Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
-
-
[ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન પ્રતિષ્ઠિત કર્યા હોય એ વાત બંધ બેસે છે. જ વસ્તુપાળ તેજપાળની ટૂંક –ગુજરાતના મહામાત્ય શ્રી વસ્તુપાળ તથા તેજપાળ બંધુ યુગલનું નામ શ્રી જૈન શાસનમાં અમર બની ગયું છે. તેમણે આ ટુંક બંધાવી છે. આ કને, તથા સંપ્રતિ રાજાની ટુંકને, અને કુમારપાળ મહારાજાની ટુંકને આ ત્રણે ટુંકને ફરતે કિલ્લે વિ. સં. ૧૯૩૨માં કચ્છ દેશના શેઠ નરસીકેશવજીએ બંધાવ્યું છે. આ ટુંકમાં ત્રણ દહેરાસરે છે. મૂળ નાયક શ્રી શામળા પાર્શ્વનાથ સ્વામીની ભવ્ય મૂર્તિ છે. આ પ્રભુજીની પ્રતિષ્ઠા વિ. સં. ૧૩૦૬ના વૈશાખ સુદી દે શનિવારના થઈ છે. મંદિરોમાં કોતરણી કામ સુંદર છે. મંદિરમાં પીળા આરસ તથા પત્થર વપરાયેલા છે. મંદિરને રંગમંડપ ૨૯ ફીટ પહોળે અને પ૩ ફીટ લાંબો છે. આ ટુંકમાં વસ્તુપાળ તથા તેજપાળના જીવનને લગતી તથા તેમનાં કરેલાં ધર્મ કાર્યો, કુટુંબ વિગેરેને ઈતિહાસ કહેતી હકીક્ત શિલાલેખોમાં છે. આ ટુક ખાસ દર્શનીય છે. બે બાજુએ સમવસરણ તથા મેરૂ પર્વતની આરસ પર રચના છે. - સંપ્રતિ મહારાજની ટૂંક –શ્રી આચાર્ય સુહસ્તિસૂરિ મહારાજના સદુપદેશથી જૈન ધર્મ સ્વીકારનાર મર્યવંશી મહારાજા અશકના પૌત્ર મગધ સમ્રાટ પ્રિયદર્શી–શ્રી સંપ્રતિ મહારાજાએ સવા લાખ જિનમંદિર બંધાવ્યાં છે. તથા સવા કોડ જિન બિંબ ભરાવ્યા છે. તેમણે શ્રી ગિરનારજી ઉપર પણ ભવ્ય જિન મંદિર બંધાવ્યું છે. આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org