાં કોણ છે તે માત્ર ગોવિંદજીજ જાણે છે અને બીજું કોઈ જાણતું હોય તો મારા સ્વામી કુંભારાણા. મીરાં દેહથી પતિની અને મનથી સેવા કરવાની ઈચ્છા રાખતી હતી, પરંતુ દેહ અને મનને એકત્ર કરીને એ પતિ અને ગોવિંદજી બન્નેની સેવા ન કરી શકી. મીરાં સાધનભ્રષ્ટ છે; એના જેવી હતભાગિની બીજી કોણ છે ? પત્નીતરીકે પોતાના કર્તવ્યનું પાલન ન કરી શકી, તેથી મીરાં અપરાધિની છે. મારો અપરાધ ક્ષમા કરશે. કાલે પ્રાત:કાળથી ચીતડને કઈ પણ મનુષ્ય આ મુખ નહિ જોઈ શકે. મીરાં ક્યાં ગઈ તે પણ કોઈ નહિ જાણી શકે. તમારા કુળને કલંક લગાડીને મીરાં જીવવા નથી ઇચ્છતી.” એમ બોલતી બોલતી મીરાં પતિના ચરણને પ્રણામ કરીને રાજમહેલની બહાર ચાલી ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com