Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૩૪
શ્રી શત્રુંજ્ય સૌરભ નાનાશ્રુત વિચાર, ઐશ્વશ્રુત વિચાર, સૂક્ષ્મકિય અને સમુચ્છિન્નક્રિય એવા ચાર પ્રકારના શુકલ ધ્યાનને જાણુને
ગીજને આત્મસંવેદનથી પિતાના અન્તઃકરણમાં ચિન્મય અને અરૂપી એવા તમને જુએ છે.૧ ૧૫. ૧૬.
હે દેવ ! પૂર્વે વિવિધ ધ્યાનથી જે ચિત્તવડે તમને ધ્યાયા હતા, તેજ ચિત્તને તમે આત્મામાં પ્રવેશ કરીને અનુક્રમે મારી નાંખે છે તે બહુ સારું કરે છે ! ૧૭. હે દેવ ! તત્વવેત્તાઓ તમને પરમાર્થ વડે નિરાકાર (આકાર રહિત), નિરાધાર, નિરાહાર અને નિરંજન રૂપે જાણે છે. ૧૮. હે પ્રભુ ! આવક પરમ બ્રહ્મમય તમારા તેજને સમૂહ સર્વ વ્યાપક છતાં પણ મારા મોહરૂપી અંધકારને કેમ નાશ નથી કરતે ? ૧૯. હે પ્રભુ ! જ્યારે તમે ચિદાનંદ રૂપી ચંદ્ર દ્વર હે છે, ત્યારેજ પ્રાણીઓને સંસારરૂપી શ્રીમ હતુથી ઉત્પન્ન થયેલે તાપ વ્યાપે છે. ૨૦. હે દેવ ! નિદ્રાવસ્થામાં શૂન્યતા પ્રાપ્ત થાય છે અને જાગ્રત અવસ્થામાં અનેક સંકલ્પ થયા કરે છે, તેથી વિદ્વાને તમારૂં પદ તે બને અવસ્થાથી કાંઈક ભિન્ન જ છે, એમ કહે છે. ૨૧. હે વિભુ! જ્યારે ધ્યેય વસ્તુ તમે છે, ત્યારે ધ્યાતા (ધ્યાન કરનાર) અને ધ્યાન એ બંને નાશ પામે છે. અર્થાત તે બંને એયમાં એકતા પામી જાય છે. તેથી બહિર્મુખ લોકે તમારા ધ્યાનથી વિમુખ રહે છે. ૨૨. હે દેવ! જે તત્વજ્ઞાનીઓ કલ્પના રહિત ચિત્તવાળા થાય છે, તેઓ યેય,
૧. આ રૂપાતીત ધ્યાનનું લક્ષણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org