Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૧૩ મું
૧૬ બે ગેખલા કાચના બારણાવાળા છે. તેમાં પ્રતિમાજીઓ દર્શન કરવા લાયક છે, તેને જેડે આઠ પગથીએ ઉંચે અંદરના કિલ્લાની ભીતે એક મોટું બારણું સં. ૧૯હ્માં મુંડકાવેરાના સમયમાં એક માસની છુટી થઈ હતી તે વખતે પાંત્રીસ હજારથી અધિક યાત્રાળુ એકઠું થયેલું, ત્યારે માણસની મોટી ભીડને લઈ પાડવામાં આવેલ તે અત્યારે થોડા માણસોમાં બંધ રખાય છે. હાથીપળના અંદર મટે ચેકીપહેરો તથા કુલ વેચવાવાળાને એટલે અને ચેકીવાળાને રડાને ભાગ આવેલ છે. તેની અંદર–
રતનપળ તીર્થપતિ શ્રી આદિશ્વર ભગવાનનું દહેરું – આ દહેરૂ શ્રી સિદ્ધાચળ તીર્થને મુદ્દો છે. શેઠ કરમાશાએ શ્રી શત્રુંજ્યને સોળ ઉદ્ધાર વિકમ સં. ૧૫૮૭ માં કરીને વૈશાખ વદ ૬ (મારવાડી જેઠવદ ૬) ના દિવસે આદિશ્વર ભગવાનને શ્રી શત્રુંજ્ય મહાતીર્થની ગાદીએ પધરાવ્યા હોવાથી તે દિવસે શ્રી શત્રુંજ્ય પતિની વર્ષગાંઠને દિવસ ભરતખંડના સમગ્ર જૈનોએ એક જાહેર તહેવાર તરીકે પાળવે ઉજવવો જોઈએ.
ભગવાનનું દહેરૂં ખાસ ચોદમાં ઉદ્ધારમાં બાહડમંત્રીનું સં. ૧૨૧૩ માંના ઉદ્ધારવાળું બંધાવેલું તેજ દહેરૂ પંદરમા અને સોળમા ઉદ્ધારવાળાએ કાયમ રાખ્યું છે. તે બાંધણું અને માંડણ ઉપરથી સાબીત થાય છે જે હાલ વિદ્યમાન જયવંતુ છે. ફરી ફરી ત્રણવાર બંધાવવામાં આવ્યું ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org